Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 53
________________ તંત્રનું તારણ અષ્ટાચાર, યાવત્ એકસો ને આઠ ઉપચાર હોય છે અને તેથી ભાવનાની અત્યંત વૃદ્ધિ થાય છે. ૭–પંચમકારની સાધનાનો નિષેધ - પંચ-મકારની સાધના એટલે મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન એ પાંચની સાધના. શાક્ત અને બૌદ્ધ તંત્રસાધનામાં તેને પ્રચાર છે અને તેથી જ તંત્રવાદ ઘણે નિંદાયે છે. જો કે તેમાં પણ ઉચ્ચ કેટિના તંત્ર સાધકે તેનો નિષેધ કરે છે. કુલાર્ણવતંત્રમાં કહ્યું છે કે – मद्यपानेन मनुजो यदि सिद्धिं लभेत वै। मद्यपानरताः सर्वे सिद्धिं गच्छतु पामराः ॥ मांसभक्षणमात्रेण यदि पुण्यमतिर्मवेत् । लोके मांसाशिनः सर्वे पुण्यभाजो भवन्त्विह ।। स्त्रीसम्भोगेन देवेशि यदि मोक्षं ब्रजन्ति वै । सर्वेऽपि जन्तवो लोके मुक्ताः स्युः स्त्रीनिषेवणात् ॥ જે મધપાનથી મનુષ્ય સિદ્ધિ પામતું હોય તે મદ્યપાનમાં મસ્ત બનેલા સર્વે પામ સિદ્ધિમાં જાય. જે માંસ ભક્ષણમાત્રથી ઘણું પુણ્ય થતું હોય તે સર્વે માંસભક્ષી લેકો જરૂર પુણ્યશાળી બને. અને હે દેવી! સ્ત્રીસંગથી મેક્ષમાં જવાતું હોય તે સ્ત્રીનાં સેવનથી આ જગતના સર્વે પણ છે મુક્ત બની જાય.” અન્ય તંત્રમાં પણ આ વસ્તુ પર પ્રહારો થયેલા છે. પણ વિષયાસક્ત લેકે આ પંચમકારને સ્કૂલ અર્થ ગ્રહણ કરીને તેનું સેવન કરવા તત્પર થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66