________________
“સુનેત્રા, મહામંત્રી ભૂલે એમ પણ બનવું અસંભવ છે. એ કંઈ આપણાં જેવાં કેવળ ચર્મચક્ષુનો ધણી નથી. એનાં પ્રજ્ઞાચક્ષુ તો આકાશ-પાતાળ નીરખે છે. એ પરદેશીનું અડધું વર્ણન મેં કર્યું, ને બીજું બધું એમણે કર્યું, જાણે કોઈ વર્ણનકાવ્ય હોય તેમ તેની સાક્ષાત મૂર્તિ ખડી કરી દીધી."
ન
“એક ચહેરામહોરાના બે માણસ કેમ ન હોય ? ઘેલી થઈ છે તું. હજારોમાં મહાભાગ્યે આવો એકાદ રસિયો પ્રીતમ મળી આવે છે. એ રસિયાને ભુજમાં દબાવી, નિત્યની આ અનિચ્છનીય પ્રવૃત્તિમાં સુખની સરિતા લહેરાવ ને ! આ માથાકૂટમાં તું
ક્યાંથી પડી ?"
“એ ન બને ! મેં તો બીડું ઝડપ્યું છે ! એ અહીં આવે એટલે પકડાવ્યે જ છૂટકો ! દિવસો કેટલા વીતી ગયા ? મહામંત્રી રાતદહાડો એના જ વિચારમાં ને એની શોધમાં જ ઘૂમે છે.”
“હા, હા, હા.” એકાએક આવાસના દ્વાર પર હસવાનો અવાજ સંભળાયો. યુવતીઓ છળી ગઈ.
શેરીઓમાં ભમતો પેલો આકાર જ અહીં દેખાયો હતો. ઘનઘોર રાત, ને કાળા આકારનું આગમન ! આવાસનો ચોકીદાર નિરાંતે કુભકર્ણી નિદ્રામાં પડ્યો હતો. યુવતીઓ એકદમ ચીસ પાડી ઊઠી.
ઊંઘતો ચોકીદાર સફાળો જાગી ઊઠ્યો. આવા અનેક પ્રસંગોએ તાત્કાલિક ઇલાજો લેવા માટે ટેવાયેલો એ મોંમાંથી બીભત્સ શબ્દો કાઢતો મોટી છરી સાથે ત્યાં આવી પહોંચ્યો. પણ લેશમાત્ર ગભરાયા વગર, કંઈ પણ અવાજ કર્યા વગર પેલો આકાર આગળ વધ્યો. જાદુગરના જેવી કરામતથી તેણે ચોકીદારનો છરો ખૂંચવી લીધો અને હાથી જેમ કમળફૂલને ઊંચકી ફેંકી દે એમ એને ઊંચકી બહાર ફેંકી દીધો. ચોકીદાર ઊંધે માથે પડ્યો.
“દેવદત્તા, પિછાની લે ! હું જ પેલો પરદેશી સાર્થવાહ ! મને ફસાવવા તું બેઠી છે, તે હું જાણું છું. . પણ તું મને પકડી લે, તે પહેલાં હું તને પકડી જાઉં. ચાલ ! તને મારા મજેદાર ઘરમાં લઈ જાઉં ! તારા હજાર હાથવાળા મહામંત્રી તને છોડાવવા ત્યાં આવશે. બીડું તો સુંદર ઝડપ્યું હો !” પેલો આકાર બોલતો હતો. અરે, પણ આ ચોર-ડાકુની ભાષા ન હોય ! એ શબ્દોમાં સંસ્કાર ગાજતા હતા. ઝનૂન નહોતું – સૌમ્યતા હતી. પણ બધું જાણવા પેલી યુવતી સર્ચત ન હતી. એ તો ક્યારનીય બેભાન બનીને ઢળી પડી હતી.
કાળો આકાર આગળ વધ્યો. એણે ફૂલની જેમ યુવતીને ઊંચકી લીધી. પોતાના અંધારપછેડામાં લપેટી લીધી, અને સડસડાટ શેરીઓ વીંધતો એ ચાલ્યો.
164 D સંસારસેતુ
શેરીઓ ને ગલીઓ પસાર કરતો એ આકાર રાજમહેલ બગીચાની દીવાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો કે અચાનક પડકાર સંભળાયો :
“કોણ છે એ"
કોઈ અંધારામાંથી બહાર નીકળી આવ્યું. પણ પેલો કાળો આકાર તો ઝડપથી આગળ વધવા લાગ્યો.
નક્કી કોઈ ગુનેગાર ! બગીચાની દીવાલમાંથી કોઈ બહાર આવ્યું. સીધો સપાટો આકારના માથા ઉપર ! પણ કાળા આકારે વીજળીની ઝડપે હાથમાંની વસ્તુ જમીન પર સેરવી દાવ ચૂકવી લાઠીનો ઘા વ્યર્થ કર્યો અને જોતજોતાંમાં અંધારામાં એના હાથમાં લાંબી તલવાર લપકારા મારવા લાગી. પેલા આકારે વિચિત્ર અવાજ કાઢતાં ધીરેથી કહ્યું :
“તારા માર્ગે જા ! મોતને ન બોલાવ !”
“મોતથી ડરે એ બીજા ! રાજગૃહીની શેરીઓમાં શેતાન ભમે છે એ વાત મેં જાણી લીધી છે. જાન જાય તો પણ આજે નહિ છોડું !” અને આવનારે લાઠી ઘુમાવી. સીધો ફટકો માર્યો, પણ પેલાએ તલવાર પર ઝીલી લીધો. તલવાર અને લાઠી બન્ને હાથમાંથી છૂટી દૂર પડ્યાં ! એટલામાં પેલી સ્ત્રી જાગી ઊઠી. એણે ચીસ નાંખી. સ્ત્રીનું અપહરણ ! મગધ રાજના રાજ્યમાં !
આવનાર ઝનૂન પર ચડ્યો. એણે છરી કાઢી. પેલા કાળા આકારે ઊછળીને એનો હાથ પકડી લીધો. પણ હાથ પકડવા જતાં બુરખો સરી પડ્યો, તારાના પ્રકાશમાં એ એકદમ ઓળખાઈ ગયો.
K
“કોણ, તું રોહિણેય ?” અને આવનાર ઝનૂનપૂર્વક સામે ધસ્યો.
મદમસ્ત વનહસ્તીઓના દ્વંદ્વ જેવું તંદુ મચ્યું. આગંતુક પણ પડછંદ શરીરનો હતો. એના સુદીર્ઘ બાહુ ને દાવપેચ લડાવવાની હિંમત એને વગર કહે અજબ ખેલાડી તરીકે ઓળખાતી હતી. કેટલીએક પળો આ રીતે દમાં વીતી ગઈ.
ભૂમિ પર પડેલી દેવદત્તા ધીરેધીરે જાગ્રત થઈ રહી હતી. પણ આ દ્વંદ તરફ એની નજર પડતાં પુનઃ ચીસ પાડી ઊઠી.
કાળો આકાર હવે કંઈ નવા દાવપેચમાં હતો. એણે જોયું કે આ રાતનું હૃદ લંબાય તો વધુ મદદ આવી પહોંચે ને પોતે ઘેરાઈ જાય. એણે તરત એક અવળી ગુલાંટ ખાધી, અને સહેજ સરક્યો. દીવાલ પાસેથી સરી આવનારે અને ચિત કરવાનો સુંદર પ્રસંગ જોઈ એકદમ કૂદકો માર્યો, પણ પેલો સાપ જમીન પર પેટભર સરી જાય એમ સરી ગયો. કૂદકો નિષ્ફળ ગયો.
અને એ નિષ્ફળતાએ પેલા કાળા આકાર માટે માર્ગ કરી દીધો. વીજળીવેગે
કાળો આકાર – 165