Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 85
________________ એમ કહેવા આવ્યો છું.” આ શબ્દો આખી મેદની પર વજ્રપાત જેવા હતા. ધનદત્ત શેઠને તેમના કુટુંબીઓ માટે વિષપાન કરવા યોગ્ય સમય હતો. “શાબાશ હૈ જ્ઞાતપુત્રના શિષ્ય ! એમના ઉપદેશને ચરિતાર્થ કરવાનો ઠીક રસ્તો હાથ કર્યો !” મેદનીમાંથી અવાજ આવ્યો. “અલ્યા, અમે તો કહેતા'તા કે નીચને માથે ચડાવ્યાં ખોટાં !” બીજો અવાજ આવ્યો. ઢાળ જોઈને ઢળનારાં જળના સ્વભાવવાળી માનવમેદની ક્ષણવારમાં ધનદત્ત, મેતાર્ય અને માતંગને છોડી જ્ઞાતપુત્ર પર ટીકાનાં બાણ વરસાવવા લાગી. “ખબરદાર, જો કોઈએ જ્ઞાતપુત્રનું વચ્ચે નામ લીધું તો ! સાંસારિક ખટપટોમાં આપણાં કર્માકર્મની બાબતમાં – મહાપુરુષોને સંડોવવાની રીત ખોટી છે.” મગધરાજનો કંઈ રોષસૂચક અવાજ સંભળાયો. નગરલોક એકદમ શાન્ત થઈ ગયું. મહામંત્રી આગળ આવ્યા ને માતંગનો હાથ પકડી બોલ્યા : “માતંગ ! શું કહે છે ?” “મહારાજ, અવિનયની ક્ષમા ! મેતાર્ય મારું સંતાન છે.” ધનદત્તનો પિતા ઊકળી ગયો, મગધરાજની હાજરીમાં એણે શાન્તિ જાળવતાં કહ્યું : “મહારાજ, “મારી બદનામી કરવાનું આ કોઈ કાવતરું લાગે છે. હું ન્યાય માગું છું.” “ન્યાય જરૂ૨ મળશે, પણ અત્યારે કામ પતાવો.” મહારાજાએ આજ્ઞા કરી. “ના, મહારાજ, ન્યાય પહેલાં ને પછી બીજું. મારો ગરીબ સેવકનો દાવો છે. કે મેતાર્ય મારું સંતાન છે.” માતંગે વચ્ચે કહ્યું. “અને એ દાવો ખોટો ઠરશે તો તેની શિક્ષા જાણો છો ?” મહામંત્રીનો અવાજ મુંો. “મગધના સાચા ઇન્સાફ પર માતંગને શ્રદ્ધા છે. એની યોગ્ય શિક્ષા માટે તૈયાર જ છું." માતંગ અત્યંત આવેશમાં હતો. “મગધના સિંહાસન પાસે ન્યાય મેળવવાનો ગરીબનો ને શ્રીમંતોનો સરખો હક છે. એ હક માર્યો ન જાય, એ જોજો મંત્રીરાજ !" મેતાર્થે વચ્ચે ધીરેથી કહ્યું. ધનદત્ત શ્રેષ્ઠી ક્રોધમાં ને ક્રોધમાં કંઈ બોલી શકતા નહોતા. મેતાર્ય સ્વસ્થ ચિત્તે બેઠા હતા. એમને કોઈ હર્ષ કે શોક જાણે સ્પર્શો નહોતો. આખું નગરલોક ઊંચું ઊંચું થઈને નીરખી રહ્યું હતું કે મગધરાજ ભયંકરમાં ભયંકર શિક્ષાની આજ્ઞા આપશે. એ ફૂલથી કોમળ છે, એમ વજ્રથીય કઠોર છે. હમણાં મહામંત્રી અભય માતંગને ગરદન મારશે. 152 D સંસારસેતુ પણ મગધનો નાથ એમ ન્યાયને કચડી સંબંધ સાંધવાનું શીખ્યો નહોતો. આવા જ પ્રસંગે એ સોળે કળાએ ખીલી નીકળતો. એ વેળા પ્રજા જોતી કે ન્યાયપુર સરનો કોઈ પણ દાવો જીતવામાં રાય કે ટ્રંક, અમીર કે ગરીબનો ભેદ આડે ન આવતો. આખોય વરઘોડો નિઃશબ્દ ઊભો હતો. આટલી જબ્બર માનવમેદનીના શ્વોસોશ્વાસનોય જાણે પડઘો પડતો હોય એમ લાગતું હતું. માતંગનો અડગ નિર્ણય સાંભળી મનમાં કંઈ ને કંઈ કુતુહલ કલ્પી રહ્યા. પાલખીમાં બેઠેલી નવોઢાઓનાં ફૂલગુલાબી મોં, પોતાના ભાવિ પતિનું આવું અપમાન થતું જોઈ લાલ હિગળોકિયાં જેવાં બની ગયાં હતાં. એમના નાના નાના અધરોમાંથી ક્રોધનો મર્મર ધ્વનિ નીકળતો હતો, અને કામદેવની કામઠી જેવી ભ્રૂકુટિઓ વારે વારે ખેંચાતી ને સંકોચાતી હતી. અદલ-ઇન્સાફી મગધરાજે કેટલાય ફેસલા ચૂકવ્યા હતા. કોઈ વાર મોટી ગૂંચવણ આવી પડતાં મહામંત્રી અભયની બુદ્ધિએ સાચા ન્યાય માટે મહેનત કરવામાં કંઈ કમીના રાખી નહોતી, પણ આજ તો મહારાજા અને મંત્રી બન્ને વિમાસણમાં પડી ગયા. ધનદત્ત શેઠ તો આ બધી વસ્તુને કોઈ પત્ર્યંત્ર ક્રૂર મશ્કરી સમ લેખતા હતા. એમને માટે તો પ્રત્યેક ક્ષણ એક જુગ-જુગ જેવડી હતી. ગળા સુધી ક્રોધ આવીને ઊભો હતો. શું કરી નાખું, એવો પડઘો પડી રહ્યો હતો; પણ સત્તા પાસે શાણપણ જાળવવામાં જ મજા હતી. કેટલીક ક્ષણ કિંકર્તવ્યમૂઢતામાં પસાર થઈ ગઈ. આખરે મહામંત્રીએ જાહેર કર્યું : “મગધના સિંહાસન પાસે ન્યાય માગવાનો સહુને સરખો હક છે. વરઘોડો થોડી વાર થોભશે. પુત્ર કોનો, એની સાચી જાણ માતા સિવાય બીજાને કોઈને ન હોય. આપ જાણે પાપ ને મા જાણે બાપ. બોલાવો માતંગની પત્નીને અને મેતાર્યનાં માતાજીને " રંગમાં ભંગ – 153

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122