Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 113
________________ દુઃખદર્દ જન્મ્યાં, એ દિવસે દિવસે ઓછાં થતાં ચાલ્યાં. એમને કોઈ પાછું ન લાવી શક્યું. પાછા લાવનારા જ અડધે રહ્યા. મગધરાજને પણ એક દહાડો દેવમિત્રનો સંદેશો મળ્યો કે વખત વીત્યા પછી કરેલાં કામ અફળ થશે. પાણી આવ્યા પહેલાં પાળ બાંધી લેવી સારી છે. અડધું અંતઃપુર ઉજ્જડ થયું. ખાસ ખાસ અનુચરો પણ ચાલ્યા ગયા. હજીય તજવાનો વખત આવ્યો નહિ ! તમે વિષયોને વેળાસર નહિ તો તો વિષય તમને તજી જશે. પણ વયોવૃદ્ધ મગધરાજનાં મોહનાં બંધનો ઢીલાં ન થઈ શક્યાં. દેવોને ઈર્ષા આવે એવી સમૃદ્ધિ છોડીને નીકળેલા મેતા૨જ મુનિ ઘોર અરણ્યોમાં એકલા વિચરવા લાગ્યા. સ્મશાનોમાં એ સૂઈ રહે, ને દિવસોના દિવસો સુધી અન્ન ન આરોગે ! જ્ઞાનધ્યાન ને જપતપ એમનાં સદાનાં સાથી બન્યાં. શમ, દમ ને ક્ષમા ! આ ગુણોના તો તે આગાર બન્યા. એમનું અંતર બધા જીવોને સમભાવથી જોતું હતું, ને પ્રમાદરહિત વિચરતા. તેઓ કોઈના અકલ્યાણમાં રાચતા નહોતા. તેઓ પ્રભુ મહાવીરે અપેલી અહિંસાની ભાવનાનો પરમ પ્રચાર કરતા. તેઓ કહેતા : सव्वे जीवा वि इच्छंति जीविडं न मरिज्जउं ।। બધા જીવો જીવવાને ઇચ્છે છે, કોઈ મરવાને ઇચ્છતું નથી. જીવો અને જીવવા દો ! એક લીલા તણખલાને પણ ઈજા પહોંચાડવાથી મહામુનિ પર રહે. મેતારજ મુનિ આ રીતે ઉત્કટ તપ સાધવા લાગ્યા. ધીરે ધીરે હાથી જેવી એમની કાયા ગળતી ચાલી. ન એ રૂપ રહ્યું કે ન રહ્યું એ તેજ ! સ્મશાનના વસનારા આ અવધૂતને ભલભલા પિછાણી શકતા નહિ. સાપ કાંચળી ઉતારે ને પાછો વળીને એને જુવે પણ નહિ, એમ પૂર્વાવસ્થાને સ્મરવી પણ મુનિરાજે છોડી દીધી હતી. મેતારજ ગામેગામ વિચરવા લાગ્યા. એમનો ઉપદેશ તો એક જ હતો : પરાર્થે પ્રાણવિસર્જન ! દુનિયાના ઉત્કર્ષ અને ઉદ્ધાર અર્થે એકબીજાએ બલિદાનની પરંપરા ચાલુ રાખવી જોઈએ. દુનિયાનો કોઈ પણ છોડ ખાતર વગર ઊગી શકતો નથી, દુનિયાની કોઈ ઇમારત પાયા વગર ચિરકાળ ટકી શકતી નથી : અને એ ખાતર બનનારે પોતાનું સર્વસ્વ ગુમાવવાનું હોય છે. દુનિયાના તમામ ઉત્કર્ષ અર્થે માનવીઓ ખાતરરૂપ ન બને તો જગત સ્વાર્થાંધોનું જ ટોળું બની રહે ! પાણી, પવન, સૂર્ય, ચંદ્ર : બધાં જ જો સ્વાર્થ માટે જ જીવે તો સંસારની શી સ્થિતિ ! અને સાચી અહિંસા પણ કોનું નામ ? દુશ્મનને મારીને નહિ, એના કલ્યાણ માટે મરીને જીવનસાફલ્ય કરવું જોઈએ. એવું સાફલ્ય ન આણી શકીએ તો આ નાશ 208 D સંસારસેતુ પામનાર જીવનનો કંઈ અર્થ નથી. વસંત આવી તો એણે હરએક પ્રાણીને નવજીવન આપ્યું. એ નવજીવનના કાર્યમાં જ ખતમ થઈ જવું ઘટે. એમાં જ વસંતની શોભા ! અને વસંત પોતાનું કામ ન પણ કરે તોપણ એને ખતમ તો થવાનું જ છે ! પ્રભુ મહાવીરનો આ જ સંદેશ હતો. આત્મબલિદાન, વગેરે બીજી બધી વાતો અહિંસામાં જ અંતર્ગત થઈ જાય છે. અહિંસામાં માનનારને સત્ય, પરિગ્રહ કે બીજું બધું જુદું જાણવાનું હોતું જ નથી. ભોગક્ષમ અને ત્યાગક્ષમ મેતારજની સાધુતા ખુબ જ ઝળકી ઊઠી. ગામ ગામના ખૂણે ‘મેતારજ મુનિ'નાં ગુણગાન ગવાતાં હતાં. મેતારજ મુનિ એટલે દયાનો દરિયો ! કરુણાનો અવતાર ! બંધનમુક્તિ D 209

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122