Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 32
________________ બ્રમનિવારણ ૩૧ પ્રકારનું સુખ ઈચ્છતા હોય તેમણે જીભને વશ કરવી ઘટે.” આ સાંભળી કમલને ગુરુનાં બુદ્ધિચાતુર્ય માટે ઘણું માન થયું અને તે મનમાં ને મનમાં તેમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યું. હવે ગુરુએ તેને બીજું વરત પૂછ્યું : ડાળે બેડી સૂડલી, પણ નવ આવે પાંખ; તે થે ફરવા નીકળે, જોયું આખે આંખ; દેહવરણ કાળે નહીં, તે પણ કાળી ચાંચ; ચાંચે ઈંડાં મેલતી, પળ મહીં બે પાંચ. તે ઇંડાં ચાંપે ઘણું, તેય ન ફૂટે એક; વદ તું વત્સ વિચારીને, ધરી હૈયે વિવેક. આ વરતે કમલને સારી રીતે મુંઝ. તે વિચાર કરવા લાગ્યું કે આવી સૂડલી તે કઈ હશે ? જે ડાળે બેસે, તેને પાંખ ન હોય અને ચરવા નીકળે. વળી તેને દેહને રંગ કાળે ન હોય, પણ માત્ર ચાંચને રંગજ કાળે હોય. વળી કઈ પક્ષી ચાંચે ઈંડાં મૂકતું હોય, એમ તે સાંભળ્યું જ નથી અને આ પક્ષી ચાંચ ઇંડાં મૂકે છે. વળી તે વર્ષે, છે મહિને કે બે-ત્રણ મહિને ઇંડાં મૂકતું નથી, પણ પળમાં બે પાંચ ઇંડાં મૂકે છે. અને તે ઇંડાં પણ એવાં છે કે જે ચંપાવા છતાં ફૂટતાં નથી! ખરેખર ! ગુરુએ તે આ વરત પૂછવામાં કમાલ કરી છે.” - જ્યારે ઘણે વિચાર કરવા છતાં કમલને તેને જવાબ જડ્યો નહિ, ત્યારે ગુરુએ કહ્યું: “વત્સ! એને ઉત્તર કલમ છે. તે હાથરૂપી ડાળ પર બેસે છે, તેને પાંખ હતી નથી અને છતાં તે ફરવા નીકળે છે, એટલે કે લેખનનું કાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66