________________
લોકોનાં મન ચકડોળે ચડાવ્યાં. વૈદિક ધર્મ અને શ્રમણ ધર્મ જાણે હોડે ચડ્યા હોય તેવું વાતાવરણ પ્રસરી રહ્યું. આ સંદેશ ઠેર ઠેર પહોંચી ગયો, ને એક વાર વૈદિકોનો નવીન સંગઠનમાં પ્રાણ પૂર્યો.
સાતપુત્ર અપાપા નગરીની આસપાસ હતા. ને અપાપામાં આવવાની સંભાવના જાણી, આ નગરીના મહાન ધનાઢચ શ્રોત્રિય સોમિલે મહાન યજ્ઞની જાહેરાત કરી અને તમામ વેદધર્માનુયાયીઓને નિમંત્રણ મોકલ્યાં.
આ સાથે એ વેળાના વિખ્યાત અગિયાર દિગ્ગજ વિદ્વાનોને પણ તેડાં મોકલ્યાં. દેશદેશથી એક અવિરત જનપ્રવાહ આપાપા નગરી તરફ વહેતો થયો.
મગધના ગોબર નામના ગામથી સુપ્રસિદ્ધ વસુભૂતિ ગૌતમના વેદવિદ્યાવિશારદ, સકલશાસ્ત્રપારંગત, વાદકલાનિપુણ ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ ને વાયુભૂતિ નામના ત્રણ પુત્રોએ પોતાના અનેક શિષ્યો સાથે આ યજ્ઞમાં ભાગ લેવા પ્રસ્થાન કર્યું.
કેટલાક સંનિવેશના ‘વાદીઘટમુદ્રગર 'ની ઉપમાથી ખ્યાત વ્યક ને સુધર્મા નામના બે પ્રકાર્ડ પંડિતો પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે અપાપા ભણી આવવા રવાના થયા,
મૌર્ય સંનિવેશથી સાક્ષાત સરસ્વતીના અવતારસ્વરૂપ મંડિકદેવ ને મૌર્ય નામના વિદ્વાનો સપરિવાર યજ્ઞમાં ભાગ લેવા આવ્યા.
આ ઉપરાંત વિમલાપુરીથી અકૅપિત, કોશલથી અલભ્રાતા, વત્સદેશથી તૈતર્ય ને ખુદ રાજ ગૃહીથી પ્રભાસદેવ નામના પ્રબલ પંડિતો અપાપામાં આવી પહોંચ્યા.
બ્રહ્મચર્યના ઓજસથી ઓપતા, સુદીર્ઘ શિખા ને પવિત્ર યજ્ઞોપવિતથી પ્રભાવિત લાગતા આ બ્રહ્મદેવોની ચરણરજથી પૃથ્વી પણ પવિત્ર થઈ. તેમના જયજયકારથી અને પ્રબલ વેદઋચાઓનાં ગાનથી આકાશનો ઘુમ્મટ પણ ગુંજી ઊઠયો.
યજ્ઞની મહાન તૈયારીઓ કરવામાં આવી, સામવેદ ને અથર્વવેદના ગાનથી એનો પ્રારંભ થયો. યજ્ઞની ભડભડતી શિખાઓ વાતાવરણને આવરી લેવા લાગી. આર્યાવર્તના મહાન અગિયાર વિદ્વાનો, નક્ષત્રોની વચ્ચે સૂર્ય શોભે એમ શિષ્યસમૂહ વચ્ચે શોભી રહ્યા હતા. દર્શનાતુર લોકોની મેદનીનો પાર ન હતો. બૌદ્ધ અને જૈન ધર્મને ગૌણ કરી નાખવાનો આ મહાન પ્રયાસ ખરેખર અભિનંદનીય હતો.
એ અભિનંદનીય પ્રયાસને શોભાવવા ને સત્કારવા રાજા-મહારાજાઓનો મોટો સમૂહ, દેવાંગનાઓ સમાન રાણીઓ સાથે સપરિવાર આવી રહ્યો છે : એ સમાચાર સોમિલ વિપ્રને મળ્યા ત્યારે તેના આનંદની અવધિ ન રહી. એણે પોતાના અનર્ગળ દ્રવ્યવ્યયને સફળ લેખ્યો, જીવનને ધન્ય લેખ્યું.
આકાશને રેણુથી છાઈ દેતો, હાથી, રથને વાજિઓના સમૂહોવાળો આ વર્ગ
હવે દૃષ્ટિપથમાં આવ્યો હતો : યજ્ઞકુંડમાં ધૃત ને મધુમેયના ઘડાઓ હોમાવા લાગ્યા. વેદગાનનો ઘોષ પ્રચંડ બન્યો.
પણ આ શું ? રાજાઓનો એ સમૂહ યજ્ઞમંડપ તરફ આવવાને બદલે અપાપાનગરીની પાસે આવેલા મહસેનવન તરફ ચાલ્યો. જરૂર રાજાઓ માર્ગ ભૂલ્યા. રથીઓએ રથ જૂઠા હાંક્યા. સોમિલ વિપ્રે અનુચરને માર્ગ બતાવવા મોકલ્યો, પણ ક્ષણવારમાં અનુચરે આવી પ્રણામ કરતાં કહ્યું :
“તેઓ મહસેનવનમાં સર્વાને વંદન કરવા જાય છે !''
કોણ સર્વજ્ઞ ?” અગિયાર વિદ્વાન વિપ્રોમાંના વડા વિપ્ર ઇંદ્રભૂતિ ગૌતમે ઊંચા અવાજે પ્રશ્ન કર્યો.
“સાતપુત્ર !!*
જ્ઞાતપુત્ર અને વળી સર્વજ્ઞ ? વદતોવ્યાઘાત ?" ઇંદ્રભૂતિ ગૌતમે આસન પરથી ઊભા થતાં પડકાર ર્યો, અને મસ્તક પરની શિખાની બાંધ-છોડ કરતાં કહ્યું : “હું એ જ્ઞાતપુત્રની સર્વજ્ઞતાની શેખીને પળવારમાં ધૂળમાં મેળવવા અત્યારે ને અત્યારે પ્રયાણ કરીશ. મારા શિધ્યવર્ગ સિવાય કોઈ મારી સાથે આવશો નહિ. તમે બધા શ્રદ્ધા રાખજો કે ઇંદ્રભૂતિ ગૌતમ ઘડીના છઠ્ઠાભાગમાં એની સર્વજ્ઞતાને સંહારી તમારી સમક્ષ ઉપસ્થિત થશે. આપ સર્વ યજ્ઞના પવિત્ર કાર્યને શાન્તિથી આગળ ધપાવો !!”
ઇંદ્રભૂતિ ગૌતમે ઓસન નીચે પગ મૂક્યો ને સર્વત્ર ‘ઇંદ્રભૂતિ ગૌતમનો જય'ની પ્રચંડ ઘોષણા ગાજી રહી. વસુભૂતિ ગૌતમના આ વડા પુત્રની વિદ્વત્તા વિશે કોઈને તલમાત્ર સંદેહ નહોતો. એની વાદશક્તિ ને જ્ઞાનતેજ પાસે કોઈ ટકી શકતું નહિ. ભક્તજનો સ્વયં જયને જાણે વિજય માટે પ્રસ્થાન કરતો જોઈ રહ્યા.
મહસેનવનનો માર્ગ અતિ દૂર ન હતો. પાંચસો અનુયાયીઓથી શોભતા ઇંદ્રભૂતિ ગૌતમ મહસેનવનમાં આવી પહોંચ્યા. વનના પ્રારંભમાં હય ને રથ વગેરે વાહનો ઊભાં હતાં. ઇંદ્રભૂતિ ગૌતમે તેમાં પ્રવેશ કર્યો; પણ સાથે જ મહાન હિમગિરિ પર સૂર્યનાં કિરણો પડતાં જેમ એ સ્વયં દ્રવવા લાગે, એવી કોઈ એકહ્ય લાગણી આ મહાન પંડિતરાજને થઈ આવી. અનેક આશ્રમો, વનો ને પુષ્કરણીઓનો પ્રવાસ એણે ખેડડ્યો હતો, પણ આવું સૌમ્ય વાતાવરણ કદી અનુભવ્યું નહોતું.
જલDલોત્પન્ન પંચવર્ણા પુષ્પોથી આખો વનખંડ મઘમઘી રહ્યો હતો. આ વૈશાખનો ધોમધખતો ભાનુ પણ અહીં શાન્ત બનીને તેજ ઢોળી રહ્યો હતો. વનવૃક્ષોમાંથી મંદ મંદ વહેતો વાયુ વંશવીણાના મીઠા સ્વરો ઉત્પન્ન કરી વાતાવરણને સુમધુર બનાવતો હતો
જાણે ઇંદ્રભૂતિ ગૌતમના પાંડિત્યના ગર્વોન્નત શિખરને કોઈ નવીન ઝંઝાવાત ક્ષણવારને માટે સ્પર્શી ગયો. પણ તરત જ સાવધ બની એ આગળ વધ્યો.
જ્ઞાતપુત્રને ચરણે 12
120 D સંસારસેતુ