________________
“મેતાર્ય, ગરીબ માતાનું વચન કદી નહિ ઉણાપે ? ગરીબ મા સદા વહાલી લાગશે ?**
ઘસડાય છે. તું નિર્માલ્ય પાક્યો હોત તો ઝટ વિમરણ થાત. પણ તારી પરાક્રમગાથાઓએ મારી પુત્રમાયાને સજાગ કરી તારા ઓષ્ઠની લાલી ને તારા દેહની સુરખીને ચૂમી લેવાનું મન થાય છે. અરેરે ! નંદા તને લઈ ગઈ એ વેળા બેટા, તારા દેહ પર હાથ ફેરવવા જેટલીય સ્વસ્થતા મારામાં નહોતી. વર્ષો બાદ, આજે આકાંક્ષા મનને ઘેરી વળી છે. માનો અધિકાર ! જનેતાનો હક્ક !”
વિરૂપા આગળ કંઈ ન બોલી શકી. એ દોડીને મેતાર્યને ભેટી પડી. મેતાર્યું પણ વિરૂપાના સ્કંધ પર મસ્તક અવલંબતાં એટલું જ કહ્યું :
મા !” બેટા !” ને વિરૂપા ઘેલી બની મેતાર્યના કપોલસ્થળને ચૂમી રહી.
પરવશતાની એક ક્ષણ ! જીવનની એક મધુરી પળ ! દૂર આંબાવાડિયામાં કોયલે જાણે નાચી ઊઠી. ઉપર નભોમંડળમાં જાણે તારકો આશ્ચર્યમુગ્ધ બની નીરખી રહ્યા,
મોહપાશની એક ઉત્કટ ક્ષણ પસાર થઈ ગઈ, ને વિરૂપા સ્વસ્થ થઈ ગઈ. એ મનોમંથનમાં પડી ગઈ : હાય, હું કેવી નબળી બની ગઈ ! જિગરના ઘા સાચી જનેતા કદી પ્રગટ કરતી નથી. રે, તારી આ ઘેલાઈથી કેટલો અનર્થ થશે ? તું કોને ભેટે. છે ? કોને આલિંગે છે ? વિરૂપા, જાત સંભાળ ! સ્થિતિ ને સમય વિચાર ! રાજગૃહીંના ધનકુબેર, મગધરાજના પ્રિયપાત્ર, મહાઅમાત્યના મિત્ર, અરે ! આવતી કાલે સાત સુંદરીઓના ભરથાર બનનાર સામે આ કેવી ચેષ્ટાઓ !
વિરૂપા આ બધી ઘટનાનો વિચાર કરતી ધ્રુજી રહી. પોતે કેવું કાર્ય કર્યું, એની કલ્પનાથી વિવશ બની રહી.
મેતાર્ય પણ હવે શાન્ત થયો હતો. એણે કપોલ પ્રદેશ પર છાયેલી સ્નિગ્ધતા લૂછતાં કહ્યું :
ત્યારે મારો પિતા માતંગ અને મારી મા વિરૂપા ! મારું કુળ મેત, એમ ને ?”
કોણ દુષ્ટ તને મેત કહે છે ? એની જીભ જ ખેંચી લઉં ?” ફરીથી વિરૂપા આવેશમાં આવી ગઈ : “મેતાર્યને મારો પુત્ર કોણ કહે છે ? એ તો ધનદત્તનું સંતાન ! વિરૂપા કથીર. કથીરની ખાણમાં કંચન ન પાકે !”
મા, મૂંઝાશો નહિ ! મેત કુળ મારે મન હીણું નથી. મારું કુળ જ મેત ! હું તો વિરૂપાનો પુત્ર. જેને શરમ આવતી હોય એ એને છોડી દે. ધનદત્ત મારા પિતા નહિ, ને દેવશ્રી મારી માતા નહિ. કુળ, કીર્તિ ને પૈસો : બધુંય માતાના પ્યાર પાસે ફિક્યું છે. હું મેતાર્ય નહિ, મેતારજ ! મેતોના આંગણાની રજ !”
મૈતાર્યનાં આ લાંબાં વાક્યો દરમિયાન વિરૂપા મનને સ્થિર કરી શકી. એણે મેતાર્યના જવાબનો કંઈ ઉત્તર ન વાળ્યો. એ કંઈક ગંભીર વિચારમાં ઊતરી પડી. થોડી વારે બોલી :
1401 સંસારસેતુ
મા અને ગરીબ ? મા એ મા છે. માનું વચન શિરસાવંદ્ય છે. પરીક્ષા કરવી હોય ત્યારે કરી જોશો !”
“આજે જ પરીક્ષા કરીશ.” ભલે.”
આ ગરીબ માતાની આજ્ઞા છે કે, આ વાતને તારે ભૂલી જવી. ફરીથી ધનદત્તના પુત્ર બની જવું ! વિરૂપા તારી કોઈ નહિ, એમ સ્વીકારી લેવું.”
હવે ન બને !”
તો માતાની આજ્ઞા શિરસાવંદ્ય શાથી? મેતાર્ય, જા ચાલ્યો જા. માતાને દુઃખી કરીશ મા ! માતંગ આવતો હશે. એનું હૈયું ભાંગે તો જન્મોજન્મમાં પણ મારું કલ્યાણ ન થાય !”
બીજાનું હૈયું સાબૂત રાખવા પોતાનું ભાંગવું ?”
હા, બેટા ? ઘણીવાર પોતાનું ભાગીને જ પારકાનું સાબૂત રાખી શકાય છે. પ્રકૃતિનો જ એ ક્રમ છે. જગત આખું એકબીજાના ત્યાગ પર નભે છે. પહાડ પોતાના વજ જેવા હૈયાં ભેદીને જ શુભ્રસલિલા ગંગામાતાને માર્ગ આપે છે. આ ગંગામાતા પવિત્રતમ પૃથ્વીને રસવતી બનાવવા ઠેર ઠેર વહેતી આખરે ખારા સાગરમાં સમાય છે, કોઈ કહેશે કે, અરેરે ! મીઠા જળને ખારા જળમાં ભેરવી દીધું, એવું ગાડું કાર્ય તે કંઈ બલિદાન કહેવાય ! કુમાર તું તો ડાહ્યો છે, વિદ્વાને છે. તું જાણે છે કે, એ બલિદાન જ ફરી વર્ષાનાં વાદળો લાવે છે : ખારા સાગરનાં પાણી ફરી મીઠાં બની બધે વરસી પડે છે. સૂકી ધરા શસ્યશ્યામલા બનીને નાચી ઊઠે છે.”
મા, અભણ છતાં આટઆટલું જ્ઞાનમંથન ?”
બેટા, એ મંતન જ મારા જીવનનું સર્વસ્વ રહ્યું છે. એ વિના હવે જિવાય તેમ નથી. પણ મેતાર્ય, ખબરદાર હવે મને મા કીધી છે તો ? ન તું પુત્ર ને હું માતા ! મારી સખીના જીવનને જો હાનિ પહોંચાડવા પ્રયત્ન કરીશ, તો ભવોભવ તારું ભલું નહિ થાય. મેતાર્ય, આજની આ મારી નબળી ક્ષણો માટે મને માફ કર !”
“માં...” આવેલો શબ્દ અડધે ગળી જતો મેતાર્ય બોલ્યો : “કોણ માફ કરી શકે ? મગધની એક સામાન્ય મત નારીના જેટલી સમર્પણની તાકાત મગધના વીરોમાંય નથી. વધુ નથી કહેતો. તારી ઇચ્છા મુજબ થશે.”
કલ્યાણ થજો તારું ! બસ, હવે જલદી પાછો ફર !” આકાશના તારાઓ સામે મીટ માંડતાં વિરૂપાએ ઉચ્ચાર્યું, જાણે એ આકાશના
મોહપાશ D 141