________________
તૈયારીઓ કરી લીધી હતી. રાજ્યના સ્થંભોને પોતાના કરી લીધા હતા. આ બનાવો વિચિત્ર પ્રકારના વેશ ધારણ કરી પ્રજામાં પણ ભમી રહ્યા હતા. ઊઠતી બાદશાહીની આછી આંધી બધે પ્રવર્તતી ચાલી હતી.
આ આંધીની વચ્ચે જીવતા મગધરાજે પોતાનો ધર્મદીપક સદા જલતો રાખ્યો હતો. ઘણીવાર દિલ પણ થઈ આવતું, છતાં મુનિજીવનનાં કષ્ઠો નિહાળી થંભી જતા. તેઓએ ધીરે ધીરે જિનપૂજામાં પોતાનું મન પરોવવા માંડયું. પ્રિયાના શણગાર ઘણા કર્યા. હવે એમાંથી રસ ઊડી ગયો, પણ મન એનું એ હતું. એ પ્રભુના શણગારમાં અંતરની આસુરી વૃત્તિઓ દેવી ભાવ દાખવવા લાગી.
છતાંય મગધરાજની વિરુદ્ધના પ્રચારનો વેગ વધતો જતો હતો. ત્રિકાળવંદના માટે સુવર્ણજવે સિવાય રાજ લક્ષમીને સ્પર્શ ન કરનાર મગધરાજનું જીવન જ રાજ શેતરંજના ખેલાડીઓને ભારે પડવા લાગ્યું. સાપ ઘરડો થાય એટલે કંઈ એના દાંત નિર્વિષ થતા નથી !
મગધરાજ વિરુદ્ધ એક નવો દાવ રચાયે જતો હતો.
27
સોનીનો શો દોષ ?
રાજગૃહીને આંગણે આજે ધખધખતી ગ્રીષ્મ આવી હતી. સૂરજ સોળે કળાએ નિર્દય થઈ તપતો હતો; આમ્રઘટાઓમાં છુપાઈને ગાતા કોકિલો ખીલી ઊડ્યા હતા.
વાવંટોળો આકાશને ભરી દેતા હતા, ને વાયુ ગરમાગરમ થઈને પૃથ્વીને આકુળવ્યાકુળ બનાવી રહ્યો હતો.
ઘણે વર્ષે મેતારજ મુનિ રાજગૃહીને આંગણે આવતા હતા, પણ મુનિ તો વનવગડાના રહેનાર. મધ્યાહ્ન એકાદ વખત પાસેના ગામ-નગરમાં ગૌચરી માટે આવનાર-જનાર ! રાજગૃહી પાસેના ઉદ્યાનમાં ઊતરેલા મેતારજ મુનિ માસના ઉપવાસ પછી ભિક્ષાનું માટે આજે રાજગૃહીમાં પધારતા હતા.
ગામલોક ભોજન પૂર્ણ કરી રહેવા આવ્યા હતા. એવે વખતે મેતારજ મુનિ ભિક્ષાર્થે રાજગૃહીના ઘરે ઘરે ફરવા લાગ્યા. ફૂલ ઉપર ભમરો બેસે, ફૂલનો લેશમાત્ર ઈજા ન કરે અને રસ ચૂસી વિદાય થાય, એવી રીતે ભિક્ષા લેવાનો મુનિધર્મ હતો ! રસ-વિરસમાં એમને કંઈ રસ ન હતો. મુનિરાજ ફરતા ફરતા એક સુવર્ણકારને બારણે જઈ ઊભા.
સુવર્ણકાર મગધનો સુપ્રસિદ્ધ શિલ્પી હતી. રાજાજીનો માનીતો હતો. એના બનાવેલા સુવર્ણજવ મહારાજા ત્રિકાળ પૂજા માટે વાપરતા. રાજાજીનો સુવર્ણકાર , એટલે મુનિરાજોથી પણ સુપરિચિત. એણે મુનિજીને વંદના કરી, અને ભિક્ષાન લેવા ઘરમાં ગયો. મુનિરાજ આંગણામાં જ ઊભા રહ્યા.
સુવર્ણકારે પ્રેમપૂર્વક ભિક્ષા આપી. ભિક્ષાન વહોરીને ધર્મલાભ આપી મુનિરાજ પાછા ફર્યા. સુવર્ણકાર હાથ
212 | સંસારસેતુ