________________
"n
કુંભ
સ્થાપન
વિધિ
Jain Education International
કુંભની અંદર ચોખા, સોપારી, સવારૂપિયો અને પંચરતની પોટલી ત્રણ નવકાર ગણી મૂકાવવી. ઉભા થઇને નવકાર અથવા મોટી શાંતિ ભણતાં અબોટજળની અખંડધારાએ કુંભ પરિપૂર્ણ ભરવો. કુંભને કંઠે નાગરવેલનાં ચાર-પાંચ પાન સવળા સ્થાપન કરવા ને ઉપર શ્રીફળ મુકવું.
લીલો અથવા રાતો એક મીટરનો રેશમી કકડો ઢાંકીને (મીંઢળ, મરડાસીંગ, ધરો, ડાભ અને નાડું) ગ્રીવાસૂત્ર બાંધવું. વરખ છાપવા.
પછી કેસર અને પુષ્પથી પૂજા કરવી, ફૂલનો હાર પહેરાવવો.
જે સ્થળે કુંભ સ્થાપવો હોય ત્યાં કંકુનો સાથિયો કરી ચોખા-સોપારી મૂકવા, ઉપર વ્રીહિ (ડાંગર) શેર સવાનો સાથિયો કરવો. [અગાઉથી તૈયાર કરવો] [બિંબ જે સ્થાને હોય તેની જમણી બાજુમાં અથવા જે સ્થળે બિંબ સ્થાપવાનાં હોય તેની જમણી બાજુમાં કુંભ સ્થાપના કરવી.]
કુંભ (કુમારિકા) અથવા સૌભાગ્યવતી સ્ત્રીને માથે મૂકાવી દહેરાસર ફરતી શક્ય ન હોય તો ત્રિગડા ફરતી ત્રણ પ્રદક્ષિણા વાજતે ગાજતે થાળી વગાડતા દેવી.
પછી જ્યાં સાથિયો છે, જ્યાં કુંભ સ્થાપના કરવાની છે ત્યાં શ્વાસ સ્થિર રાખીને નવકાર ગણતા કુંભને સ્થિર સ્થાપન કરવો.
કુંભને સ્થાનકે બાજુમાં અખંડ દીપ રાખવો ત્રિકાળ ધૂપ કરવો.
For Personal & Private Use Only
* * * * * *
******* * * * * * *
કુંભ
સ્થાપન
વિધિ
www.jainelibrary.org