Book Title: Siddhahemshabdanushasana Part 1 Author(s): Bechardas Doshi Publisher: University Granth Nirman Board View full book textPage 4
________________ પ્રકાશકનું પુરવચન કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ માટે યુનિવર્સિટી કક્ષાએ પ્રત્યેક વિદ્યાશાખા માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર થવી જોઈએ. એ હેતુથી કેન્દ્રીય સરકારે આર્થિક સહાય આપીને પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી કક્ષાના પુસ્તક અને સાહિત્ય પ્રકાશિત કરવાની યોજના ઘડી અને તેને સાકાર કરવા માટે ૧૯૭૦માં આ બોર્ડ રચવામાં આવ્યું. કેન્દ્ર સરકાર તરફથી આ કાર્ય માટે મળતાં અનુદાને ઉપરાંત એપ્રિલ ૧, ૧૯૭૬ થી આ યોજનામાં રાજ્ય સરકારે પણ અમુક અનુદાન આપવાનું સ્વીકાર્યું છે. આ યોજનામાં રાજ્યની યુનિવર્સિટીઓના પ્રાધ્યાપક અને અન્ય વિદ્વાનો દ્વારા યુનિવર્સિટી કક્ષાના અભ્યાસક્રમને આવરી લેતાં પાઠયપુસ્તકે અને અન્ય સંદર્ભગ્રંથે પ્રકાશિત કરવામાં આવ્યા છે, અને એ કાર્ય હજુ વણથંળ્યું ચાલુ જ છે. આ ગ્રંથનિર્માણ યોજનાના એક ભાગ રૂપે સંસ્કૃત-પ્રાકૃત ભાષાનાં વ્યાકરણ પણ ટીકાટિપ્પણી સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. એટલે આ યોજના હેઠળ આચાર્યશ્રી હેમચન્દ્ર વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન પ્રકાશિત કરતાં આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે એનું સંપાદન–અનુવાદન–વિવેચન આ વિષયના જ્ઞાતા અને અનુભવી વિદ્વાન પંડિત બેચરદાસજીએ સ્વીકાર્યું છે. પુસ્તકમાં પૃષ્ઠ સંખ્યા ઘણી મોટી હોવાથી સરળતા ખાતર પુસ્તકને નીચે પ્રમાણે ત્રણ ખંડમાં પ્રસિદ્ધ કરવાનું નકકી કર્યું છેઃ ખંડ ૧...અધ્યાય ૧ થી ૪ ખંડ ૨..અઠ્યાય ૫ થી ૭ તથા ધાતુપાઠ ખંડ ૩...અધ્યાય ૮ (પ્રાકૃત વ્યાકરણ) તેને આ ખંડ ૧ વાચકોને સાદર કરતાં આનંદ થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 808