Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 117
________________ આપેલું બલિદાન વ્યર્થ જતું નથી. એ મૂક બલિદાનને વાચા આવે છે ને જુગ જુગ સુધી એવા હજારો શિકારીઓનું કલ્યાણ કરે છે. મરનારને શ્રદ્ધા જોઈએ.” એ ચર્ચાને તો વર્ષો વીત્યાં. એ વાત ચરિતાર્થ કરી બતાવવાનો પ્રસંગ આજે આવ્યો. આત્મસમર્પણ ! બલિદાન ! માનવી ખાતર બલિદાન આપનાર વિરૂપાઓ તો સંસારમાં છે, પણ પશુપક્ષી માટે પણ બલિદાન અપાય, તો પ્રભુ મહાવીરનો અહિંસાનો ઉપદેશ સાચો અમલમાં આવે ! જીવમાત્ર સમાન ! મુનિરાજની ભાવના વધતી જતી હતી. ‘આત્મવત્ સર્વભૂતેષુ' એ સંદેશ આ જીવન-બલિ દ્વારા સધાશે ! નષ્ટ થનારો આ જીવનથી પણ કંઈક સાધી શકાય, તો કેટલો લાભ ? કોનો આ દેહ ? કોની આ દુનિયા ? મુનિરાજ સ્તબ્ધ ખડા રહ્યા. ન બોલ્યા કે ન ચાલ્યા. સુવર્ણકારનો ક્રોધ ઉગ્ર બની રહ્યો હતો. એણે બેચાર વાર પ્રશ્ન કર્યા, પણ કંઈ જવાબ ન મળ્યો. અને જેમ જવાબ ન મળતો ગયો, એમ એમ ભૂખ્યા વાઘની જેમ સુવર્ણકારના મિજાજનો પારો વધતો ચાલ્યો. એણે મુનિની જડતી લીધી. પણ ત્યાં સુવર્ણજવ ક્યાંથી હોય ? “નક્કી ક્યાંય છુપાવી દીધા ! કેવો કાબેલ ! ખરો મુનિવેશ ધાર્યો છે ! વારુ, ચાલ, તને પણ ઠીક ઠીક શિક્ષા કરે. ભવિષ્યમાંય યાદ રહે કે પારકું ધન કેમ ચોરાય ઝીણી રેખા ફરકી. છતાં એ ધ્રુજારી ક્ષણિક હતી. ફરી મુનિરાજ સ્વસ્થ થઈ ગયા. બિડાયેલું મોં દઢ બન્યું, પણ હવે તો જ ડબાં નીચેય જાણે ધરતીકંપના આંચકા લાગતા હોય એમ ચળભળતાં હતાં. આવી ઘોર વેદનાની વેળાએ મુનિરાજ વિચારતા હતા : “બિચારા સોનીનો શો દોષ ? એને રાજભય છે. એને મન એ સાચો છે. મારા પર હિતબુદ્ધિથી - મને લુચ્ચાઈના માર્ગેથી વાળવાના નિમિત્તે આ કામ કરી રહ્યો છે. અને પેલા પંખીનો પણ શો દોષ ! એ તો ભૂલથી અખાદ્ય ખાઈ ગયું. એના પેટમાં ચૂંક આવતી હશે. એનું નામ દઈશ તો હજાર વાતેય આ સોની એનો ઘાત કરતો નહિ અટકે ! ભલે ત્યારે એ બિચારું સુખી થતું !' | મુનિ શાન્ત ઊભા હતા, પણ એમનું મનોમંથન પૂર્ણિમાની ચાંદની જોઈ સાગર ભરતીએ ચડે એમ ઉછરંગ ધરી રહ્યું હતું સુવર્ણકાર પાસે પડેલું વાધર લીધું. એને પાણીમાં ભીંજાવી જેટલું પહોળું થઈ શકે તેટલું પહોળું કર્યું. મુનિરાજ શાંત નયને બધું નીરખી રહ્યા હતા. સુવર્ણકાર વાધર લઈ પાસે આવ્યો ને કચકચાવીને માથે બાંધતો બોલ્યો : ચાલાક ચોર, આજે તને એવી શિક્ષા કરું કે તું જીવનભર ખો ભૂલી જાય ! કેવો મીઢો ! જાણે જબાન જ નથી ! જોઉં છું કે હવે બોલે છે કે નહિ !” ગ્રીષ્મના મધ્યાહ્નનો સૂર્ય નિર્દય રીતે તપી રહ્યો હતો. લીલું વાધર સુકાવા લાગ્યું. તપથી કૃશ થયેલી કાયાવાળા મુનિરાજને લાગ્યું કે કોઈ મહી અજગર પોતાના મસ્તકને ભરડો લઈ રહ્યો છે. હમણાં હાડકાં ને અસ્થિનું ચૂર્ણ કરી નાખશે. મસ્તિકમાં વીજળીના કડાકા ને વેદનાના અસહ્ય તણખા ઝગવા લાગ્યા હતા. નિર્બળ કાયા ત્રાસથી ધ્રૂજી ઊઠી. સુવર્ણકારને લાગ્યું કે હવે શિક્ષાની અસર થઈ રહી છે. એના મોં પર હાસ્યની 2163 સંસારસેતુ સોનીનો શો દોષ ? n 217

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122