________________
એ ઊભો થયો ને નાઠો. સામનો કરનાર બગડેલી બાજી સમજી ગયો ને એણે ઉતાવળો એક ચિત્કાર કર્યો.
ચિત્કારની સાથે આજુબાજુથી સૈનિકો દોડી આવ્યા. તેઓએ આસમાની દીવાનું અજવાળું ચારે તરફ ફેંકવા માંડ્યું. અને તેઓએ જે જોયું તેથી આશ્ચર્યમાં ડૂબી ગયા.
કોણ મહામંત્રીજી !” “વિલંબ પોષાય તેમ નથી. જલદી અશ્વ લાવો ! મગધનો ચોર રોહિણેય નાઠો છે.” “રોહિણેય !” સૈનિકોનાં મોં ફાટ્યાં રહ્યાં.
“વિચારવાનો વખત નથી. હું એની પૂંઠ પકડું છું. તમે અશ્વ સાથે દરવાજે ભેગા થાઓ.’
જેવી આશા !' સૈનિકો એટલું બોલી એકદમ અશ્વશાલા તરફ ચાલ્યા ગયા.
આ આજ્ઞા આપવામાં પળવારનો વિલંબ થયો, પણ એટલી વારમાં તો રોહિણેય ઠીક ઠીક આગળ વધી ગયો હતો.
રાજગૃહીના ઊંચા આવાસો ને ટૂંકી કેડીઓની વચ્ચેથી રોહિણેય પવનવેગે ઊડ્યો જતો હતો. પણ પળવારમાં તો આખા રાજગૃહીના ચોકીદારો સચેત બની ગયા. હવે જમીન પરનો માર્ગ ભભરેલો કલ્પી રોહિણેયે માર્ગ બદલ્યો. એ નિમિષમાત્રમાં એક ઊંચા આવાસની અગાસી ઉપર ચઢી ગયો, ને ત્યાંથી વાનરની જેમ કુદતી કૂદતો રાજ ગૃહીને વીંધવા લાગ્યો.
પૂરેપૂરું અનુસંધાન રાખીને મહામંત્રી આગળ વધતા હતા. વસંતની સુંદર રાત્રિ હતી, ને ઘણાં દંપતીઓ રસભર્યા પ્રહારો વિતાવી હમણાં જ ગાઢ નિદ્રામાં પડ્યાં હતાં. એમનાં વસ્ત્રો અસ્તવ્યસ્ત હતાં ને કેટલાંક તે એવી સ્થિતિમાં સૂતાં હતાં કે નજર નાખતાંની સાથે જ રોહિણેય ત્યાંથી આગળ વધી જતો.
રાવણની લંકા માર્ગ કૂદતા હનુમાનની કલ્પના રોહિણેય પૂરી પાડતો હતો. એની પાસે કોઈ અપૂર્વ લબ્ધિ હોય કે એના ચપળ પગમાં કોઈ યંત્ર હોય, જે ચાંપ દબાવતાં જ રોહિણેયને ઉછાળી એક આવાસથી બીજા આવાસ પર પહોંચાડી દેતું હોય તેમ લાગતું હતું. મહામંત્રી અને કેમ પકડવો તેના વિચારમાં આગળ વધતા હતા. સેનિકો અશ્વ સાથે આવી પહોંચ્યા હતા.
રોહિણેય રમતવાતમાં રાજ ગૃહીના આવાસો વટાવી ગયો. કિલ્લો વટાવતાં પણ એને શ્રમ ન લાવ્યો. કિલ્લાની બહાર મોટું વિસ્તૃત મેદાન હતું, પણ તે રસ્તે ન જતાં એણે નવો માર્ગ લીધો. એ ગંગા નદી પાર કરવા પ્રવાહમાં પડ્યો.
આજે જીવસટોસટનું સાહસ હતું. ચાલાક રોહિણેયે રમતવાતમાં મહાઅમાત્યની
અશ્વશક્તિને નિષ્ફળ બનાવી.
અશ્વોને પેલે પાર લાવો ! બીજાં સૈનિકદળો ગિરિમાળ વીંટી લે ! વાવ, નદીઓ ને પુષ્કરણીઓ પર પહેરા મૂકી દો !” મહાઅમાત્ય એક હોડીમાં બેસતાં અને તેને રોહિણેયની પાછળ વહેતી મૂકતાં આજ્ઞા કરી.
પણ રોહિણેય તો સાગરનું જળચર હોય તેમ કરવા લાગ્યો. કદી દેખાય, કદી ડૂબી જાય. ક્યાંક પરપોટા ઉડાડતો આડે રસ્તે આગળ વધે. હોડી અત્યંત ઝડપથી આગળ ધસતી હતી. આવા પ્રબલ પરાક્રમી ચોરને જીવતો ઝાલવાની હોંશ ધરાવનાર મહામંત્રી હલેસાં દેનારને અત્યંત ઝડપ રાખવાનું કહેતા હતા.
- સાગરસમી ગંગાનાં નીર મધપ્રવાહે ભયંકર રીતે ઘૂમરીઓ ખાઈ રહ્યાં હતા. એવી ઘુમરીઓમાં કુશળ નાવિકો પણ હોડી ઝુકાવવાનું સાહસ ન કરતા. ગંગા નદીના આંતરપ્રવાહોથી જાણે રોહિણેય રજેરજ માહિતગાર હોય એમ એ ઘડીકમાં આ ભમ્મરથી પેલા ભમ્મરે નીકળતો.
અપુર્વ હરીફાઈ જામી, પણ એટલી વારમાં અશ્વો ગંગા નદી પાર કરીને સામે તૈયાર થઈ ઊભા રહ્યા. એ જ વેળાએ રમત રમતો રોહિણેય સામે કાંઠે બહાર આવ્યો ! પણ ત્યાંય તે ઘેરાયેલો જ હતો.
છતાં ભય કે મૃત્યુ જાણે કદી જાણ્યાં નથી એવો રોહિણીય ખિસકોલીની ઝડપે એકદમ ઝાડની ઊંચી ડાળો પર ચડ્યો ને થોડે દૂર આવેલી અંધારી ઝાડીમાં કૂદ્યો.
પાછલી રાતે મોડા ઊગેલા ચંદ્રની રેખા આકાશમાં ચડતી હતી. એનું આછું અજવાળું ગંગાના સામા કિનારાની વનરાજિ ને ડુંગરમાળો પર વેરાતું હતું. રાજગૃહીવાળા કિનારા પર મોટી મેદની એકત્ર થયાના હોકારા સંભળાતા હતા.
ઝાડી ઘેરી લેવાનો મહામંત્રી હુકમ આપે એટલામાં તો કોઈ અશ્વારૂઢ પુરુષ ઝડપથી તેમાંથી બહાર નીકળ્યો.
એ જ રોહિણેય ! પૂંઠ પકડો !” મહામંત્રીએ પ્રચંડ ઘોષ કર્યો.
વૈભાર પર્વતની સાંકડી કેડી થોડીવારમાં એશ્વોના દાબલાથી ગાજી રહી. બધા પૂરવેગે ધસી રહ્યા હતા. આ ઘોડદોડ ખૂબ ચાલી; પણ ધીરે ધીરે એશ્વો અને એના સવારો ઓછા થવા લાગ્યા.
166 1 સંસારસેતુ
કાળો આકાર 167