Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 109
________________ પાણી પહેલાં પાળ દિવસો વીત્યા એ પાવનકારી પ્રસંગને. રાજગૃહીના દેવવિમાનપ્રાસાદના રત્નદીપકો હજી એની એ જ રીતે ત્યાં દરેક રાત્રિએ સ્વર્ગની શોભા ખડી થતી હતી : છતાં પણ કાળનાં અનેક ઝાપટાંઓ એની ઉપર વરસી ગયાં હતાં. | ઘણીવાર વર્ષ પણ દિવસના જે ટલી જ ઝડપથી પસાર થઈ જાય છે. સુખી રાજ ગૃહીએ પણ એવાં કેટલાંય વર્ષો ઝડપથી પસાર થતાં નીરખી લીધાં હતાં. અત્યાચ્ચર્યના આઘાત લાગે એવા સંજોગો જ જાણે આજે નહોતા. હવે નિત્ય દુશ્મનદળની ચિંતા રખાય એવો એક દુશ્મન શેષ રહ્યો નહોતો ! મેતારજ નગરશ્રેષ્ઠીના પદે હતા. એણે ધનધાન્યના પ્રવાહો સદા ભરપૂર રાખ્યા હતા. એમનું નૂર અને એમની સિકલ જ બદલાઈ ગયાં હતાં. આટલાં વર્ષોની આશ્ચર્યવન્તી ઘટનાઓમાં મહામંત્રી અભયની નિવૃત્તિ ને દીલાસ્વીકાર હતો : છતાં એક વાત તરત ભુલાઈ જાય તેમ હતી. સતી ચલ્લણાના પુત્ર કુણિકે એ પદ સંભાળી લીધું હતું. એય વીર, ધીર ને વિચક્ષણ હતો, છતાં કોઈક વાર એની ઉતાવળે અનુમાન કરી લેવાની આદત પ્રજાને જૂના, શાંત, ધીર, વીર મહાઅમાત્યની યાદ તાજી કરાવતી. કોઈક વાર વયોવૃદ્ધ મગધરાજ સામેની તેની તોછડાઈની લોકો ટીકા કરતા; પણ એ તો નગણ્ય બાબતો હતી. ધનધાન્ય ને મણિકનકથી અભરે ભરેલી આ નગરીને કાળના દુર્નિવાર પ્રવાહોનો જાણે ઘસારો જ નહોતો બેઠો, અને એવો ઘસારો આઠ આઠ અપ્સરાઓ સાથે દેવવિમાનપ્રાસાદમાં ભોગ ભોગવતા પ્રૌઢ મેતારજને પણ નહોતો પહોંચ્યો. નગર શ્રેષ્ઠી મેતારજને કોઈ વાર પેલી બે સહિયરો યાદ આવતી. એ વખતે વિરૂપા નજર સામે આવીને ખડી થઈ જતી. એ કહેતી : ધન, કીર્તિ ને રૂપના સાગરમાં અનેક માનવ-મસ્ય ખોવાઈ ગયાં છે. દીકરા ! કીર્તિનો પ્રદેશ છતાં અકીર્તિના રણમાં ચાલ્યો જા ! ત્યાં જેમ આકાશની અજાણી કોઈ વાદળી વરસીને રણના તાત હૈયાને અજાણી રીતે શાન્ત કરી જાય છે, એમ તુંય અકીર્તિ (અપકીર્તિના નહિ)ના પ્રદેશ છાતું સમર્પણ કરી દે !” આ વખતે મેતારજ વ્યાકુળ થઈ જતો. એનું ચિત્ત બહાવરું બની જતું. એ બહાર ફરવા નીકળી જતો. પણ પેલી આઠ પત્નીઓ સજાગ રહેતી. એ આઠે પતિને આકર્ષવા નીકળી પડતી, હાવભાવ કરતી, નૃત્યખેલ રચતી. આખરે ભમરો કમલદલની કેદમાં પુરાઈ જતો. રોજ નવી રાત, નવા રાસ ને જાણે નની જ રસિયણો ! એક સુદીર્ઘ સુખદ સ્વપ્નમાં મેતારજ લુબ્ધ થયા હતા, નગરશ્રેષ્ઠીનું પદ મળ્યા પછી એમની મહત્તા વધી હતી. રાજગૃહીના ઓવારે ઊતરતા દૂરદૂરના પ્રવાસીને મોંએ એમના જ રોમાંચક નામની રટણ ચાલતી : પણ એમનાં દર્શન દુર્લભ હતાં. પ્રવાસીઓ, સાગર-સફરીઓ ને મોટા સાર્થવાહો એમના દર્શન માટે ઉત્સુક રહેતા, એમની મુલાકાતો માટે પ્રયાસ સેવતા. પણ આઠ આઠ રસિકાઓની કિલ્લેબંધીઓ ભેદીને નગરશ્રેષ્ઠી કદી બહાર નીકળી ન શકતા. પરિચય પાડવાનો પ્રસંગ કેવળ રાજસભામાં જવાને વખતે પડતો, પણ એમાંય છેલ્લા વખતથી કંઈક વિઘ્ન આવ્યું હતું. લોકો વાતો કરતા કે મહાઅમાત્ય અભય સાથેની ઘનિષ્ઠ મિત્રતા હવે મહાઅમાત્ય કુણિક સાથે નથી રહી. કેટલાક આ વાતોને તિરસ્કારી કાઢતા ને કહેતા કે હવે રાજ ગૃહમાં મગધરાજ ને રાણી ચેલ્લણા સિવાય રહ્યું છે પણ કોણ ? કેટલાય કુમારોએ, કેટલીય રાણીઓએ દીક્ષા સ્વીકારી લીધી છે. હવે તો બધું નવું વાજું છે. અને ખરેખર, કહેનાર એ રીતે સાચો હતો. જૂનું કહી શકાય તેવું વયોવૃદ્ધ મગધરાજ સિવાય કોઈ નહોતું. મગધરાજનેય માથે પળિયાં આવ્યાં હતાં, ને કરવાનું કરી લેવાનો વખત વળતો હતો, પણ અંતઃપુરની માયા, વનવાસનાં કષ્ટો ને સુધાતૃપાના પરિષહો તેઓ સહી શકે તેમ નહોતા. શસ્ત્રોના અનેક ઘા સામે મોંએ ઝીલનારી એમની પ્રચંડ કાયા લેશમાત્ર ટાઢ કે તડકો વેઠવા અશક્ત બની હતી. એમાંય વયોવૃદ્ધ મગધરાજને એક પ્રસંગે વધુ તપાવ્યા. એક વાર કૌમુદીઉત્સવમાં એક કિશોરબાળાને નીરખી. ઊગતા ચંદ્રની રેખા જેવી એ બાળા ફૂટડી હતી. વૃદ્ધ મહારાજની નસોમાં ફરીથી કામન્વરે સંચાર ક્ય. પણ એ વેળાએ તો પાણી પહેલાં પાળ | 2011

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122