________________
હોવા જોઈએ પરંતુ તે પત્ર અથવા પત્રે પ્રતિમાંથી જાય છે. દરેક પત્રની દરેક પૃષ્ટિમાં પંક્તિઓ ૧૪-૧૪ છે. તે દરેકમાં અક્ષરે ૫૩ થી ૬૦ છે. આ પ્રતિ લીપી સૌષ્ઠવ તથા હાલત સારી છે. પ્રતિ અપૂર્ણ હેવાથી લખનાર લખાવનારની પ્રશસ્તિ કે પુષ્પકા જેવું કાંઈ નથી. છતાં જે જોઈએ તે આ પ્રતિમાં જરૂર છે, અને તે ટીકાકાર મહારાજની પ્રસ્તિનાં સાતે પદ્યો. શ્રી બહુત ટીપ્પણિકા તથા જૈન ગ્રંથાવલી (કોન્ફરન્સ) તથા જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (શ્રી મોહનલાલ દલીચંદ ) આ સર્વેમાં આ. શ્રી વિદ્યાતિલકસૂરિજીની ૧૨ પર બ્લેક પ્રમાણ ૧૦ સની ટીકા હેવાને જે ઉલ્લેખ મળે છે તેને પ્રમાણિત કરવાને સુયશ મોટે ભાગે આ અને જેન ભંડારમાં આવી બીજી જે પ્રતિ હોય તેના ફાળે જાય છે. આથી જ અમારા પ્રસ્તુત સંસ્કરણમાં આ પ્રતિનું મૂલ્ય અમે ખૂબ જ મહત્વનું લેખીએ છીએ. આ પ્રતિ સતરમાં સૈકાને અતિ ભાગમાં લખાએલી જણાય છે.
દાર્શનિક અભ્યાસીઓ માટે અત્યંત જરૂરનું આવું ઉત્તમ સરલ માર્ગદર્શક ન્યાય તર્કની સીધી કેડીએ પ્રવેશ કરાવનાર સાહિત્ય તેના આજુબાજુનાં ઉપયોગી અંગે સાથે લગભગ સંપૂર્ણ ગણાય તેવા સંપાદન સાથે અદ્યતન ઢબે પ્રકાશિત કરવાનું જે સદ્ભાગ્ય આ સંસ્થાને પ્રાપ્ત થાય છે તે બદલ ખાસ તે સંપાદક મહાત્મા “આગમપ્રજ્ઞ શ્રી જૈન સંઘના પરમ ઉપકારક ગુરૂદેવ પૂજ્યપાદ સુવિહિતાગ્રણિ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના પટ્ટપ્રભાવક આચાર્યદેવ વિજય. જંબુસૂરીશ્વરજી મહારાજ સાહેબના અમો ઘણું જ રૂણી છીએ. તેઓશ્રોના પુણ્યસ્મરણ સાથે આ ગ્રંથ પ્રકાશનમાં જે પૂજ્ય આદિ તરફથી અમને ઉપર્યુક્ત પ્રતા વિગેરે સાહિત્ય મળ્યું છે તે સર્વને આ તકે અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથમાં કોકાકાર મહર્ષિએ ટીકાન્તર્ગત સાક્ષી ગાથાઓ ૭૧ આપી છે તથા સંપાદક મહાત્માએ ટિપ્પણો ૧૪૬ કરેલાં છે, જે ઉપરથી તેઓશ્રીએ સેવેલ અતિ શ્રમને વાંચકને સુંદર ખ્યાલ આવી શકશે.
ઉપરાંત પૂજય શ્રી ગુરૂદેવનું સં. ૨૦૦૦ની સાલનું શુભ ચાતુમાંસ