________________
એક સુંદર સ્ત્રી ઊભી હતી. વયમાં તો વિરૂપાથી મોટી હશે, પણ લાવણ્ય હજી ઊભરાઈ રહ્યું હતું. વિરૂપા કંઈક ગવાક્ષ નીચે ઊભી રહીને પોતે સાવરણાથી રાજમાર્ગ પર પાડેલી ભાત તરફ જોતાં બોલી : - “ બા, ઊગતે પહોર અશુભ દર્શન કાં ?'
“અશુભ દર્શન ?” એમ બોલતી ગવાક્ષમાં ઊભેલી સુંદરી એકદમ નીચે ઊતરી આવી. નિસરણી ઊતરતાં નૂપુરોએ જાણે એક નવો રમઝમાટ જ ખડો કરી દીધો. હવેલીના બગીચાની દીવાલે આવીને આ સુંદરી ઊભી રહી ગઈ.
રાત્રિ અને દિવસ ! પૂર્વ અને પશ્ચિમ ! શશી અને સૂર્ય ! બધાને પોતપોતાનું અનોખું રૂપ છે, અને એકબીજાની મૌલિક ભિન્નતાને લીધે એકથી બીજું ભિન્ન રૂપ અરૂપ નથી કરતું ! બરાબર આ બે સુંદરીઓ માટે તેમજ કહી શકાય. એકના રૂપમાં પૂર્વ દિશાની મીઠાશ હતી; બીજીમાં પશ્ચિમની મધુરપ હતી, એકના રૂપમાં રાત્રિની ભવ્યતા હતી. બીજીના રૂપમાં દિવસનો ઝગમગાટ હતો.
ગવાક્ષથી ઊતરી આવનાર સુંદરીએ તાજું સ્નાન કર્યું હતું. કદલીદલ જેવા કોમળ અવયવો પર એની સ્નિગ્ધતા ચમકતી હતી, એણે એક બહુમૂલ્ય પટકૂળ પહેર્યું હતું ને આછું. ઓસમાની ઉત્તરીય ઓઢચું હતું. કેડે મોટી રત્નજડિત મેખલા ઝૂલતી હતી. કંઠમાં અનેક જાતની રત્નાવલિઓ પુષ્ટ થયેલા વક્ષસ્થળ ઉપર હિલોળા ખાતી હતી. હાથ અને પગે શણગારનો કોઈ અન્ન નહોતો. તાજી ગૂંથેલી વેણીમાં ચંપાનાં ફૂલ ગૂંચ્યાં હતાં, ને સેંથો સિંદૂરથી ભરેલો અને હીરાજડિત દામણીથી સુશોભિત હતો.
આટઆટલાં રૂપ અને સુશ્રી સામે ઊભેલી અલંકારહીના, અજ્ઞાતા વિરૂપા પણ કોઈ રીતે હીણી નહોતી લાગતી. બંને પોતાના સ્વતંત્ર રૂપલાવણ્યથી અનોખી રીતે શોભતાં હતાં.
“સખી સુરૂપા !” હર્યવાસિનીની સુંદરી બોલી. નહીં, નહીં, બા ! હું તો ચાંડાલણી વિરૂપા !'”
અલ્યાં, તમે તો ઘેલાં લાગો છો ! રોજ શ્રમણ ભગવાનના ઉપદેશની વાતો કરો છો, અને હજી ચાંડાલ ફૂટ્યા કરો છો ! તમારાં લોકોનાં દર્શન અશુભ : તમે લોકો અપશુકનિયાળ : આવી આવી ભાવનાઓ તમારા મનમાંથી ક્યારે દૂર કરશો ?” ગવાયથી ઊતરી આવેલી સ્ત્રીએ નિરાશામાં હાથ પછાડવા. એ હાથનાં કંકણ પણ એક નવું કાવ્ય સરજી બેઠાં.
શેઠાણી બા, ડાહ્યાં થઈને કેમ ભૂલો છો ? શ્રમણ ભગવાનનો ઉપદેશ એ નથી કે અમે અમારી જાતને ચાંડાલ ન કહીએ અને બ્રાહ્મણ કહીએ. એમનું તો કહેવું
છે કે ચાંડાલ કુળની હીનતા ભૂલી જાઓ ! હીનતા ગઈ એટલે ન કોઈ ઊંચું કે નીચું ! સહુ સરખાં !” વિરૂપાએ ગંભીર રીતે જવાબ આપ્યો.
સવાલાખની વાત છે તારી સરૂપા ! હું તો તને જોઉં છું ને કર્મની ગતિને યાદ કરું છું. અલી સખી.”
“જુઓ, પાછાં સખી અને સુરૂ પા કહેવા માંડ્યાં ?" વિરૂપાએ લાડમાં ટોળ કરતાં કહ્યું.
હું તો એ જ કહેવાની ! તારા દેદાર સામું તો જો ! અલી, હવે તો તું મોગરાની વેલની જેમ ફૂલીફાલી રહી છે.” શેઠાણીએ વિરૂપાના પુષ્ટ થયેલા અવયવો ઉપર એક ઊડતી નજર નાખતાં કહ્યું.
બા, ગરીબની મશ્કરી કરશો મા ! મને તો સાત પૂરા થયા. તમને ?”
એ જ, આઠમો અધવાર્યો. પણ મારું તો શું...” શેઠાણી બોલતાં બોલતાં થંભી ગયાં. લજામણીના છોડને સ્પર્શ થતાં જેમ પાંખડીઓ સંકોચાઈ જાય, એમ એમનું મુખ લેવાઈ ગયું. સ્વર કંઈક ભારે થઈ ગયો. વેદનાભર્યા અવાજે આગળ ચલાવ્યું : “સુરૂ પા, ભયંકર લાવારસ જેવી ગરમી મારા કોઠામાં સડસડે છે. એ ગરમી બાળકનાં હાડચામને ચૂસી લે છે, ને જન્મતાંની સાથે બાળકના પ્રાણ હરી લે છે. પાંચ પાંચ વાર પ્રસૂતિની પીડા ભોગવી, પણ મુજ અભાગણીને એકે જર્યું ન જીવ્યું...” શેઠાણીના ગળામાં ડૂમો ભરાયો.
વિરૂપાની લીંબુની ફાડ જેવી આંખોમાં આંસુ હતાં.
શેઠાણીએ જીવ જરા શાન્ત થતાં કહ્યું : “અને સુરૂપા ! આ મારું છેલ્લું ને છઠું સંતાન છે ! છેલ્લું એટલા માટે કે એ જો ન જીવ્યું તો આ અખૂટ ધનદોલતનો વારસદાર તો ખોળવો જોઈશે ને ! અને એ વારસદાર માટે શોક્યનાં પગલાંનો અવાજ આજથી મને સંભળાઈ રહ્યો છે. એણે મારી ઊંઘ હરી લીધી છે, સુધાતૃષા ઓછાં કરી નાખ્યાં છે.” શેઠાણીનાં ફૂસકાંએ બાકીની વાત પૂરી કરી.
સોના-રૂપાના અલંકારો પાછળ, મણિ-મુક્તાથી મઢયા દેહ પાછળ દુભાઈ રહેલા હૃદયનો આર્તનાદ વિરૂપાના દિલને ધ્રુજાવી રહ્યો.
પરિગ્રહની ઇચ્છા, એની અમાપ પ્રાપ્તિ અને એને પોતાની પાછળ પોતાના જ કોઈકને આપી જવાની માયા-મમતા ન જાણે કેટકેટલાનાં જીવનને ધૂળ કરતી હશે ! કેટકેટલા શાપ ને અભિશાપના ઢગ રચતી હશે ! કેટકેટલાં પાખંડનાં પારાયણ ઊભાં કરતી હશે ! એ વાત શેઠાણીના દિલ સિવાય અત્યારે કોઈ વર્ણવી શકે તેમ નહોતું. દર્દીની ગત તો દર્દી જ જાણે !
“બા, જરા બહાર આવશો કે ?”
4 સંસારસેતુ
પૂર્વ અને પશ્ચિમ D 5