________________
પર
સ્થાનાંગસમવાયાંગ: ૧ પાંચ ભેદ પણ ગણાવવામાં આવે છે. તેમાં પ્રથમના ત્રણ ઉપર્યુક્ત, ૪. અભિનિવેશિક અને ૫. અનાગિક છે.
તત્ત્વની પરીક્ષા કર્યા વિના જ કોઈ એક સિદ્ધાંતને સ્વીકારીને બીજાનું ખંડન કરવું તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. જન્મ જિન હોય છતાં જે જેન તત્ત્વની પરીક્ષા કર્યા વિના તે માનીને બીજાના મતનું ખંડન કરે, તે પણ આભિગ્રહિક મિથ્યાત્વી સમજવો, એમ ધર્મ સંગ્રહમાં (પૃ. ૪૦) જણાવ્યું છે. પરીક્ષા કરવામાં અસમર્થ હોય છતાં પરીક્ષકની આજ્ઞામાં રહી જે તત્ત્વનો સ્વીકાર કરે, તો તેવા માષતુષાદિ જેવા ભિક્ષુઓને આભિગ્રહિક મિથ્યાત્વી ન ગણવા એમ પણ ત્યાં જ જણાવ્યું છે. ગુણદેવની પરીક્ષા કર્યા વિના બધાં મંતવ્યોને સરખાં સમજવાં તે અનભિગ્રહિક - મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ પરીક્ષા કરવામાં અસમર્થ એવા મંદબુદ્ધિ છમાં હોય છે. આ મિથ્યાત્વ એટલા માટે છે કે તેવું જાણનાર કેઈ એક માગમાં સ્થિર રહી શકતો નથી. દેવ, ગુરુ અને ધર્મના સ્વરૂપમાં સંદેહબુદ્ધિ રાખવી તે સંશયિત મિથ્યાત્વ છે. શાસ્ત્રોમાં પ્રતિપાદિત સૂક્ષ્મ વિષ વિષે કેટલીક વખત મોટા મોટા સાધુઓને પણ સંશય હોય છે અને તે વિષે તેઓ નિર્ણય બાંધી શકતા નથી, પણ છેવટે તેઓ જિનભગવાને જે કહ્યું છે તે સાચું જ હેવું જોઈએ એમ માની સંશય દૂર કરે છે. એટલે સંશય થયે એટલા માત્રથી તેમને સંશયમિથ્યાત્વો ન કહી શકાય. પણ જેમને સંશય કાયમ ટકી રહે તેમને જ આ મિથ્યાત્વની કેટીમાં ગણવા જોઈએ. પોતાના પક્ષને અસત્ય જાણવા છતાં તેને વળગી રહેવું તે આભિનિવેશિક મિથ્યાત્વ છે. વિચાર અને વિશેષ જ્ઞાનને અભાવ અર્થાત મોહની પ્રબલતમ અવસ્થા –એ અનાગિક મિથ્યાત્વ છે. આ એકેન્દ્રિયાદિ ક્ષુદ્રતમ જંતુઓમાં હોય છે. વિશેષ માટે જુઓ ધર્મસંગ્રહ પૃ. ૪૦થી; ફર્મગ્રંથ ચોથે હિન્દી પૃ. ૧૭૬; લેક પ્રકાશ સર્ગ ૩, ગાત્ર ૬૮૯ થી.
અહીં ગણાવેલા દશ ભેદે આભિગ્રહિકમાં સમાવિષ્ટ છે એમ સમજવું જોઈ એ.
સ્થાનકવાસી પ્રતિક્રમણમાં એક પચીસ પ્રકારના મિથ્યાત્વને પણ પાઠ છે. તેમાં શાસ્ત્રમાં પ્રસંગનુસાર વર્ણવેલા બધી પ્રકારના મિથ્યાત્વને સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
બૌદ્ધગ્રંથ અંગુત્તરમાં (૧, ૧૦થી)–જેઓ અમને ધમ, ધમને અધમ, અવિનયને વિનય, અભાષિતને, ભાષિત, અનાચીને આચર્ણ, આચીને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org