________________
એવી ભાવનાઓ ભાવતો હતો.
મુનિ અંતરમાં ને અંતરમાં સર્વ જીવોની ક્ષમાયાચના કરી રહ્યા હતા. એ વિચારતા હતા : “સુવર્ણકાર તો મારો પરમ ઉપકારી છે. એણે જ મારા આત્માની અનંતશક્તિનું મને ભાન કરાવ્યું. મારે કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર પણ નથી. સર્વ જીવો-કીડીથી લઈને કુંજર રંકથી લઈને રાય બધા સમાન છે. બધામાં મારા જેવો જ એકસરખો આત્મા વસી રહ્યો છે. એ દરેકના કલ્યાણની ભાવના ભાવવી એ મારી ફરજ છે.
વિજય ચોરની જેમ આ દેહને ખૂબખૂબ પોપ્યો, અને તોય સહેજ ઓછું મળતાં કેવો દૂબળો થઈ ગયો ! એવા દેહના મમત્વથી શું સર્યું ! આ દેહ મારો નથી. હું તો અનંત છું, અમર છું, મારો સ્વભાવ ચિદાનંદનો છે. આ વેદના, આ દુઃખ, આ સંતાપ, મારાથી ક્યાંય દૂર છે. એ તો પૂર્વકર્મની જલતી ભઠ્ઠી છે, હમણાં જ બુઝાઈ જશે. આ તો અગ્નિપરીક્ષા છે.
મને સિદ્ધોનું શરણ હજો ! અરિહંતોની મને યાદ હજો !
खामेमि सब्बजीव, सव्वे जीवाः खमन्तु मे ।
સર્વ જીવો મને ક્ષમા આપો ! હું સર્વને ક્ષમા આપું છું.”
વેદનાની ચરમ સીમા આવી હતી. અને બીજી તરફ વિચારની પણ શ્રેણી ઉત્તમ હદે પહોંચી હતી. એકાએક મુનિરાજના દિલમાં ઝળહળાટ થયો. આખું જગત જાણે પ્રત્યક્ષ થયું.
દેહની હાલત તો અકથ્ય હતી. આંખોના બે ડોળા બહાર નીકળી પડ્યા હતા, ને હોઠ તૂટેલી સારંગીના તારની જેમ ધ્રૂજતા હતા : પણ એ નેત્રહીનતા જ એમને ત્રણ લોકનો પ્રકાશ આપી રહી હતી.
સર્વોત્કૃષ્ટ જ્ઞાન એમને પ્રકાશ્યું. સાધકોની ભવોભવની પ્રાર્થનાનું અંતિમ મુનિરાજે વાતવાતમાં મેળવી લીધું. જેની મહામુનિ અભયને વાંછા હતી, ગણધરશ્રેષ્ઠ ગૌતમ જે માટે જ્ઞાતપુત્રના પાદપદ્મ સેવી રહ્યા હતા, એ મુનિ મેતારજ સ્વયં પામી ચૂક્યા હતા. અર્થ-કામના પરમ ઉપાસકને મોક્ષ હાથવેંતમાં હતો.
એક અલૌકિક હાસ્યની રેખા એમના મુખ પર તરવરી રહી, અને જીર્ણ-શીર્ણ દેહ પૃથ્વી પર ઢળી પડ્યો.
ઢોંગીને ઢંઢોળવા સુવર્ણકાર આગળ આવ્યો, પણ સ્પર્શ કરે છે તો શરીર ઠંડું હિમ ! મુનિરાજનો આત્મા દેહોત્સર્ગ કરી ગયો હતો.
શું મૃત્યુ !
220 D સંસારસેતુ
ના, ખુન !
સુવર્ણકારના દિલમાં પડઘા પડવા લાગ્યા.
ખૂનની શિક્ષા ! મગધરાજનો ન્યાય ! ક્યાં ચાલ્યો જાઉં ? નાસી છૂટું ? સંતાઈ જાઉં ? ક્યાં જાઉં ? આકાશ કે પાતાળમાં પેસી જાઉં તોય મગધનો રાજદંડ મને નહિ છોડે ! એક સાધુનું ખૂન !
સુવર્ણકાર ધ્રૂજી ઊઠ્યો. અચાનક કંઈ જોરથી પછડાયું. એક સ્ત્રી કાષ્ઠનો ભારો નાખતી હતી. એના અવાજથી પાસે બેઠેલું કૌંચ પક્ષી ચમકી ગયું, ભયમાં ચરકી પડ્યું.
અરે ! આ ચરકમાં શું ઝગઝગે છે ? સુવર્ણકારની નજર ત્યાં પડી. અરે ! આ તો સુવર્ણજવ ? શું કૌંચ ચરી ગયેલું ?
સુવર્ણકાર ક્ષણમાત્રમાં ન્યાયાધીશ મટી ખુદ ગુનેગાર બન્યો. અરે ! વા વાતો લઈ ચાલ્યો છે. રાજાજીના સેવકો આવતા જ હશે. હવે શું થાય ?
એકાએક એને કંઈ સૂઝી આવ્યું. એણે ઝટઝટ અલંકારોનો ત્યાગ કર્યો, એક વસ્ત્ર શરીરે વીંટી લીધું. મુનિનો દંડ અને પાત્ર હાથમાં લઈ મુનિ બની ચાલી નીકળ્યો.
લોકોનાં ટોળાં જમા થઈ રહ્યાં હતાં. કોઈ તીક્ષ્ણ દૃષ્ટિવાળાએ પરખી લીધું. ‘અરે, આ તો નગરશ્રેષ્ઠી મેતારજે !'
“શું મગધરાજના જામાતા ?
‘મહામુનિ મેતારજ !'
ક્ષણભરમાં બધે સંદેશ ફરી વળ્યો. દેવવિમાનપ્રાસાદની સુંદરીઓ દોડી આવી.
મગધરાજ આવ્યા.
દેવવિમાનપ્રાસાદની સુંદરીઓને આશા હતી કે ક્ષણિક વૈરાગ્યભાવનાને બળે આવી સુંદર સુખદ સૃષ્ટિ તજી જનાર રાતદહાડો ભોગમાં રચ્યાપચ્યા રહેનાર પ્રીતમ, મહામુનિ અભયના લઘુબંધુ નદીષેણની* જેમ પુનઃ મોહમાયાના પ્રેર્યા પાછા આવશે. આઠે સુંદરીઓ સદોદિત રાહ જોતી બેસી રહેતી : થાકેલો, કંટાળેલો પ્રીતમ આજે આવશે કે કાલે ! એ વેળા આઠે માનુનીઓએ સંકેત રચી રાખ્યો હતો કે પ્રીતમને ઠીકઠીક પજવવો !
પણ દિવસો વીત્યા તોય પ્રીતમ પાછો ન આવ્યો. ન ખબરઅંતર મળ્યા. એમના મંદીરંગ, મંદારમાલાઓ, ગંધ, માલ્ય ને વિલેપનો એમ ને એમ નિરર્થક થતાં
એ કાળના એક સાધુ અને મગધરાજના પુત્ર. દીક્ષા લેવા માટે બધાએ ના પાડી છતાં દીક્ષા લીધી ને પછી એક રૂપવતીમાં મોહાયા. આખરે એ મોહપાશ તોડી તેઓ સાચા સાધુ થયા.
અર્પણ I 121