Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 68
________________ સંસર્ગમાં રહેનાર રાજવીને જૈન શ્રમણોનો પરિચય પ્રિય લાગવા માંડ્યો. એમના સારા ને સરળ ઉપદેશો, આત્યંતિક ત્યાગ ને સર્વથા દેહોત્સર્ગની વાતો પાસે બૌદ્ધધર્મનો* મધ્યમ માર્ગ મોક્ષપ્રાપ્તિની કંઈક પ્રાથમિક ભૂમિકા જેવો ભાસ્યો. આ ધર્મરંગ વધતો ગયો ને એના ગાઢ પાસ મગધરાજ પર બેસતા ગયા. જ્ઞાતપુત્રનાં વખાણ તો દિનદહાડે સંભળાતાં હતાં, તેવામાં રાણી ચેલ્લણા સાથે વનવિહાર કરવા નીકળેલ રાજાને અનાથી નામના મુનિ સાથે પરિચય થયો. અનાથી મુનિ પૂર્વે એક રાજ કુમાર હતા, પણ પોતાના શરીરમાં પ્રગટ થયેલ દાહજ્વરની કોઈ પણ શાન્તિ ન કરી શકવાથી, તેઓએ નિર્ણય કર્યો કે જો આ રોગની શાન્તિ થાય તો હું સંસારત્યાગ કરીશ. આ નિર્ણયથી રાજ કુમારનો દાહજ્વર શાન્ત થયો. સગાસ્નેહીઓના અનેક આગ્રહ ને વિનવણી છતાં સંસારનું દુ:ખદ સ્વરૂપ સજા થવાથી રાજ કુમારે દીક્ષા લઈ લીધી. અને ભર્યાભાદર્યા જ ગત વચ્ચે પણ માનવી અનાથ છે, એમ દર્શાવવા પોતે અનાથી નામ ધારણ કર્યું. આ સંસ્કારી યુવાન જ્યારે સંસારની અસારતાનું ચિત્ર દોરતો ત્યારે ગમે તેવાનું દિલ પીગળી જતું. સુકોમળ કુમારને સંસાર છોડીને કષ્ટ સહન કરતા જોઈ મહારાજ શ્રેણિકે તેમના વિશે પૃચ્છા કરી. અનાથી મુનિએ સંસારની અનાથતાનું અપૂર્વ હૃદયંગમ ચિત્ર દોર્યું. મગધરાજને આ શબ્દોએ ખૂબ જ અસર કરી. તેઓ વૈરાગ્યમાન શ્રમણોના પૂજારી બન્યા. વાત આટલેથી ન અટકી. એક દહાડો મગધરાજે સ્વયં પ્રભુ મહાવીર સમય જઈ શિષ્યત્વ સ્વીકાર્યું, એમનાં તત્ત્વોને આવકાર્યા ને સમ્યક્ શ્રદ્ધાથી વંદન કર્યું. અમારિ પડહની યોજના કરી, હિંસક યજ્ઞો રાજ અજ્ઞાનથી બંધ હતા, તે વિશેષ રીતે બંધ કરાવ્યા. પણ આ બનાવે આખા મગધ પર અને સમસ્ત આર્યાવર્ત પર તોફાનના એક પ્રચંડ હાકોથી પૃથ્વીનો ખૂણખૂણો ખળભળી ઊઠ્યો, દશે દિશાઓ ગાજવા લાગી : હદ થઈ, આ ધર્મલોપકોની ! શૂદ્રોને ફટવ્યા, સ્ત્રીઓને માથે ચડાવી, વેદવિહિત યજ્ઞોને નામશેષ કર્યા, ને હવે શું આ પાંખડીઓ ઊંચનીચને એક આરે બેસાડી પૃથ્વીને પાપના ભારથી લાદી દેશે ? વૈદિકો, જ્યાં હો ત્યાંથી એક વાર બહાર પડો ! “ધર્મો રક્ષતિ રક્ષિતઃ' ધર્મની રક્ષાનો આ પ્રસંગ છે. શાસ્ત્રવચન છે કે જે ધર્મની રક્ષા કરે છે, તેની ધર્મ રક્ષા કરે છે, ધર્મ આજે શ્રમણોએ ભયમાં મૂક્યો છે, માટે પ્રાણાર્પણથી પણ ધર્મની રક્ષા માટે કટિબદ્ધ બનો ! આ પાંખડીઓની પ્રબલ જાળમાં રાજા-મહારાજાઓ પણ ફસાતા જાય છે. કાશી ને કોશલના રાજાઓ એની મોહાનીમાં આવી ગયા છે. વીતભયપટ્ટન ને કૌશાંબીના રાજા એ જાદુગરની જ આંખે નિહાળે છે. પોતનપુરના પ્રસન્નચંદ્ર ને હસ્તશીર્ષના અદીનશત્રુ પોતાની ધર્મદીનતા છડેચોક સ્વીકારી રહ્યા છે. ઉજ્જયિનીના ચંડપ્રદ્યોત અને હમગિરિની તળેટીમાં આવેલ પૃષ્ઠચંપાના રાજાએ પણ પોતાની પીઠ બતાવી દીધી છે. નાના નાના અનેક રાજાઓ વેદવિહિત યજ્ઞો કરવામાં નાનમ સેવવા લાગ્યા છે. વૈશાલીના મગરૂર મહારાજ ચેટકે તો એ જ્ઞાતપુત્રનાં પગલાંને પરમેશ્વરનાં પાદચિહ્ન કરીને પૂજ્યાં છે. છેલ્લે છેલ્લે શેષ રહેલ મગધરાજે પણ એક નવયૌવનના રાણીના રૂપમાં અંજાઈ એ જાદુગરની આગળ શિર ઝુકાવ્યું છે. વેદધર્માનુયાયીઓ, કાન ખોલીને સાંભળી લેજો ! એ ધુતારા જ્ઞાતપુત્રએ હમણાં હમણાં પોતે સર્વજ્ઞ* બનેલ છે, એવી જાહેરાત કરી છે. અને એ રીતે એણે પોતાનું કામ આગળ ધપાવ્યું છે. એણે સુંદર સિંહાસનોમાં બેસીને અનેક જનો સામે સર્વજ્ઞભાવના અહંકારથી પ્રથમ દેશના-પ્રથમ ઉપદેશ આપ્યો છે. પણ શ્રોત્રિયો ! જાણીને ખુશ થશો કે સત્ય કદી છુપાયું છૂપાતું નથી. એના ઉપદેશનો એક પણ માણસે સ્વીકાર કર્યો નથી. એ નિષ્ફળ ગયો છે. વૈદિક ધર્મનો આ મહાન વિજય લેખજો. પણ આવા વિજયોથી ખુશ થવાની જરૂર નથી. પાણી પહેલાં પાળ બાંધો. સંગઠન કરો, સંઘબળ કેળવો ને ફરીથી વૈદિક ધર્મના જયજયકારથી આર્યાવર્તન ગુંજાવી દો ! તમે નિશ્ચયે રાખજો કે આ ધર્મમાં કંઈ સારતત્ત્વ નથી. હેય કે ઉપાદેય જેવું કંઈ છે જ નહિ. અને કદાચિત્ માની લઈએ કે જો એમ હોય તો જ્ઞાતપુત્રનો પ્રથમ શિષ્ય ગોશાળક તેનાથી કેમ દૂર થાત ? જ્ઞાતપુત્રનાં પુત્રી ને જમાઈ એના તત્ત્વજ્ઞાનનાં કેમ વિરોધી બનતા ? માટે તમે કેમ સાવધ રહેજો ! એના ભાષાડંબર પ્રબળ છે, એની યુક્તિઓ સામાન્ય નથી. એની નમ્રતા ને સરળતાનો બાહ્ય રીતે કોઈ જોટો નથી. પણ આ બધા તો વૈદિક ધર્મના નાશ માટેના છદ્મવેશ છે. એ ખંડનાત્મક શબ્દો વાપરતો નથી, આ ધર્મ ખોટો છે, એમ એ કદી કહેતો નથી. એ કહે છે, આ ધર્મ સારો છે. આવી મંડનાત્મક નીતિથી એ ચાલાક પોતાનો પ્રચાર કરે છે. માટે બધા સાવધ રહેજો !? આ ઘોષણા આર્યાવર્તના એક છેડાથી બીજા છેડા સુધી ભયંકર આંધીની જેમ ક્ષણવારમાં પ્રસરી વળી. રાજકારણની પ્રવૃત્તિની જેમ આ ધર્મકારણની પ્રવૃત્તિએ * બૌદ્ધ ધર્મ માધ્યમિક માર્ગનો ઉપાસક છે. તે માને છે કે શરીરને અત્યંત કષ્ટ આપી કૃશ ન કરવું અને ખુબ મોજ શોખ કરી ફિટાવવું પણ નહિ. ભગવાન મહાવીરે આત્મત્તિક માર્ગ સ્વીકારેલો : જેમાં ઇંદ્રિયો પર સર્વથા વિજય મેળવવા દેહના અત્યંત દમન પર ભાર ભાર મૂક્યો. 118સંસારસેતુ * પ્રભુ મહાવીરને દીક્ષા લીધા પછી બાર વર્ષ ને સાડા છ માસ વૈશાખ સુદી ૧૦ મે, ઋજુ વાલિકા નદીના તટ પર કેવલજ્ઞાન-ભૂત, વર્તમાન અને ભવિષ્ય-ત્રણ કાળનું જ્ઞાન થયું. આ પછી તેમણે દેવોને સભામાં આપેલો પ્રથમ ઉપદેશ નિષ્ફળ ગયો હતો. કોઈએ તત્ત્વો સ્વીકાર્યા નહોતાં. જ્ઞાતપુત્રને ચરણે D 119.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122