Book Title: Tantronu Taran
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ તંત્રશાસ્ત્રની મહત્તા પિતાની સામે જોઈ રહેવા કહ્યું અને પિતાનાં ઢીંચણ પર તર્જની આંગળી ત્રણ વાર ફેરવી કે રાજાનાં મસ્તકની વેદના શાંત પડી ગઈ. આથી મુસંડરાય અત્યંત પ્રભાવિત થયે અને તેમનાં ચરણે પડી આભાર માનવા લાગ્યું. આ પ્રસંગની નોંધ સાહિત્યમાં સચવાઈ રહી છેઃ जह जह पएसिणि, जाणुयमि पालित्तउ भमाडेइ । तह तह सुसिरवेयणा, पणस्सइ मुरुंडरायस्स ॥ જેમ જેમ પાદલિપ્ત ઢીંચણ પર ટચલી આંગળી ફેરવતા જાય છે, તેમ તેમ મુરુડરાયની શિવેદના દૂર થતી જાય છે.” રાજા અન્યાયના માર્ગે ચાલતા હોય, તેમની જેહુકમીને પાર ન હોય, અને સાધુ-સતીઓની સતામણી થતી હેય ત્યારે આ તંત્રવાદીઓ પોતાનું પાણી બતાવતા અને તેમની સાન ઠેકાણે લાવી દેતા. પાટલીપુત્રમાં દાહક નામે રાજા હતા, જે જુદાં જુદાં દર્શનના વ્યવહારને લેપ કરીને પ્રમેદ પામતે હતે. તેણે નગરમાં વસતા જૈન સંઘને હુકમ કર્યો કે “તમારે હમેશાં બ્રાહ્મને નમસ્કાર કર, નહિ તો તમારે વધ કરવામાં આવશે.” આ આજ્ઞાથી જૈન મુનિએ વિચાર કરવા લાગ્યા કે દેહનો ત્યાગ થાય, તેથી આપણને કંઈ દુઃખ થતું નથી, પણ શાસનની હીલનાથી આપણું હૃદય અત્યંત દુભાય છે.” તે વખતે ત્યાં રહેલા આચાર્યે કહ્યું કે “હાલમાં આર્ય ખપુટાચાર્યના શિષ્ય ઉપાધ્યાય મહેન્દ્ર મુનિ સિદ્ધપ્રાભૂત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66