Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 70
________________ હવે જ્ઞાતપુત્રની સભા દૃષ્ટિગોચર થતી હતી. સ્વયે નમ્ર બની જતા દિલને ઇંદ્રભૂતિએ પુનઃ એક વાર સ્વસ્થ કર્યું. આપોઆપ ઝૂકી જતા મસ્તકને પુનઃ ટટ્ટર કર્યું, ને એણે વેદમંત્રોનો ઉપચાર કર્યો. થોડે જ દૂર, આસોપાલવની લાંબી છાયાઓથી આચ્છાદિત એક વેદિકા ઉપર કોઈ તેજતાં વર્તુળોથી ઝળાંઝળાં થઈ રહેલી એક માનવમૂર્તિ બેઠી હતી. મેઘ જેવી ગંભીર પુષ્ટ અર્થવાળી ને મધુર વાણી ઇંદ્રભૂતિના શ્રવણપટને સ્પર્શી રહી. વારંવાર ગળી જતા મનનું સ્વાથ્ય જાળવી એ દઢ પગલે આગળ વધ્યો, પણ વેદિકા એના ઉપર દૃષ્ટિ સ્થિર ન થઈ શકી. શરદઋતુનાં ઉગ્ર સૂર્યકિરણોનો સમૂહ જાણે એની આંખોને આંજી રહ્યો હતો ! નક્કી કોઈ ઇંદ્રજાલી !” ઇંદ્રભૂતિએ મનમાં વિચાર કર્યો ને ઇંદ્રજાલ તોડવાના દૃઢ મનોરથ સાથે એ આગળ વધ્યો ત્યાં કોઈ અપૂર્વ સ્વર એના કાને અથડાયો. “આવો, ઇંદ્રભૂતિ ગૌતમ, આવો ! કુશળ છો ને !” કોણ મને નામથી સંબોધે છે ? મારું નામ કેમ જાણે ! ઇંદ્રભૂતિ ગૌતમ ક્ષણવાર અચંબામાં ડૂબી ગયો. પણ તરત એને લાગ્યું કે પૃથ્વીના પટ પર એવું કોણ હશે કે જે ઇંદ્રભૂતિ ગૌતમને ન જાણતું હોય !” “હા, હું ઇંદ્રભૂતિ ગૌતમ, ! હે મહાન એન્દ્રજાલિક હું વાદ કરવા નિમિત્તે અહીં તારી ઇંદ્રજાલવિદ્યાને સંહારી લેવા આવ્યો છું.” “હું ઐન્દ્રજાલિક ? ગૌતમ શાન્ત થા ! સાચા તપસ્વીઓ ચમત્કારી હોય છે, પણ ચમત્કાર કરતા નથી. તું વાદ કરવા આવ્યો છે કે સંશનિવારણ કરવા આવ્યો છે, તે બધું હું જાણું છું.” - “મને-ઇંદ્રભૂતિ ગૌતમને સંશય ? અસંભવ !” ઇંદ્રભૂતિનો રોષભર્યો અવાજ ગાજ્યો પ્રતિદ્રુદ્રિતાનો એમાં પડકાર હતો, પણ સામેથી એવો જ મીઠો ને વહાલસોયો અવાજ આવ્યો : ગૌતમ, આર્યાવર્તના મહાન વિદ્વાન ! તારા સંશયને હું જાણું છું. તને જીવના અસ્તિત્વ વિશે સંદેહ છે. પણ ભદ્ર, આમ આવ ! શાંતિથી આસન સ્વીકાર ! વિદ્વાનને શંકા જ ન હોય, સંશય જ ન સ્પર્શે, એ ભ્રમણા ખોટી છે. ઘણીવાર વિદ્યા જ ભ્રમને વધારે છે. તારો સંશય સામાન્ય છે, પણ લોકલાજના કારણે પ્રગટ ન કરવાથી તને ખૂબ ને ખૂબ દહી રહ્યો છે. શંકા શ્રદ્ધાને દૃઢ કરે છે.” આ શબ્દો નહોતા, સુંદર મીઠા ઝરણનું મંદ મંદ ગાન હતું જે પોતાના સ્વરૂપમાં માનવીને સ્વયં સ્તબ્ધ બનાવી દે. વેદરૂપી સાગરનો પારગામી ઇંદ્રભૂતિ ગૌતમ ઘણું ઘણું મથી રહ્યો હતો કે પોતાના જ્ઞાનનો ગર્વ, પોતાની પંડિતાઈની ઉગ્રતા નમ્ર ન બને; પણ એ પ્રયાસ નિરર્થક હતો. એનું ઉન્નત મસ્તક આશ્ચર્યમાં સ્તબ્ધ બન્યું હતું. વાણી આગળ વધી : હે પ્રિય ગૌતમ, જીવે છે. તે અરૂપી છે. એને વર્ણ નથી, એને સુગંધ કે દુર્ગધ નથી, એને રસ નથી. એ સ્પર્શથી પણ પર છે. એ અવિનાશી છે, અને વિનાશી દેહમાં રહ્યો છતાં એ પુણ્ય ને પાપનો, સુખ ને દુ:ખના કર્તા ને ભોક્તા બને છે. દેખાતો દેહ એનો છે, પણ એ કોઈનો નથી. એ તો કીડીના દેહમાં પણ ફર્યો છે, ને ગજરાજ બનીને પણ વિચર્યો છે; છતાં આત્માનો કોઈ આકાર નથી. આ વિજ્ઞાનધન આત્માનું જ કારણ છે, કે તને જીવ વિશેનો સંશય થયો. એક નિયમ છે, કે જ્યાં જ્યાં સંશય હોય ત્યાં સંશયવાળો પદાર્થ હોય. જીવ છે, અને તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે.” - વાણી સરળ ને નિર્મળ ઝરણ જેવી હતી. શાસ્ત્રની અનેક પંક્તિઓ જે ઇંદ્રભૂતિના દિલને વશ કરી શકી નહોતી એ આ સરળ વાક્યપંક્તિઓ વશ કરી રહી હતી. તેણે ધીરેથી પ્રશ્ન કર્યો : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈય ને શુદ્ર : એ રચના શું ખોટી છે ?” “હે ગૌતમ ! એ બધી સાચી છે. ક્ષમા, સત્ય, શીલ, તપ ને શાસ્ત્રાભ્યાસ કરનાર ગમે તે હોય, પણ તે બ્રાહ્મણ છે. ભય, દુઃખ, ક્લેશ ને સંતાપના ત્રાસથી રક્ષણ કરનાર મનુષ્ય, કહો કે ન કહો પણ તે ક્ષત્રિય છે. નીતિપૂર્વક વ્યવહાર ચલાવનાર, દેશ-ગ્રામની ધનધાન્યની વૃદ્ધિ થાય એ રીતે વ્યાપાર કરનાર વૈશ્ય છે : અને જે સેવાકર્મ કરનાર છે, સ્વેચ્છાએ શુદ્ધિ ને સ્વાથ્ય જાળવનાર છે એ શુદ્ર છે. સર્વ પોતપોતાના કર્મમાત્રથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર બને છે. એ રીતે શૂદ્ર પણ બ્રાહ્મણ બની શકે છે, ને ક્ષત્રિય પણ વૈશ્ય બની શકે છે.* ને પોતાના કર્મ યથોચિત કરતો નથી, એ બ્રાહ્મણ કેવલ ઓંકારના ઉચ્ચારથી બ્રાહ્મણત્વને યોગ્ય નથી. શસ્ત્ર લેવાથી ક્ષત્રિય થઈ શકતો નથી, ને જોખવા-માપવાથી વૈશ્ય બની શકાતું નથી. અને એવી જ રીતે અમ સાધુઓનું પણ સમજવું. મુંડન કરવા-માત્રથી સાધુ કે મુનિ થવાતું નથી. વનમાં વસવાથી કે વલ્કલ પહેરવાથી તપસ્વી થવાતું નથી. સ્વકર્મને યથોચિત રીતે કરનાર તે તે પદને યોગ્ય છે; અને હલકું કે ભારે ગમે તે કર્મ યથોચિત ને યથાખ્યાત રીતે કરનાર કોઈ બ્રાહ્મણ, શુદ્ર કે મુનિ સમાન છે, ઉચ્ચ-નીચ, સ્પર્યુ કે અધિકારી-અધિકારી નથી.*** * કેટલું સત્ય જ્ઞાન ! ન શાસ્ત્રીયતાની જટિલતા કે ન પાંડિત્યની ઉગ્રતા ! યુક્તિ, * कम्मुणा बमणो होड़, कम्मुणा होड़ खत्तिओ । થઇ—TT ચરસ દોરુ શુ કવર મનુ //ઉત્તરાધ્યયન, અ. ૨૫. ગા. ૩૩. ** નર મુકિgUT મrt, 7 રેખા વંશનો / ન મુજો વUવારો, યુસ વોરેT ન રાવસાં || ઉત્તરાધ્યયન, એ. ૨૫. ગા. ૩૧. જ્ઞાતપુત્રને ચરણે D 123 122 D સંસારસેતુ

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122