Book Title: Siddhahemshabdanushasana Part 1 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 6
________________ પ્રાસ્તાવિક યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બેડનું મુખ્ય લક્ષ્ય એ છે કે યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સહાયભૂત થવું. ઊંચા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ પ્રકારના ઉચ ધરણેને યોગ્ય પુસ્તકે કોઈ સંસ્થા પ્રકાશિત કરતી નથી તે ચા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સારું પ્રસ્તુત છે! વિશેષ સહાયક થવા સતત પ્રયાસ કરતું રહે છે. જેઓ પ્રાકૃત ભાષા–અર્ધમાગધી–ભાષાના અધ્યયન માટે ઉદ્યમશીલ વિદ્યાર્થીઓ છે, તેમને માટે બેડે ‘રેરા રાત્રે સંગ્રહ' નામનું પુસ્તક પ્રકાશિત કરેલ છે. અને હવે સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ શાસ્ત્રના આઠ અધ્યાયવાળા પ્રાચીન વ્યાકરણરૂપ પુસ્તકમાંના શરુના ચાર અધ્યાયના અનુવાદવાળું આ બીજું પુસ્તક પ્રકાશિત થાય છે. બેડ સંસ્કૃત ભાષાના અભ્યાસી છાત્રો માટે પણ સાહિત્ય પ્રકાશિત કરે છે અને પ્રાકૃત ભાષાના અભ્યાસી માટે પણ સંશોધિત પુસ્તક પ્રકાશિત કરે છે. દેશીશબ્દસંગ્રહ પુસ્તક દેશી પ્રાકૃત શબ્દોના કેશ રૂ૫ છે. અને એ પ્રાકૃત ભાષાના અભ્યાસી માટે ઉપયોગી છે. અને સિદ્ધહેમશબ્દાનુશાસન લધુવૃત્તિના ચાર અધ્યાયાવાળું પ્રસ્તુત સંસ્કૃત વ્યાકરણનું સરળ પુસ્તક સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે ઉપયોગી નીવડે એવું છે. આપણે ત્યાં સંસ્કૃત ભાષાના અભ્યાસ માટે પાણિનીય વ્યાકરણને અભ્યાસ પ્રચલિત છે. પ્રસ્તુત પ્રગટ થનારું પુસ્તક ગુજરાતના પ્રખ્યાત આચાર્ય શ્રી હેમચંદ્રપ્રણીત સિદ્ધહેમશબ્દાનુશાસનમાંના ચાર અધ્યાયરૂપ છે. પ્રસ્તુત પુસ્તકના કુલ આઠ અધ્યા છે. તેમાંના શરૂના સાત અધ્યાયે દ્વારા ગ્રંથકારે સંસ્કૃત ભાષાના વ્યાકરણને નિરૂપેલ છે અને છેલ્લા આઠમા અધ્યાયમાં પ્રાકૃત, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ એ છ ભાષાઓના વ્યાકરણનું વિશદપણે નિરૂપણું છે. પ્રસ્તુત પ્રથમ ભાગના ચારે અધ્યાયોને સવિસ્તર પરિચય નીચે આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 808