Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પૂ. બાપજી મહારાજ તે હવે ચાલ્યા ગયા છે પણ એમનાં અનેક સંસ્મરણે સગુણ આપણને આપતા ગયા છે. એમાંના બને તેટલા ગુણના સ્વીકારમાં જ એમનું સાચું સ્મરણ રહેલું છે. - કીતિની કામનાથી મુક્ત એવા વયેવૃદ્ધ અને તપસ્વી આપજી મહારાજના આત્માને વારંવાર ભાવપૂર્વક વંદના કરી વિરમું છું. સ્વ. આચાર્ય શ્રીમદ મેઘસૂરીશ્વરજી મહારાજશ્રીનો
ક જીવન–પરિચય. ગુજરાતમાં સુરત બંદરની પાસે રદેર નામનું સુંદર અને શુશોભિત નામીચું ગામ છે. તેમાં જૈનેતર સાથે જૈનોની પણ સારી વસ્તી છે. દહેરાસર, ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થાનોને લઈ ગામની શોભા અતિ અધિક વૃદ્ધિ પામી છે. તેમાં ધર્મ શ્રદ્ધાળુ જયચંદભાઈ તથા તેમના ધર્મપત્ની જમનાબાઈ હતા. જમનાબાઈની કુક્ષીથી હરાકર ને નંદકેર નામે બે પુત્રી અને એક પુત્ર જેમનું નામ મુળચંદભાઈ હતું. પુત્રને જન્મ સં. ૧૯૩૨ ના માગસર સુદ ૮મે થતાં માતાપિતાના ધાર્મિક સંસ્કાર તેમજ લમીમાં અધિવૃદ્ધિ થઈ આથી માતાપિતાના હર્ષને પાર ન રહ્યો; પરંતુ કુદરત આગળ કેઈનું કંઈ ચાલતું નથી. અને મુળચંદભાઈ પાંચેક વર્ષના થતાં જયચંદભાઈ પરલોક સીધાવ્યા. આ વિરહ છતાં માતાના લાલનપાલનથી મુળચંદભાઈને આ વિરહ કંઈ જણાયે નહિ. જ્યારે મુળચંદભાઈ આઠ વર્ષના થયા ત્યારે માતાજી પણ સ્વર્ગે સિધાવ્યાં. પિતાના સ્વર્ગવાસ અને માતાના સ્વર્ગવાસથી મુળચંદભાઈને ખુબ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org