________________
૯
ભાગ ૨
મહારાજશ્રી નિરાશ થવાનું નથી. કષાયોનો નિગ્રહ કરવાનો સંકલ્પ કરો. “મારે કષાયો ઘટાડવા જ છે.” આવો સંકલ્પ કરીને કષાયો ઘટાડવાની યોજના બનાવો. યોજનાનું સ્વરૂપ બતાવું છું :
સર્વ પ્રથમ તમે એવી વાતોની નોંધ કરો કે કેવી કેવી વાતોમાં તમને ક્રોધ આવે છે. કેવી કેવી વાતોમાં અભિમાન આવે છે. ક્યારે ક્યારે માયા-કપટ કરવાની ઇચ્છા થાય છે. ક્યારે લોભ ઊછળે છે.
-
આ નોંધને આધારે વિચાર કરો કે તમે ક્યાં ક્યાં ક્રોધ, અભિમાન, માયા અને લોભથી બચી શકો એમ છો. ક્યાં ક્યાં ક્રોધાદિ ટાળી શકો એમ છો. તમને લાગે કે "આવા આવા સંજોગોમાં ક્રોધ વગેરેથી બચી શકતો નથી” તો એની નોંધ કરો.
મને ક્રોધ આવશે તો હું બીજે દિવસે મીઠા વગરનું ભોજન કરીશ, વધારે પ્રમાણમાં ક્રોધ આવશે તો બીજે દિવસે ઉપવાસ કરીશ અથવા સો રૂપિયા અનુકંપા-દાન આપીશ.' આ રીતે જાતે જ દંડનો સ્વીકાર કરવો.
આ રીતે અભિમાન થતાં, માયા-કપટ થતાં, લોભ થતાં સ્વયં દંડનો સ્વીકાર કરવો.
એવાં પુસ્તકો વાંચવાં કે જે વાંચવાથી કષાયો પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થાય. કષાય કરવાનાં કટુ પરિણામોનું જ્ઞાન થાય અને ક્ષમા-નમ્રતા-સરળતાનિર્લોભતાનું જ્ઞાન થાય.
ક્રોધી, અભિમાની, માયાવી અને લોભીને મિત્ર ન બનાવવો. જો મિત્ર હોય તો ત્યજી દેવો. આવા ક્રોધી વગેરે લોકો પાસે બેસવું નહીં. વધારે વાતિલાપ ન કરવો.
દ્વેષ-ઈર્ષા-ઘૃણા-તિરસ્કાર, અભિમાન, કપટ, લોભને વધારનારાં પિક્ચરો ન જોવાં. કષાયો પર વિજય મેળવવો હોય તો સિનેમા-નાટક જોવાં બંધ કરવાં. ગમે તેમ કરીને કષાયો પર કાબૂ મેળવવો જોઈએ. કષાયોનો નિગ્રહ કરવો જિનશાસનનો સાર છે.
સાધર્મિક વાત્સલ્ય ઃ
જેમ કષાય-નિગ્રહ સારભૂત તત્ત્વ છે તેવી રીતે સાધર્મિક વાત્સલ્ય પણ સારભૂત તત્ત્વ છે. "વાત્સલ્ય”ના પ્રકારો તમને બતાવ્યા છે. સર્વ પ્રથમ તો સાધર્મિકો પ્રત્યે મૈત્રીભાવ હોવો અતિ આવશ્યક છે. મૈત્રીભાવ હશે તો જ સાચું વાત્સલ્ય હૃદયમાં ઉત્પન્ન થઈ શકશે. કોઈ પણ સાધર્મિક પ્રત્યે દ્વેષ-તિરસ્કાર-ઘૃણા કરવી નહીં. તમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org