Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 21
________________ તંત્રનું તારણ તથા બીજા યુરોપિયન લેખકોએ જે કંઈ લખ્યું તે આપણે સાચું માની લીધું. તેમણે કહ્યું: “ભારતવાસીઓને ઈતિહાસને શેખ નથી.” તે આપણે એ કબૂલ કરી દીધું. તેમણે કહ્યું: “ભારતવાસીઓનું સાહિત્ય કલ્પનાપ્રધાન છે, તેમાં વાસ્તવિકતા બહુ ઓછી છે, તે આપણે એ મંજૂર રાખ્યું. તેમણે કહ્યું : “ભારતના ધર્મો વહેમથી ભરેલા છે અને તે મંત્ર-યંત્ર-તંત્ર જેવા હંબગો ચલાવે છે તે આપણે તેને રવીકાર કરી લીધું. આપણું બધું ખરાબ, તેમનું બધું સારું' એ વાત આપણાં મનમાં ઠસાવવાનો તેમને ઈરાદો હતા, કારણ કે તે વિના આપણે તેમની સંસ્કૃતિ ગ્રહણ કરીએ નહિ, એટલે આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ રહી. અલબત્ત, તેમાં કેટલાક સત્યપ્રિય ભલા લેખકે પણ હતા, પરંતુ તેમને આ દેશની સંસ્કૃતિનું ઊંડું અધ્યયન નહિ હોવાથી તેમણે અનેક જાતના છબરડા વાળ્યા. પરિણામે આપણામાંના કેટલાય સુશિક્ષિત મંત્ર-યંત્ર-તંત્રને હંબગ માનવા લાગ્યા. આ તે કૂવે ભાંગ પડવા જેવું થયું, એટલે કોને કહીએ અને શું કહીએ? આજે પણ આપણા શિક્ષિત વર્ગની મોટા ભાગે આ હાલત છે અને તેથી તેઓ અઠવાડિકે, માસિકે તથા વર્તમાનપત્રમાં તેની વિરુદ્ધ કંઈને કંઈ લખ્યા જ કરે છે. પરંતુ સત્યશોધક મહાનુભાવોએ આ વસ્તુથી દેરવાઈ ન જતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66