Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 75
________________ શ્રદ્ધાથી ફળવતી બને છે. અર્થાત્ જે દેવ, ગુરુ ને ધર્મને તમે આચરવા તૈયાર છો, તેમાં તમારી દેવ, ગુરુ ને ધર્મ તરીકેની પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે.* એ દેવગુરુએ રજૂ કરેલાં તત્ત્વોમાં પૂર્ણ શ્રદ્ધા હોવી ઘટે. આ શ્રદ્ધા એટલે સમ્યકત્વ ! આવા સમ્યક્ત્વના ઉપાસક માટે મુખ્ય પાંચ વ્રત છે. આ પાંચ મહાવ્રત એટલે અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ ને બ્રહ્મચર્ય. આ પાંચ મહાવ્રતો સાધુ સાધ્વીએ પ્રાણના ભોગે પણ પાળવાનાં છે. ગૃહસ્થો જરૂરી લઈ શકે છે." આટલું શ્રવણ કર્યા પછી સભા સમાપ્ત થઈ. રાજા-મહારાજાઓએ સંઘસ્થાપનાનો ઉત્સવ ઊજવ્યો. આ ઉત્સવના પડઘાઓ આર્યાવર્તના ખૂણે ખૂણે પડ્યા. નવક્રાન્તિના પ્રવર્તક જ્ઞાતપુત્રનો સંદેશ ઠેર ઠેર પ્રસરી વળ્યો. 16 મોહપાશ સવસ્થાપનાની એ છડી સવારીએથી મગધરાજ પોતાના મંત્રી, સામંત ને સરદારો સાથે પુન: રાજગૃહી તરફ પાછા ફરતા હતા. રણોત્રોનો વિજયના જેવો આજના ધર્મવિજયનો આનંદ અપૂર્વ હતો. મહાપ્રભુએ મગધનાં જ બે મહારત્નોને શ્રાવક ને શ્રાવિકાપદે અંકિત કર્યો. પ્રભુએ જાણે આડકતરો આદેશ કર્યો હતો કે મગધના નાથે મહાધર્મનો પ્રચાર કરવો. અને એ મહાધર્મના પ્રચારની અનેકાનેક શક્યતાઓ મગધને વરી હતી. ચલ્લણી ને નંદા જેમ રાણીઓ, અભય ને નાગથિક જેવા વિશ્વાસુ મંત્રીઓ, મેતાર્ય જેવા શ્રેષ્ઠીપુત્રો અને માતંગ-વિરૂપા જેવી સુંદર બેલડીઓ અહીં હતી. અનેક સુંદર વટવૃક્ષો પાંગરેલાં હતાં કે જેની છાયામાં બીજાં વટવૃક્ષોને પાંગરતાં વાર ન લાગે. આખી સવારી વનપ્રદેશની શોભા નિહાળતી આગળ વધતી હતી. મગધરાજ જ્ઞાતપુત્રના નવસંદેશને, અહિંસા અને ત્યાગની ભાવનાને રાજ કીય વ્યવહારોમાં કેમ અંતર્ગત કરવી એની કલ્પનામાં મગ્ન હતા. મગધરાજના ‘સેચનક' હસ્તીની પાછળ જ મહાઅમાત્ય અભય અને નગરશ્રેષ્ઠી મેતાર્યના પડછંદ અશ્વો હતા. મહાઅમાત્યના ચહેરા પર આછી વ્યગ્રતા હતી. સદા સ્વસ્થ ને શાન્ત દેખાતા મહાઅમાત્યના મુખ પરની આ ચિંતાની રેખાએ રેખાઓ પકડી શકાય તેમ પણ નહોતી. “મંત્રીરાજ , કંઈક વિચારમાં લાગો છો." મેતાર્યે પોતાના અશ્વને જરા વધુ પાસે ચલાવતાં કહ્યું. વિચાર ?” મહાઅમાત્યે ભારે દિલ ઉચ્ચાર્યું : “મેતાર્ય, વિચાર તો માનવમાત્રને સ્વાભાવિક છે. ચાહો, એ તો આવ્યા જ કરે ને !' * या देवे देवताबुदिर्गुरो च गुरुतामतिः । धर्म च धर्मधी शुदा सम्यक्त्वभिदमुच्यते ।। ત્યાગશાસ્ત્ર : હેમચંદ્રાચાર્ય. 132 સંસારસેતુ

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122