Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 116
________________ વગેરે સાફ કરી કામ ઉપર બેસવા જાય છે, ત્યાં તો સુવર્ણ-જવ અદૃશ્ય ! સુવર્ણકાર એકદમ આશ્ચર્યચકિત બની ગયો. આ સુવર્ણજવ કોણ લઈ જાય ? એક ક્ષણ તો એ વિચારમાં પડી ગયો. એનું દિલ કોઈને ગુનેગાર માનવા તૈયાર નહોતું; કદાચ ડાબે હાથે ઉઠાવીને ક્યાંય મૂક્યા હોય ! ઘણી તપાસ કરી પણ કશું ન જવું. હવે શું ? નવું સોનું ક્યાંથી આણવું ? અને ન આણી શકાય તો જીવ શી રીતે બની શકે ? સોનું કદાચ ઉધાર લાવી શકાય, પણ વખતસર જવા તૈયાર કઈ રીતે થાય ! અને એમ ન થાય તો રાજાજીના સેવકો સીધું કારાગૃહ જ બતાવે ! એ મૂંઝવણમાં એને યાદ આવ્યું : અરે પેલો સાધુ ! હું અંદર ગયો ત્યારે એ બહાર જ ખડો હતો. માયા દેખી મુનિવર ચળે ! કંઈ બધા સરખા હોય છે ? ચાલ, તપાસ તો કરું ! રાજદેવડીએ જઈ ખબર આપું ! એ ધુતારાને પકડાવી દઉં ! સુવર્ણકાર એકદમ ઊભો થયો. એ તૈયાર થઈ બહાર નીકળ્યો, પણ એને કંઈ યાદ આવતું હોય તેમ લાગ્યું. અને એણે રાજ દેવડીનો માર્ગ બદલ્યો. એણે મુનિનો રાહ પકડ્યો. એને વિચાર આવ્યો હતો કે આવા પ્રસંગે એક મુનિ વિરુદ્ધ રાજ દેવડીએ મારી દાદ કોઈ નહિ સાંભળે. એને ખબર પણ હતી કે આવા આંતરયુદ્ધમાં કોઈને આવી માથાકૂટમાં પડવાની ફુરસદ નથી. રાજાજીના સેવકો પોતાની જ લુચ્ચાઈ કલ્પી લે. વિકલ્પોની પરંપરા વચ્ચે એણે વિચાર કર્યો કે આ કરતાં પેલા મુનિની હું જ ખબર લઈ નાખું. લેશ દમદાટી, જરા ધાકધમકી આપું. ધુતારો પારકું ધન ક્યાં સુધી જીરવી શકવાનો છે ? દૂર દૂર દેવવિમાનપ્રાસાદના શિખર પરના સુવર્ણમયૂર ફૂદડી ફરતા દેખાતા હતા. આ શેરી, આ રાજ માર્ગ ને આ ધૂળ-બધું મુનિરાજને સુપરિચિત હતું. તેઓ બધાને પિછાણતા હતા. તેમને પિછાણી શકનાર દુર્લભ હતા. તેઓને ઝટ પિછાણી શકાય તેમ પણ નહોતું. તપથી શ્યામ પડી ગયેલો દેહ ને ત્યાગથી કૃશ થયેલું શરીર ! સુવર્ણકાર દોડ્યો આવતો હતો. મુનિરાજ તો નીચી નજરે નગર બહાર જઈ રહ્યા હતા. અડધે રસ્તે જતાં એ પહોંચી વળ્યો. મુનિરાજને વિનંતી કહ્યું : “મુનિજી, મારે કામ છે. ઘેર પધારો !” “મને વિલંબ થાય છે.” ભલે થાય, તમારે આવવું જ પડશે.” સુવર્ણકારોના દિલમાં મુદ્દામાલ સાથે ચોરને પકડી લઉં, એવી ઇચ્છા હતી. એણે દમદાટી આપી. લાલ આંખ બતાવી. સરળપરિણામી મુનિરાજ પાછા વળ્યા. આગળ મુનિરાજ ને પાછળ સુવર્ણકાર ! ઘેર પહોંચતાંની સાથે જ એણે મુનિરાજને કહ્યું : “મહારાજ , મારું સોનું આપી દો !” સોનું ?” મુનિરાજ આટલું બોલીને જાણે કંઈક યાદ આવતું હોય તેમ સ્તબ્ધ બની ઊભા રહ્યા. સુવર્ણકારને ખાતરી થઈ કે નક્કી આ જ ચોર ! સાધુના વેશમાં પાકો શઠ ! મુનિરાજ તો શાન્ત ઊભા, વિચારી રહ્યા. એમને યાદ આવી રહ્યું કે સુવર્ણકાર જ્યારે અંદર ગયો ત્યારે પાસે બેઠેલું એક કૌંચ પણી ભૂલથી એ સુવર્ણજવને સાચા જવ માની ચણી ગયું હતું. હવે શું કરવું ? નામ દેતાં સુવર્ણકાર પક્ષીને નહિ જ છોડે, એને મારી નાખશે. ત્યારે જૂઠું બોલવું ? એ કેમ બને ? એમને વર્ષો પહેલાંની એક વાત યાદ આવી. અભયકુમાર સાથેનો એ ચર્ચા પ્રસંગ હતો. ચર્ચા ચાલતાં પોતે કહેલું : જ્ઞાતપુત્રનો ઉપદેશ પચાવવો સહેલ નથી. મારા વિચાર અને આચારમાં સરખું સામર્થ્ય હોય એમ મને નથી લાગતું. વિચાર અને આચારમાં ઘણો ભેદ છે, છતાં ખાતરી રાખજો ! એક દહાડો જ્ઞાતપુત્રનો ઉપદેશ ચરિતાર્થ કરી બતાવીશ.” અભયકુમારે ચર્ચા કરતાં એ વેળા કહેલું : વા મેતાર્ય, એક ચર્ચા તમને કહેવાની રહી ગઈ. અમારે હમણાં વાદવિવાદ ચાલ્યો હતો. એકે કહ્યું કે સત્યને અહિંસામાં પણ વેળા-કવેળા જોવાની ! ધારો કે એક મૃગલું આપણી પાસેથી પસાર થયું. એને જતુ જોનાર આપણા સિવાય અન્ય કોઈ ત્યાં નથી. પાછળ જ એક કૂર પારધી આવીને પ્રશ્ન કરે કે મૃગલું જોયું ? હવે આપણે શું કરવું ? સ્થિતિ વિચિત્ર છે. સત્ય કહો તો હિંસા થાય છે, ખોટું કહો તો સત્ય હણાય છે. મૌન સેવો તો પેલો તમારો ઘાત કરે છે. ત્રણમાંથી શું કરવું ? મેતાર્ય, આ ચર્ચા ખૂબ રસભરી નીવડી. બોલો, તમે શો જવાબ આપો છો ?” એ વેળા પોતે જ અભયકુમારને ઉત્તર વાળેલો : જીવને સાટે પ્રતિજ્ઞા પાળવી. શિકારીને સમજાવવો, ન માને તો પ્રાણનું પણ બલિદાન આપી પ્રતિજ્ઞા જાળવવી." અભયકુમારે વળતો જવાબ આપતાં કહેલું : “શાબાશ, મેતાર્ય ! તમારી ભાવના બરાબર છે. પણ ભલા, કોઈ એમ પણ કહે કે હરણ જેવા શુદ્ર પ્રાણી ખાતર મહા પરાક્રમી માણસે શા માટે મરી ફીટવું ?” એ વેળા પોતે જ ગર્વપૂર્વક કહેલું : સત્યશીલ અને અહિંસાપાલકને મન કીડી અને કુંજર બધાંય સરખાં છે. આત્મા તો વળી નાનો-મોટો નથી. અને એ રીતે સત્ય અને અહિંસાની વેદી પર સોનીનો શો દોષ ? n 215 214 3 સંસારસેતુ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122