Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 13
________________ ભવનાં દુ:ખિયારાં ગગા અને સોન નદીનાં નીર જ્યાંથી વળાંક લેતાં હતાં, એ નગરને એક નિર્જન છેડે, તીર પરના આંબાવાડિયા પાસે, રાજ ગૃહીના ગગનચુંબી કોટની મર્યાદા જ્યાં પૂરી થતી હતી ત્યાં બસોએક કૂબાની વસતી આવેલી હતી. આ કૂબાઓમાં રાજગૃહી ચાંડાલો વસતા હતા. આ ચાંડાલોનો ઇતિહાસ આર્યાવર્તથીય જૂનો હતો. જે વેળા સંસ્કૃતિ અને સામ્રાજ્ય સ્થાપવા માટે આર્યોનાં ટોળાં હિમાચલ ઓળંગી આ તરફ આવ્યાં ત્યારે દસ્યઓનાં રાજ હતાં. આ દસ્યુઓને આર્યોએ અનાર્ય કહ્યા અને એમને પરાજિત કરી આર્ય સામ્રાજ્ય જમાવ્યું. આ મહામના આર્ય સામ્રાજ્ય ઘણા વિક્રમો સર્યા. ઘણાને પોતાની ગોદમાં સમાવ્યા. કેટલાયને પોતાના કુળમાં મેળવ્યા. પણ વિજયીનો ગર્વ ભંડો છે. કાળક્રમે મોટું મન નાનું થયું. એ નાના થયેલા મને ઊંચનીચની પછી પોતાને મનગમતી રચના કરી. એકનો સ્થાપિત હક્ક બીજા છીનવી ન શકે, એ કની જન્મજાત મોટાઈ બીજો હણી ન શકે એ માટે પ્રજાના ભાગ પાડ્યા. આ ભાગલામાં બળિયા બે ભાગ પડાવી ગયા, અને સારાંશે જેના ભાગ્યમાં મોટું મીંડું આવ્યું અથવા જેઓને ભાગ અસ્પૃશ્યતા, હીનતા આવી તે શુદ્ર કહેવાયા ! ચાંડાલ એ શૂદ્રની એક જાત, આ જાત માથે ગામનગરની ગંદકી દૂર કરવાની ફરજ અને એ ગંદકી ગામમાં પાછી ન આવે એ માટે એની પાસે જ પડયા રહીને ગંદકીની ચોકી કરવાની ફરજ ! રાજમાર્ગ પર જ્યાં બીજા ઉચ્ચ વર્ગના લોકો ચાલતા હોય, ત્યાં આ લોકોને ચાલવાની તો શું, ખોંખારો કરવાની કે ઘૂંકવાની પણ મનાઈ ! ભલા ! સૂરજ પાસે અંધકારનું શું કામ ? ગામમાં મહામારી, મરકી ને બીજા રોગો ફાટી નીકળે, તો તો આ લોકોનું આવી બને ! એક તો એમની આસપાસ થરા જમાવીને પડેલી ગંદકી એમનું સત્યાનાશ વાળતી; જ્યારે બીજી તરફ ઉચ્ચ-વર્ણોની જોહુકમી સર્વનાશનું બાકીનું કામ પૂરું કરતી. છતાંય કુદરતની કોઈ પ્રેરણા હશે કે આ વસ્તી ઉજજડ ન બનતી. એમને ત્યાં વારસદારની તાણ ન પડતી. જે બાળકો માટે દુનિયા તલસતી, તે બાળકો એમને ત્યાં અભરે ભર્યા હતાં, જાણે દુનિયાના જીવો આ ભાગમાં જ જન્મવાનું વિશેષ પસંદ કરતા હતા. પણ અહીં જન્મનારના ભાગ્યમાં જન્મતાંની સાથે અંધારામાં ઘોર પડે વીંટળાઈ વળતાં. અહીંના બાળકની તાકાત, તમન્ના ને તેજ આ ગંદકીમાં ગારદ થતાં અને જે ગારદ થવા ન ઇચ્છતા તેઓ ઊજળી જાતિઓ સામે વેરે ચડતા. આ જ કુબાઓનો જૂનો ને જાણીતો વાસી રોહિણીઓનો દાદો ! પૂરો પડછંદ ને જબરો પરાક્રમી નર ! ગંગાનાં કોતરો તો એને મન રમવાનાં ઘર ને ઘોડાપૂર પાણી તરવાં તો એને મન બાળકની રમત ! એની મૂછોના વળાંક ને આંખોની લાલાશ પાસે ભલભલા યોદ્ધાઓ ઝાંખા પડે. આ બળિયાને એક દહાડો પોતાનું કુલ કર્મ આ કરું, લાગ્યું ને એણે યોદ્ધાનું જીવન જીવવું પસંદ કર્યું. યોદ્ધા તરીકેની એકેએક લાયકાત એનામાં હતી. ઘોડેસવારી, તીરંદાજી, પટાબાજી - કોઈ વાતે ખામી નહોતી, પણ એનું કુળ એની આકાંક્ષાઓની આડે આવ્યું. ઘોડેસવારીને બદલે ઘોડાસરની રખવાળી ને છાણ-વાસીદાનું કામ એને મળ્યું. વનના વાઘની સામે ઘુઘવાટા લેનારને આ હીણું કામ ગમે ? એણે નગરયોદ્ધા ન બનાય તો વનયોદ્ધા બનવાનું પસંદ કર્યું. સરખેસરખા જુવાનિયાઓને લઈને એણે ગંગાને પેલે તીર પોતાની પલ્લી બાંધી. ચોરી ને લૂંટફાટ કરી એણે પોતાનું નાનું શું રાજ્ય જમાવ્યું. એ એનો રાજા બન્યો. ભલભલાના નાકમાં રોહિણીઓના દાદાએ દમ લાવી દીધો. મોટા રાજ્યો એનાથી ધ્રુજવા લાગ્યાં. આ પછી એક દહાડો અચાનક શુદ્રોમાં નવો પ્રકાશ આવ્યો. શૂદ્ર એ પણ માનવ ! માનવતાનો એ પૂરો અધિકારી ! શાસ્ત્ર એ ભણી શકે ! પવિત્ર એ થઈ શકે ! ક્રિયાકાંડ એ કરી શકે ! મોક્ષમાર્ગ એ મેળવી શકે ! ઊંચનીચની નવી વ્યાખ્યા આવી. ઊંચાં કૃત્ય કરે તે ઉચ્ચ ! નીચ કૃત્ય કરે તે નીચ ! ઓહ ! કેવો પ્રકાશ ! કેવી મોટી વાતો ! રંકના પાત્રમાં ખીર પડે ને રે કે એને છાશ માનીને ચાલે એમ બન્યું. વર્ષોથી અંધકારમાં રહેલ શૂદ્રો સર્વ પ્રથમ આ પ્રકાશ ન ઝીલી શક્યા. એમણે પોતે જ પ્રકાશને આવતો ખાળવા પોતાનાં કમાડ ભીડ્યાં. એ કમાડ ભીડનારાઓમાં મુખ્ય આગેવાન આ રોહિણીઓનો દાદો હતો ! એણે છડેચોક કહ્યું કે, શૂદ્રોનો સમૂલ નાશ કરવા આ કાવતરું યોજાયું છે. મેં ધર્માચાર્ય ને ધર્મગુરુઓને ત્યાં જઈને, કેટલેય દૂર રહીને, એમની લાંબી દાઢીઓને સાષ્ટાંગ ભવનાં દુઃખિયારાં E 9

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122