Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02 Author(s): Rajendra I Nanavati Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદકાલીન શૂદ્ર શુદ્ધત્વ : જન્મથી કે ગુણકર્મથી ? વૈદિક સાહિત્યના અનુશીલનથી એ સ્પષ્ટ થાય છે કે વૈદિક કાળમાં ‘વર્ણનો જન્મ સાથે કોઈ સંબંધ ન હતો. “વર્ણ' શબ્દ “વૃત્ર વૃજે ધાતુના વરણાર્થક અર્થ અનુસાર સમજાવતાં ડૉ. નિરૂપણ વિદ્યાલંકાર૩ જણાવે છે કે, વેદકાળમાં કોઈપણ વ્યક્તિ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર વ્યવસાયનું વરણ કરી શકતી હતી. ઋ. (૯/૧૧૨/૩)માં જણાવ્યા મુજબ એક જ પરિવારના ચાર સભ્યો પૈકી કોઈ બ્રાહ્મણ, કોઈ ક્ષત્રિય કોઈ વૈશ્ય અને કોઈ શૂદ્ર હોય એ સંભવિત હતું. શતપથ બા.માં શ્વાપર્ણ સાયકાયન નામના બ્રાહ્મણ પુરોહિતની ઉક્તિ છે કે તેની સંતતિ ગુણાનુસાર રાજા સાલ્વની પુરોહિત યા ક્ષત્રિય યા વૈશ્ય યા શુદ્ર કાંઈપણ થઈ શકે છે.૧૪ શતપથ બ્રા. (૩/૪/૨/૧૭)માં જણાવવામાં આવ્યું છે કે યજ્ઞ કરાવનાર કોઈપણ વર્ણનો કેમ ન હોય, તે બ્રાહ્મણ બની જાય છે. છાં. ઉપ. (૫/૧૦૭) જણાવે છે કે સારા આચરણ અને ગુણોથી બ્રાહ્મણયોનિ મળે છે અને હીન આચરણથી ચાંડાલ, સૂઅર કે શ્વાનની પશુયોનિ મળે છે. ત્ર8. (૯૧૧૨/૩) પરથી એવું જણાય છે કે લોકોને વ્યવસાય પસંદગીની પૂરી સ્વતંત્રતા હતી. વળી વ્યવસાયના કારણે કોઈને ઊંચ કે નીચ પણ માનવામાં આવતા ન હતા. આમ કરવાનું શકય પણ ન હતું, કારણકે એક જ પરિવારમાં પિતા વૈદ્ય (બ્રાહ્મણ), માતા લોટ દળનારી અને પુત્ર સુથાર (શૂદ્ર) હોઈ શકતાં હતાં. અબુંદ નામના આર્યેતર નાગવંશીય વ્યક્તિએ દેવતાઓને યજ્ઞવિધાનનું શિક્ષણ આપીને અને ઋ. ૧૦૯૪ સૂક્તની રચના કરી બ્રાહ્મણત્વ અને પિત્વ મેળવ્યું હતું, એમ ઐત. બા. (૬(૧૧) નોંધે છે. શત. બ્રા. (૯/૬/૨/૧), (૧૧/૬/૨(૧૦) કૌ. ઉપ. (૪૧) તથા ૨. (૧૦૯૮/૫) વગેરેમાં પણ ગુણકર્માનુસાર વર્ણ પરિવર્તનનાં અનેક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. ગીતાકારે “ચાતુર્વર્ય મયા સૃષ્ટ ગુણકર્મ વિભાગશઃ” અને મનુએ “કો પ્રતા રાખrગ્નેતિ કITY (મનુ. ૧૦/૬૫) કહીને આજ બાબત દર્શાવી છે. આમ વૈદિક કાળમાં શુદ્રને ઉન્નતિના માર્ગે આગળ ધપવામાં કોઈ અંતરાયો ન હતા. સામાજિક સ્થિતિ : ‘પદુભ્યાં શુદ્રો અજાય' એ વાકયનો અર્થ કેટલાક વિદ્વાનોએ એવો કર્યો છે કે જેમ શરીરમાં પગ સૌથી નીચ અંગ છે તેમ જડબુદ્ધિવાદિ ગુણોથી યુક્ત શૂદ્ર પણ સમાજનું નીચ અંગ છે. આ અર્થ બરાબર નથી, એમ જણાવી ડૉ. નિરુપણ વિદ્યાલંકારપ જણાવે છે કે શૂદ્રને આ મંત્રમાં આલંકારિક રીતે અત્યંત ઊંચી પદવી આપવામાં આવી છે. જે રીતે આખું શરીર ચરણોને આશ્રિત રહે છે, તે રીતે આ સમગ્ર સમાજ શૂદ્રોના આધારે રહે છે. પુરુષસૂક્તનું આ આલંકારિક વર્ણન અથર્વવેદના “કુંભસૂક્ત' (૧૦૭) અને ‘ઉચ્છિષ્ટ સૂક્ત' (૧૧/૭) તથા યાપુ (૩)/પ)ના અધ્યયનથી સરળતાથી સમજી શકાય તેમ છે. આ જ વિચારનો પડઘો પાડતાં ડૉ. ગૌતમ પટેલ જણાવે છે કે, શૂદ્રનું સર્જન પગમાંથી માટે વૈદિક સમાજમાં એનું સ્થાન નીચું હતું, એવું ૧૩. ભારતીય ધર્મશાસ્ત્રને જૂની રિતિ, સમિર, મેરઠ, ૨૬૭૨, પ્રથN #. રૂદ્દ. ૧૪. જાઓ, પાદટીપ નં ૯, પૃ. ૨૬૩, જુઓ, પાદટીપ નં. ૧૩, પૃ. ૩૨. વૈદિક સાહિત્ય અને સંસ્કૃતિ, યુનિ. ગ્રંથનિર્માણ બૉર્ડ, ગુજ. રાજ્ય, અમદાવાદ-૬, ૧૯૯૦, દ્વિતીય સંશોધિત આવૃત્તિ, પૃ. ૩૪૦. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 131