Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 51
________________ ૫૦ તંત્રનું તારણ આજે ગુરુદત્ત મંત્રેની ગણના કરતી વખતે કેવી સ્થિતિ હોય છે? આંગળીઓ માળા ફેરવતી હોય છે, હોઠ હાલતા હોય છે અને મન કયાંય ભટકતું હોય છે. થોડા મંત્ર બોલ્યા કે મનમાં જુદે વિચાર આવે છે. એ રીતે ચિત્તનું થોડું પરિભ્રમણ થતાં માળાના કેટલા મણકા પસાર થઈ ગયા, તેનું પણ ભાન રહેતું નથી. પાછું યાદ આવે છે કે હું માળા ગણતું હતું અને મનને સ્થિર કરવાના પ્રયત્ન થાય છે. આમ એક માળા પણ વિધિસર બરાબર ગાણાતી નથી, ત્યાં સિદ્ધિની આશા શી રીતે રખાય? અલબત્ત, તેમાં થોડી ભાવશુદ્ધિને લાભ મળે છે. અહીં એ પણ કહેવું જોઈએ કે તંત્રગ્રંથાએ માળા સંબંધી ખૂબ વિચાર કર્યો છે અને માળા કઈ વસ્તુની બનેલી હોવી જોઈએ, તે કેમ ફેરવવી જોઈએ, તથા કઈ દિશામાં મુખ રાખીને ફેરવવી જોઈએ ? વગેરે બાબતે સ્પષ્ટ જણાવેલી છે. તેમાં આપણે સમજવાનું એટલું છે કે કઈ પણ કામ્ય કર્મ કરવું હોય તે વિશિષ્ટ જપમાળાને ઉપયોગ કરે, નહિ તે હાથનાં આંગળાથી જ તેની ગણના કરવી. તે માટે જૈન શાસ્ત્રોમાં નંદાવર્ત, શંખાવર્ત વગેરેને વિધિ બતાવેલ છે. તંત્રશાસ્ત્રોએ મંત્રજપ કરતી વખતે ધ્યાનમાં રાખવા યોગ્ય અનેક બાબતેનું નિરૂપણ કર્યું છે. જેમકે શૌચ, કપાટભંજન, પ્રાણાયામ, મંત્રશિખા, જિહ્વાશોધન, કલ્કા, મહાસેતુ, સેતુ, મુખશોધન, જિહુવાધન, કરશોધન, પેનિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66