________________
એક વાર મેતારજ અડધી રાતે જાગી ગયા. પ્રિયતમાનો હાથ એમની છાતી ઉપર પડી ગયેલો. એમાં સ્વપ્ન લાધ્યું. જાણે સંસારસાગરમાં બધાય તરી ગયા છે. વિરૂપી તો સાગરને સામે કાંઠે ખડી છે ને સાદ પાડી રહી છે. બધાયની ગતિ પ્રગતિ કરી રહી છે, પણ ન જાણે મેતારજ સાગરમાં પડતાં જ ડૂબકાં મારવા માંડ્યા, અને એક વાર તો તળિયું પણ માપી આવ્યા. કેટલી ગભરામણ ? કેટલી મૂંઝવણ !
ઝબકીને જાગીને જુએ છે, તો ન મળે સાગર કે ન મળે પાણી. કદલીદલ જેવો પ્રિયતમાનો હાથ છાતી ઉપર પડ્યો છે ! એમણે ધીરેથી એ હાથને અળગો કર્યો; છતાંય સુવર્ણપિંજરની મેના એ હાથનાં રત્ન કંકણોના રવથી જાગી ગઈ, ને ચીંચી કરવા લાગી. મેતારજ ફરીથી ઊંઘવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ ન ઊંઘી શક્યા.
એ બેઠા થયા ને બહાર ઝરૂખામાં આવી ઊભા રહ્યા. રાત્રિ નીરવ હતી. મેતારજનું મન તોફાને ચડ્યું. સામે પિંજરામાં મેના પાંખ ફફડાવી રહી હતી. રાજમંદિરની આ મેના હતી. સુવર્ણપિંજરમાં વસનારી હતી; છતાં એનેય અજંપો હતો ! મેતારજ ધીરેથી પાસે ગયા, પિંજર ઉઘાડી નાખ્યું. એમને ખબર હતી કે પોતાની પ્રિય રાજ કુંવરીને આ મેના પ્રાણસમ પ્રિય હતી.
મેના એક લાંબી કિકિયારી સાથે બહાર નીકળી ને પાંખો ફફડાવતી ગોખ પર બેઠી. વિદાય લેતી મેનાને જોવા મેતારજે ભરઊંઘમાં સૂતેલી પ્રિયતમાને જગાડી. વીખરાયેલો લાંબો કેશકલાપ, સમસ્ત કપોલ પ્રદેશને રંગી રહેલો સૌભાગ્યતિલક ને ઝીણા ઉત્તરીયથી ઢંકાયેલો મનોહર દેહ ! આ રૂપ જોઈ એકવાર મેતારજ ના દિલની વૈરાગ્યભાવના ધ્રુજી ઊઠી, પણ બીજી પળે હૃદય સ્વસ્થ કરી તેમણે કહ્યું; “પ્રિયતમ ! આ મેના જાય છે !”
- “પ્રિય, જોજો ! એવું ન કરતા, એ તો મને પ્રાણથી પણ પ્યારી છે.”
- “પણ એ તો આ ચાલી !” મેતારજે પાસે જઈ મૈનાને પકડવાની ચેષ્ટા કરી, પણ સ્વતંત્ર બનેલી મેના તો ભરૂરૂ .. કરતી ઊડી ગઈ ને અંધકારમાં અદૃશ્ય થઈ ગઈ.
“મેના તો ગઈ... પ્રિયતમે ! હવે શી રીતે તારાથી જિવાશે ? અને તું મરીશ, તો મારે પણ મરવું જ રહ્યું.” મેતારજે વ્યંગ કરતાં કહ્યું.
- “હવે મરવા-કરવાની વાત જવા દો ! મરેલાની પાછળ કંઈ કોઈ મરી જાય છે ? પણ એ તો પ્રેમની વાત છે. મને આ મેના ઉપર અત્યંત પ્યાર હતો. ને પિંજરામાં પંખી પાળવાની મગધેશ્વરની મનાઈ છતાં ખાસ આજ્ઞાથી મેં એને પાળી હતી.”
બસ, મારું એ જ કહેવું હતું. જનારાને જવા દઈ, સહુએ રહેલાથી આનંદ માનવો જોઈએ. જો, વિરૂપા ગઈ, શેઠાણી ગયાં, માતંગે ન જાણે ક્યાં ગયો ! ને હું ?
206 D સંસારસેતુ
કમને જવાનો વખત આવે તે પહેલાં માનપૂર્વક શા માટે ન ચાલ્યો જાઉં ! સુંદરીઓ, મહાઅમાત્યે આ લોક પણ સાધ્યો ને પરલોક પણ ! મેં શું કર્યું ?" મેતાજ બોલતાં બોલતાં થોભ્યા.
જા, તમામને જગાડીને અહીં બોલાવ ! આ વાત મારે તેમને પણ સમજાવવી છે.” મેતારજે બાકીની પત્નીઓને જગાડવા કહ્યું.
| બધી પત્નીઓ મેતારજના ધૂની ને ચંતક સ્વભાવથી સુપરિચિત હતી. એમને લાગ્યું કે દૂધને ભલે ઊભરો ચડે ! એ શમાવવા માટે પાણી તૈયાર હોય પછી શી પરવા ? ભરઊંઘમાં પડેલી બધી રમણીઓ વિસ્મયથી આંખો ચોળતી ત્યાં આવી પહોંચી.
મેતારજે ફરીથી બધી વાત કહી અને જણાવ્યું, ડાહ્યો માણસ જનારાને જવા દઈ રહેલામાંથી આનંદ મેળવે છે. કદાચ કાલે હું પણ ચાલ્યો જાઉં તો...”
બધી રમણીઓ ઉપર જાણે વીજળી તૂટી પડી. બધી એકદમ ચમકી ઊઠી. મેતારજે ફરીથી કહ્યું : “સુંદરીઓ, મારી કમળ-કેદ પૂરી થઈ. મેના ગઈ, એમ મારે ય જવું રહ્યું. પિંજરવાસ ક્યાં સુધી ? તમે આ સમૃદ્ધિ ભોગવો. તમને બધું આપેલું છે. આ બધું ભોગવજો ને બને તો તમે પણ આ લોકના સુખ તરફથી જરા પરલોક તરફ નજર કરજો.”
એ વાત કરશો મા ! એ ન બને !” બધી રમણીઓ ચિત્કાર કરી ઊઠી.
“સુંદરીઓ, તમે બધી મને એ વાતની ખાતરી આપો છો કે તમારું આ રૂપ કદી નહિ કરમાય, અને મારું આ યૌવન સદા ખીલેલું રહેશે ? અને વિનશ્વર દેહનું શું ? આ બાહુની પ્રચંડતા ને પગની આ દૃઢતા શું સદાકાળ ટકશે ? માટે બધું યોગ્ય વખતે થઈ જાય તેમાં જ મજા છે. મોહ છે, ત્યાં દુઃખ અવશ્ય થાય, પણ સાચો પ્રેમ પોતાના પ્રેમીનું હિત જુએ છે, સુખે જુએ છે. મારું હિત ને સુખ જુઓ ને મને રજા આપો.”
સુંદરીઓ કંઈ જવાબ ન આપી શકી. કેવલ તેમનાં નેત્રોમાંથી આંસુઓનો પ્રવાહ વહી રહ્યો.
એ આખી રાત્રિ પ્રેમીઓ વચ્ચે અજબ રસાકસીભરી વીતી, પણ મેતારજ હવે દૃઢ બન્યા હતા. કોઈ પણ વાત તેમને લોભાવી કે થોભાવી શકે તેમ નહોતી.
વહેલી સવારે રાજગૃહી કામધંધે વળગે એ પહેલાં બધે સમાચાર પ્રસરી ગયા કે મેતારજ સંસારત્યાગ કરી રહ્યા છે. જેણે જેણે આ સમાચાર સાંભળ્યા, તે સ્તબ્ધ થઈ ગયા.
માયાનો સંચળો ફગાવીને પળવારમાં મેતારજ ચાલ્યા ગયા. એ દિવસે જે
બંધનમુક્તિ
1 207