Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 71
________________ વાદ કે દલીલોની પ્રપંચજાળનું જાણે અહીં અસ્તિત્વ જ નથી ! સાદા, સરળ, સ્વતઃ સમજાઈ જાય તેવાં જ વાણી ને વિચાર ! માનવીને વાદાવાદ જ જાણે નિરર્થક ભાસે ! આર્યાવર્તનો મહાન વિદ્વાન વિચારોની ઊંડી ગર્તામાં પડી ગયો. એણે જીવનમાં આટલું નિખાલસ, આત્મભાવને સ્પર્શતું, નમ્ર ને સર્વગ્રાહી તત્ત્વજ્ઞાન સાંભળ્યું નહોતું. એના પાંડિત્યના પોપડાઓમાં વીંટાયેલો આત્માનો અનાહત નાદ જાણે વારે વારે ગર્જી ઊઠતો હતો : “ગૌતમ ! તને તારી બધી વિઘા શું શુષ્ક નથી ભાસતી ? તારી વિદ્યાની શુષ્કતા તૃષાતુર પ્રાણીઓને મૃગજળથી ભરેલાં મહારણોમાં અથડાવી મારવા સિવાય કંઈ કરી શકશે નહિ ! એકલી વિદ્યા શા કામની ? ઉદરભર માણસના જેવી વિદ્યા કેવલ કંઠાગ્ર કરી લીધું કલ્યાણ નહિ થઈ શકે !” ક્ષણવારમાં આર્યાવર્તના આ મહાન વિદ્વાન સામેથી અભિમાન, પૂર્વગ્રહ ને પાંડિત્યનાં જાળાં દૂર થતાં ગયાં. કોઈ મહા સંકલ્પની ક્ષણોમાંથી પસાર થતો હોય તેમ ઇંદ્રભૂતિ ગૌતમ પળવારને માટે સ્થિર, સ્તબ્ધ ને મૂક ઊભો રહ્યો. એનો સત્યનો શોધક, ઋજુસ્વભાવી આત્મા અંતરમાં બળવો પોકારી રહ્યો : - “ગૌતમ, માનવજીવનનું સાર્થક કરી લે ! પાંડિત્યના પંકમાંથી નીકળી આત્માના પવિત્રતમ પંકજને ખીલવ ! તારી પ્રચંડ શક્તિોના રથી વિનાના ૨થને મળેલો આ સારથિ સાધી લે !” એક જ ક્ષણે ! ઝંઝાવાત પસાર થતાંની સાથે જ દિશાઓ જેમ પ્રસન્ન બની સુગંધ વહાવવા લાગે, તેમ પાંડિત્યના આ અવતારનો આત્મા નિર્મળ બની ગયો. દુનિયાનાં માનાપમાન, લાભાલાભ, કીર્તિ-અપકીર્તિ એ ભૂલી ગયો. એ જ્ઞાતપુત્રના ચરણે પડડ્યો. એણે બે હાથ જોડી અંજલિબદ્ધ થઈ પ્રાર્થના કરી : નમુત્થણે અરિહંતાણં ભગવંતાણું , આઈગરાણે, તિસ્થયરાણં, સયંસંબુદ્ધાણં .+ એક એક પંક્તિ કોઈ સંવાદી સૂરોની જેમ બધા પર પડઘો પાડી રહી. નિર્વાણગિરાના આ મહાન પંડિતના મુખમાંથી સરતી પ્રાકૃત લોકભાષાની આ પંક્તિઓ સહુને વશ કરી રહી. ચરણસ્પર્શ કરી રહેલા ઇંદ્રભૂતિ ગૌતમે નત મસ્તકે જ પ્રાર્થના કરી : “હે પરમપુરુષ ! વાંદરાને નિમિત્તે, પૂજવાને નિમિત્તે, સત્કારને નિમિત્તે, સન્માનને નિમિત્તે, બોધિલાભને નિમિત્તે, મોક્ષ પામવાને નિમિત્તે, હું વૃદ્ધિ પામતી શ્રદ્ધાથી, નિર્દભ બુદ્ધિથી, નિર્વિકાર ચિત્તથી, નિશ્ચય અને પરામર્શપૂર્વક આપને + ધર્માદિના સ્થાપક, તીર્થના સ્થાપક અને સ્વયં શાનવાન એવા અરહિંત ભગવંતને મારા નમસ્કાર છે. – ‘શકસ્તવ * 124 D સંસારસેતુ સ્વીકારું છું. આપ મને સ્વીકારો !” “તથાસ્તુ, ગૌતમ !” જ્ઞાતપુત્રે આટલી સુદીર્ઘ વિનંતીનો બે જ શબ્દોમાં જવાબ વાળી દીધો ને કહ્યું : “ઇંદ્રભૂતિ, ઋણાનુબંધનો પ્રેર્યો તું અહીં આવ્યો છે. મારું જ્ઞાન કહે છે કે, તું મારા સંદેશને ચિરંજીવ બનાવીશ, મારા સ્થાનને શોભાવીશ.” ગૌતમે નત મસ્તકે જાણે આ સંદેશ ઝીલી લીધો. ઇંદ્રભૂતિ ગૌતમના કુશળ ને વિદ્વાન પાંચસો શિષ્યો પણ ગુરુના માર્ગને અનુસર્યા. જીતવા આવેલા મહારથીઓ વગર વાદવિવાદે જિતાઈ ગયા. આ સમાચાર ઝંઝાવાતને વેગે સોમિલ દ્વિજની યજ્ઞશાળામાં જઈ પહોંચ્યા. ક્ષણભર કોઈપણ આ અસંભવિત ઘટનાને સંભવિત માનવા તૈયાર ન થયું, પણ ઘટનાની વાસ્તવિકતાને પુષ્ટિ આપે તેવા વર્તમાનો પર વર્તમાનો આવવા લાગ્યા. વેદનો ગર્જારવ કરતા કંઠ ક્ષણવાર થંભી ગયા. આહુતિ આપતા હોતાઓના હસ્ત અડધે એમ ને એમ તોળાઈ રહ્યા. ને માની શકાય તેવા વર્તમાન ! સર્વવિદ્યાવિશારદ અગ્નિભૂતિ હવે સ્વસ્થ ન બેસી શક્યો. એ પોતાના આસન પરથી આવેશમાં ખડો થઈ ગયો : અને એણે પ્રચંડ અવાજે ઘોષણા કરી : “મને ખબર મળી હતી કે જ્ઞાતપુત્ર જ બર જાદુગર છે, મગરૂર માયાવી છે. આર્યાવર્તના પરમ ભૂષણ સમાને મારા જ્યેષ્ઠબંધુ ઇંદ્રભૂતિ ગૌતમને વાદમાં પૃથ્વી, આકાશ કે પાતાળનો કોઈ પણ જીવ હરાવી શકે, તે વાત સ્વપ્નમાં પણ હું માનવા તૈયાર નથી. પણ એક વાત છે; ઋજુપરિણામી મારા જ્યેષ્ઠ ભ્રાતાને એ માયાવીએ અવશ્ય પોતાની કુટિલ માયાજાળમાં ફસાવ્યા છે. આપ સર્વે શાન્તિથી યજ્ઞકાર્ય આટોપો ! હું ક્ષણમાત્રમાં એ પ્રખર માયાવીની માયાજાળ છિન્નભિન્ન કરીને મારા પૂજ્ય બંધુશ્રી સાથે વેદધર્મની યશપતાકા દિગદિગન્તમાં પ્રસારતો પાછો ફરું છું.” આખી સભાએ અગ્નિભૂતિ ગૌતમનો જયનાદ પોકાર્યો. આકાશને ભેદવા જાણે જતો ન હોય તેમ ઉન્નત મસ્તકે પગલે પગલે ધરણી ધ્રુજાવતા એ વિદ્વાને પ્રસ્થાન કર્યું. એની પાછળ એનો પાંચસો શિષ્યોનો સમુદાય પણ પરવર્યો. મહસેનવન આજે ધન્ય બની ગયું હતું. આર્યવર્તના મહાન ચરણોની સેવા પામીને આજે એની રજ પણ પવિત્રતમ બની બેઠી હતી. ઇંદ્રભૂતિ ગૌતમ સાથે જ્ઞાતપુત્રનો વાર્તાલાપ હજી ચાલી રહ્યો હતો. ત્યાં વાતાવરણને વધતો પ્રચંડ શખસ્વર સંભળાયો. થોડી વારમાં અગ્નિભૂતિ ગૌતમના જયજયનાદથી વાતાવરણ વ્યાકુળ બની ઊડ્યું. આખી સભા માર્ગ પ્રતિ ઉત્સુકતાથી નીરખી રહી. વાદવિવાદ માટે આવી રહેલો વિદ્વાનોનો સમુદાય નજીક આવી પહોંચ્યો હતો. જ્ઞાતપુત્રને ચરણે 25

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122