________________
કુંભસ્થાપનવિધિ
कुंभ स्थापनविधि કોઇપણ શુભકાર્યની શરૂઆતમાં માંગલિક ક્રિયા તરીકે કુંભસ્થાપના કરવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને શાંતિસ્નાત્ર - બૃહદ્ અષ્ટોતરી સ્નાત્ર, પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકા વિ. અનુષ્ઠાનોમાં કુંભસ્થાપના કરવી આવશ્યક છે.
કુંભસ્થાપના માટે કુંભચક્ર - શુભમુહૂત વિ. જોવું પડે છે.
પ્રથમ સ્નાત્ર ભણાવવું - આરતી-મંગળદીવો-શાંતિ કળશ કરવાં નહિ. કુંભસ્થાપના શક્ય હોય તો | સજોડા પાસે કરાવવી. પ્રથમ કુંભસ્થાપન કરાવનારને જમણે હાથે મીંઢળ મરડાસીંગ બાંધવું. (ઉપર જણાવ્યા પ્રમાણે આત્મરક્ષા કરાવવી) કપાળમાં સોનેરી બાદલું લગાડી તિલક કરવું. મુગટ વિ. બાંધવા. પછી અષ્ટમંગલનો ઘડો જેને ધોઇ ધૂપીને સાફ કરી તેના કંઠે નાડાછડી અથવા મીંઢળ બાંધવું. પછી
“ૐ હૂ શ્રી સર્વોપદ્રવાન્ નાશય ના વાદા' આ મંત્ર કેસરથી અઘેડા અથવા સરેડાની લેખનથી કુંભ ઉપર લખવો. કુંભમળે કેસરનો સ્વસ્તિક (સાથિયો) કરવો, ધૂપદેવો, પછી કુસુમાંજલીએ કુંભને વધાવવો અને કંકુના કેસરના છાંટા નાખવા.
કુંભસ્થાપનવિધિ
૪
Inn Education in
For Personal & Private Use Only