Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 50
________________ તંત્રશાસ્ત્ર અને મંત્રવિજ્ઞાન લદલમાં રહેલ શિવ એટલે આત્માનાં શુદ્ધ સ્વરૂપને ભેદે છે. આ ષકભેદનને વિસ્તાર તંત્રગ્રંથમાં ઘણે છે અને તે માટે કેટલાંક સ્વતંત્ર પુસ્તક પણ લખાયેલાં છે. અંગ્રેજી ભાષા જાણનારાઓએ તે માટે આર્થર એવેલેનનું લખેલું “ધી સસ્પેન્ટ પાવર” નામનું પુસ્તક અવશ્ય જેવું. અહીં અમે એમ કહેવા ઈચ્છીએ છીએ કે મંત્રજપ કરનારમાં આ ચકોનું જ્ઞાન જરૂરી છે, જ્યારે કેઈ પણ મંત્રનું મણિપુરચક્રમાં એટલે નાભિકમળમાં ધ્યાન ધરવામાં આવે ત્યારે મંત્રમૈતન્ય પ્રકટ થાય છે. મંત્રાર્થ એટલે મંત્ર અને ઈષ્ટદેવતાનું શરીર અભિન્ન હવાની ભાવના. મંત્રચતન્ય એટલે મંત્રપદમાં શક્તિસંચાર. કે તંત્રમાં એમ પણ કહ્યું છે કે “ મૂળમંત્રનું સુષુણ્ણા નાડીના મૂળદેશમાં જીવરૂપે ધ્યાન ધરવું, તેથી મંત્રાર્થ અને મંત્રચેતન્ય પ્રકટ થાય છે.” તંત્રએ જે બીજી મહત્વની વાત કરી છે, તે પણ આપણે લક્ષમાં રાખવા જેવી છે. કુલાર્ણવતંત્રમાં કહ્યું છે કે – मनोऽन्यत्र शिवोऽन्यत्र शक्तिरन्यत्र मारुतः । न सिद्ध्यति वरारोहे कल्पकोटिशतैरपि ॥ “હે શ્રેષ્ઠ વાહનવાળી! મન, શિવ, શક્તિ અને વાયુ એ જૂદા જૂદા હશે તે કેટ કેલ્પ વ્યતીત થવા છતાં મંત્ર સિદ્ધ થશે નહિ. તાત્પર્ય કે એ વખતે મન, આત્મા, મંત્ર અને વાયુ એ ચારેને વેધ થવું જોઈએ. એ ચારે એકાકાર થવા જોઈએ.’ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66