Book Title: Siddhahemshabdanushasana Part 1 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 7
________________ દરેક અધ્યાયના ચાર પાદ હોય છે. પ્રથમ અધ્યાયના પ્રથમ પાદમાં કુલ બેંતાલીસ સૂત્રે છે. આ પાદમાં પ્રસ્તુત વ્યાકરણમાં જેમને ઉપગ થવાને છે એવી સંજ્ઞ, એને ગ્રંથકારે સમજાવેલ છે. સિદ્ધહેમશબ્દાનુશાસનમાં ગ્રંથકારે પ્રારંભમાં જ પ્રથમ સૂત્ર દ્વારા સૂત્રરૂપે અષ્ટાધ્યાયીને નિર્વિઘ સમાપન માટે “અર્દ” એવું પ્રથમ સૂત્ર મંગલાચરણરૂપે રચેલ છે. અર્હમ્ શબ્દ જૈન પરંપરામાં અને બૌદ્ધપરંપરામાં પણ પ્રસિદ્ધ છે. પૂજા અર્ચના સૂચક “મટું' ધાતુ દ્વારા મર્દ શબ્દ બનેલ છે. તે દૂતે इति अहम् अथवा यम् अर्हन्ति अर्चन्ति-पूजयन्ति स अहः तम् अहम् અર્થાત્ જે પૂજનીય છે, આદરણીય છે, સમ્માનનીય છે, તેને માટે કહ્યું શબ્દને પ્રયોગ થયેલ છે. આચાર્ય હેમચંદ્ર પોતાની સિદ્ધહેમશબ્દાનુશાસન બહદ્રવૃત્તિમાં જણાવેલ છે કે વ્યાકરણ શાસ્ત્ર કોઈ એક અમુક ધર્મ કે અમુક સંપ્રદાયનો ગ્રંથ નથી પણ તે સંસ્કૃત ભાષાને શીખવા ઇરછતા તમામ વિદ્યાર્થીઓ માટે ગ્રંથ છે. એટલે એનું મંગલાચરણરૂપ સૂત્ર માત્ર જૈન પરંપરાને જ અનુસરીને ન હોય. પણ ભારતીય સમગ્ર સમાજ દ્વારા સંમાન્ય તમામ ધર્મને અનુસરીને હેવું જોઈએ આ દૃષ્ટિએ ગ્રંથકારે મમ્ શબ્દ દ્વારા વિષ્ણુ ભગવાનને અને મહાદેવ ભગવાનને તેમજ બ્રહ્માજીને પણ સંભારેલ છે. તથા મમ્ શબ્દ બૌદ્ધ પરંપરામાં તથા જૈન પરંપરામાં પ્રસિદ્ધ હેવાથી તે શબ્દદ્વારા બુદ્ધ ભગવાનને અને જિન ભગવાનને પણ યાદ કરેલ છે. ગ્રંથકાર કહે છે કે મર્દ શબ્દને આદિને આ વિષણુને વાચક છે, બ્રહ્માજીને વાચક છે. તથા હૂ હર–મહાદેવજીને વાચક છે. તથા છેવટે જે અનસ્વારસહિત અર્ધચંદ્રાકાર નિશાન છે તે નિર્વાણનું સૂચક છે, એટલે એ નિશાન દ્વારા તમામ નિર્વાણુવાદીને યાદ કરવાના છે. આ રીતે આ શબ્દાનુશાસન સર્વ સાધારણ હોવાથી તેનું આદિમ સૂત્ર ભારતીય તમામ મુખ્ય દેવોને યાદ કરવા માટે રચેલ છે. “સોચતે વિષ્ણુ, રે ગ્રેહામ વ્યવસ્થિતઃ | રેગ ટ્રક પ્રોવતઃ તત્તે પરમં વર” -સિહહેમશબ્દાનુશાસન બહવૃત્તિ મર્દ સૂત્ર ઉપરને ન્યાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 808