Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 93
________________ 20 કોણ સાચું ? ઊંચી શિખરમાળને ભેદીને સૂરજ નારાયણે વનપ્રવેશ કર્યો ત્યારે કેવલ છે અશ્વો જ તબડક તબડક કરતા માર્ગ કાપી રહ્યા હતા. બધાના મુખમાંથી ફીણના ગોટાગોટા નીકળી રહ્યા હતા. આગળ જતો ઘોડેસવાર ને પાછળના ઘોડેસવારો વચ્ચે અંતર ઠીક ઠીક હતું, પણ હવે જાણે પાછળના ઘોડેસવારો જીવ પર આવી ગયા હોય તેમ લાગતું હતું. | પાછળના અશ્વોની ગતિ વધી. અંતર ઓછું થતું ચાલ્યું. પણ પકડી પાડી શકાય એટલું તો નહિ જ ! “મંત્રીરાજ , જીવતો કે મરેલો ! હવે લાંબો શો વિચાર કરો છો ?” તરત જ આગળના ઘોડા પર સવાર થયેલ મહામંત્રી દોડતા ઘોડાની પીઠ પર ઊંચા થયા ને હાથમાં રહેલું કુંતx ફેંક્યું. | પ્રચંડ ધનુષ્યમાંથી ફેકાયેલાં તીરની જેમ હવામાં જબરો સુસવાટો બોલાવતું કુંત રોહિણેય તરફ ધસ્યું, પણ જીવ લઈને નાસતા એ કુશળ ચોરની ગરદનને પણ જાણે આંખો હતી. એ ચેતી ગયો ને પોતાના કાળથી બચવા નિમિષમાત્રમાં અશ્વની પીઠ પરથી એક બાજુ ઝૂકી ગયો. કુંત સવારને બદલે અશ્વની ગરદનમાં ઊંડે ઊતરી ગયું. લોહીની ધાર વછૂટી, છતાં વફાદાર એશ્વ મૂંઝાયો નહિ. એણે પ્રવાસ જારી રાખ્યો. કુંતનો ઘા ખાલી જતાં રોહિણેય ફરીથી બરાબર સવાર થઈ ગયો, ને ક્ષણમાત્રમાં અશ્વની ગરદનમાંથી કુંત ખેંચી કાઢવું. લોહીના ફુવારાઓ ઉડાડતો એશ્વ જરાય થોભ્યો નહોતો. રોહિણેય જેવા x નાનું ભાલું. પોતાના અસવારનું જાણે પ્રાણાર્પણથી પણ રક્ષણ કરવાનું બીડું એણે ઝડપ્યું હતું. એ વેગથી આગળ દોડ્યું જતો હતો. કેટલીએક પળો આ રીતે વીતી ગઈ. વનપ્રદેશના જાણકાર રોહિણેય મહામંત્રી અને તેમના ગણ્યાગાંઠ્યા મદદગારોને વનની ખીણોમાં ઘાંચીના બળદની જેમ ફેરવવા માંડ્યા હતા. સૈનિકો અને તેમના અશ્વો થાક્યા હતા. કેવલ મહામંત્રી અત્યંત આવેગથી પીછો પકડી રહ્યા હતા. ચતુર રોહિણેયનો એશ્વ હવે લોહીના અત્યંત વહેવાથી અશક્ત બનતો જતો હતો. એણે પોતાનું વસ્ત્ર ફાડીને દોડતા પાટો વીંટ્યો હતો, પણ ઘા સામાન્ય નહોતો. હવે અશ્વ પર ભરોસો રાખવા કરતાં એણે બીજું કંઈ વિચાર્યું. વનની વનરાઈ ગાઢ બનતી જતી હતી. મહામુશ્કેલીએ માણસ ચાલી શકે તેવી અનેક નાની આડીઅવળી કેડીઓ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. રોહિણેયે એક આવી કેડીનો માર્ગ લીધો, ને પળવારમાં ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. પણ મહામંત્રી આજે તો છેલ્લો નિર્ણય કરીને નીકળ્યા હતા. રોહિણેય ન મળે તો એમના માટે પણ હવે રાજ ગૃહીનાં ઝાડવાં જોવામાં નહોતાં. કાં શસ્ત્રત્યાગ ! કાં સંન્યાસ ! મહામંત્રીએ પણ અશ્વને ઝાડીમાં ધકેલ્યો; પણ અંદર જતાં તેઓ જુએ છે, તો એક ઝરણને કાંઠે પેલો ઘાયલ અશ્વ ખાલી ઊભો હતો. “દુષ્ટ છટકી ગયો ? નામર્દ !!” અને કોપે ચડેલા મહામંત્રીએ પોતાની ગરુડ જેવી દીર્ઘ દૃષ્ટિ ચારે તરફ ફેંકી. દૂર, થોડે દૂર, રોહિણેય પગપાળો નાસતો જતો હતો. મહામંત્રીના ક્રોધનો પાર ન રહ્યો. એમણે પીઠ પરના ભાથામાંથી એક ઝીણું તીણ તીર ખેંચી કાઢવું ને ધનુષની પણછ કાન સુધી ખેંચી હવામાં વહેતું મૂક્યું. મહામંત્રી હજીય આવા શૂરવીરને જીવતો પકડવાનો લોભ છોડી શક્યા નહોતા. શરસંધાન એના પગ પર હતું, અને એ સંધાન અચૂક નીવડયું. તીર. રોહિણેયના ખડતલ પગની આરપાર નીકળી ગયું. પોતાના સંધાનની સફળતામાં મહામંત્રીએ એક અટ્ટહાસ્ય ક્યું ને એનો પીછો પકડી ઝાલી લેવા અશ્વ પરથી છલાંગ મારી નીચે ઊતર્યા. પણ આશ્ચર્ય ! રોહિણેય તીર ખેંચ્યા વગર જ , જરાય થોભ્યા વગર દોડતો હતો. આજે એની પાસે નહોતું તીરનું ભાથું. તલવાર, છૂરી અને ચોરીનાં બીજાં નાનાં સાધનો હતાં, તેમાં તલવાર વગેરે તો પહેલાં હૃદ્ધ વખતે જ છૂટી ગયાં હતાં. એકાદ તીર પાસે હોત, એકાદ નાની કૃપાણ કે કટારી પણ હોત, તો રોહિણેય અવશ્ય ભયંકર સામનો કરતું, પણ આજે તો નાસી છૂટયા સિવાય એના માટે બીજા કોઈ માર્ગ નહોતો. પ્રેમની વેદી પર 1 19

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122