Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 54
________________ જૈનતંત્રના દેવી-દેવતાઓ પ જૈન તંત્રસાધના આ પાંચ મકાનમાં બિલકુલ માનતી નથી, એ તે તેની મંત્રદીક્ષા સમયના ઉપદેશથી જ જણાઈ આવે છે. જૈન તંત્રસાધનાનું સામાન્ય છેરણ એ છે કે કઈ પણ મંત્ર કે વિદ્યાનું સાધન કરવું હોય તે ઉપવાસ કે આયંબિલ કરવા. આ વખતે બ્રહ્મચર્ય પાળવાનું પણ ફરજિયાત હોય છે. અને તે જ કારણે રેશમ કે રૂની તળાઈમાં ન સૂતા સેંય પર ચટાઈ કે પાટ બીછાવીને સૂવાનું સૂચન છે. વળી મંત્રદીક્ષા સમયના ઉપદેશમાં એ વસ્તુ પણ કહેવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રીને નગ્ન રૂપે કે તેનાં સ્તન ખુલ્લાં હોય ત્યારે જેવી નહિ, તેમજ કન્યા અને ગાયની યોનિનું નિરીક્ષણ કરવું નહિ. આ ઉપરથી બ્રહ્મચર્ય વિષે તેનું ધેરણ કેટલું કડક છે, તે સમજી શકાશે. ૮–જૈનતંત્રના દેવી-દેવતાઓ પ્રાચીન કાળમાં જૈન મંત્રસાધકશ્રી, હી, ધુતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી એ છ દેવીઓની સાધના કરતા હતા, એમ શ્રી ભગવતીસૂત્ર વગેરેમાં આવતા ઉલ્લેખ પરથી સમજાય છે. વળી એક કાળે તીર્થકરની માતાઓની પણ ખાસ પૂજા-ઉપાસના થતી હશે, એમ ચિંતામણિકલ્પ વગેરેમાં આવતાં વિધાને પરથી જાણી શકાય છે. પરંતુ વિશેષ કરીને તે જૈન તંત્રસાધકે સેળ વિદ્યા દેવીઓની તથા તીર્થકરના યક્ષ-યક્ષિણીઓ એટલે કે શાસનદેવ અને શાસનદેવીઓની સાધના કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66