________________
25
બંધનમુક્તિ
સંયમના ભાર શી રીતે વહેશે ? આઠ આઠ મદભરી વહાલસોયી પ્રિયતમા-ઓનો વિયોગ કેમ સહેવાશે ? વૈરાગ્યના વિચારો જ હૈયું ભારે કરે છે.”
નિશ્ચયને કશું જ અસાધ્ય નથી. વીર, ધીર મેતારજ આટલો કાયર કાં ? શું ચંદનાનું દૃષ્ટાંત યાદ નથી ? વિરૂ પાથી વહાલસોયી સ્ત્રી કદી દેખી હતી ? છતાં વખત આવ્યો એટલે બધુંય મૂકીને ચાલવાનું ! ત્યાં કશીય દાદ-ફરિયાદ નહીં ચાલવાની.”
| “ બધુંય સમજું છું, મુનિવર ! પણ હજી મોહપાશ છૂટતા નથી. આવીશ, એક દહાડો જરૂર આવીશ.”
નગરશ્રેષ્ઠી, આવતાં આવતાં અસૂરું ન થાય એ જોજો ! આ તો કમળની કેદ છે. કઠણ કાષ્ઠને ઝેર કરી નાખનારો પ્રેમી ભમરો મધુ ચૂસવામાં મગ્ન બની રહ્યો, મનને ફોસલાવતો રહ્યો ને સાંજ પડી ગઈ. કમળ બિડાઈ ગયું. પ્રેમી ભમરાએ એ કમળને વીંધીને જવા કરતાં એ રાત કેદમાં જ રહેવાનું યોગ્ય સમક્યું ને એણે વિચાર્યું : હમણાં સૂર્યોદય થશે, કમળ ખીલશે ને મુક્ત બનીશ, પણ એને ખબર નહોતી કે એક ક્ષુધાતુર હાથી કમળનો ચારો કરવા ચાલ્યો આવતો હતો, ને એવાં હજારો કમળને ક્ષણવારમાં પોતાના મહાન ઉદરમાં સમાવી દેવાનો હતો. માટે કમળપત્રની કેદ છાંડી દો, મેતારજ ! કાળરૂપી હાથી નજીકમાં છે. કેવલ તમને જાગ્રત કરવા આવ્યો હતો. તમારી અપાર સમૃદ્ધિની, વિશાળ સંપત્તિની વાતો સાંભળી હું અત્યંત ચિંતાતુર હતો. રખે એ સંપત્તિ સત્યાનાશ ન નોતરે ! બસ આગળ જાઉં છું.”
અહીં થોભો, થોડા દિવસ વિશ્રામ લો ! રાજગૃહી તમારી જ છે.”
“આપણું કંઈ નથી. આ દેહ પણ આપણો નથી. નગરશ્રેષ્ઠી મેતારજ, આ ગ્રીમનો ઉકળાટ નાકાશમાં વાદળોને ગોટાને ઉમટાવે ને ચાતુર્માસ બેસે, તે પહેલાં મારે પરમપ્રભુને જઈ મળવું છે. ધર્મલાભ !”
વંદન !” મેતારજે નમસ્કાર કર્યા.
ચારે શ્રમણો જોતજોતામાં આગળ ચાલ્યા ગયા. મેતારજ એમને ક્ષિતિજ માં ભળતા જોઈ રહ્યા.
ધ્વમિત્રની વાતે પ્રારંભમાં ઘણો સંતાપ જન્માવ્યો, પણ હવે એ વાત ધીરે ધીરે વિસારે પડતી હતી, થાકેલો હારેલો મહાસાગરનો તરિયો ડૂબતો ડૂબતોય જેમ મહાસાગરનાં અથાગ જળને વીધી ક્ષણ બે ક્ષણ સપાટી પર આવી જાય, એમ નગર શ્રેષ્ઠી મેતારજનું હતું. ક્ષણભરમાં વાસનાત્યાગનો નિર્ણય કરતા ને ક્ષણભરમાં વાસનાના પૂરમાં તણાઈ જતા.
કાળનું ચક્ર ફર્યું જતું હતું. મેતારજના દેહ પરથી હજી તેલઅત્તર ઓછાં થતાં નહોતાં, અને મદભરી રમણીઓના સ્નેહપાશ હજી તેવા ને તેવા હતા.
આખોય રાજકીય બાગ ઉજ્જડ થતો ચાલ્યો હતો. કેવળ એકાદ ખૂણે મેતારજ જેવું કોઈ નવરંગી ફૂલ શિશિરના ઝપાટાઓથી અળગું અસ્તિત્વ જાળવી રહ્યું હતું. રોજ રોજ નવી રસભરી રાતો ઊગતી અને નવું જોબન પ્રગટતું !
પણ ભલા, શું મેતાર્યને આ બધું હજી પ્રિય હતું ? આઠ આઠ જોબનભરી પ્રિયતમાઓ વચ્ચે શું વિરૂપાનું બલિદાન ને શેઠાણીનું વાત્સલ્ય-દુ:ખ તે ભૂલી ગયા હતા ? પોતાનો જનક માતંગ શું તેમને યાદ પણ આવતો નહિ ?
ના, એવું નહોતું. મેતાર્યો તો મેતારજ-મોટા ચાંડાલનું બિરુદ ધાર્યું હતું; અને પ્રભુના ઉપદેશને અનુસરીને તેઓ ઉચ્ચ-નીચના ભેદ દૂર કરવા મથતા હતા. નીચી ગણાતી કોમોમાં જ્ઞાન અને સંસ્કાર વેરવા એ ઠેર ઠેર ફરતા; અને સહુની સામે વિરૂપાનું દૃષ્ટાન્ન રજૂ કરતા. એમના પ્રયત્નના પરિણામે કેટલાંક ચાંડાલ-કુલ અગ્રગય થયાં હતાં, ને ગૃહસ્થ તથા સાધુ જીવનની ચરમ સીમાને પણ પહોંચ્યાં હતાં.
અને આ છતાંય રંગરાગ ને એશઆરામની આ દુનિયામાં તેઓ મગ્ન હતા. કહેવું અને કરવું, એ બેની ભેદરેખા બની રહ્યા હતા.
0
204 સંસારસેતુ