________________
પૂર્ણ થયું હતું. હીરાજડિત પટ્ટો ને કીમતી ઉપણીષ પહેરેલો પલ્લીવાસી એકદમ આગળ ધસી આવ્યો. એણે શસ્ત્રો નીચે નાખી દીધાં, ને બંને હાથ ઊંચા કરી શરણાગતિ યાચી.
બહાદુરો, પકડો એ લૂંટારાને, અને તમામ લૂંટારાઓનાં શસ્ત્રો કબજે કરી લો !”
મર્દાનગીનાં પાણી માપી લે એવા યુદ્ધનો આવો સુખદ અંત જોઈ મગધના સૈનિકો એકદમ ઉત્સાહમાં આવી ગયા. તેઓએ દોડીને હીરાજડિત પટ્ટાને ઉષ્ણીષવાળા નાયકને પકડી લીધો. પલ્લીવાસી યોદ્ધાઓએ તજેલાં તમામ શસ્ત્રો કબજે કરી લીધાં ને મહારાજ મગધરાજ ને મહાઅમાત્ય અભયનો જયજયકાર બોલાવ્યો.
તરત પાટનગર તરફ વિજયી કૂચ શરૂ થઈ.
સૈનિકો ઉત્સાહમાં હતા. બંદીવાનો પણ આનંદમાં હતા. પણ બંનેની ગતિમાં ભેદ હતો. સૈનિકો બને તેટલી ઝડપથી આ ભયંકર પલ્લી વટાવી જવા ઇચ્છતા હતા; ને બંદીવાનો જાણે પોતાની પ્યારી ભૂમિ છોડવાની ઇચ્છા ન હોય એમ મહામહેનતે ઢસડાતા ઢસડાતા ચાલતા હતા. તમામ બંદીવાનોની આંખો વારે વારે એક જ દિશામાં ખેંચાતી હતી અને તે પણ પેલું ભયંકર જાનવર ગયું તે દિશામાં.
આમ ને આમ થોડો પંથ કપાયો ત્યાં દૂર દૂર આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાવા લાગ્યા. આકાશ કાળું બની રહ્યું. આ જોઈને તમામ પલ્લીવાસી બંદીવાનો ગેલમાં આવી ગયા ને જોરજોરથી ઘોષણા કરવા લાગ્યા. - “જય હો મહારાજ રોહિણેયનો !"
તમામ સૈનિકો આ બૂમથી ચમકી ઊઠ્યા. તેઓએ બંદીવાનોને બાંધેલા પાશ ને દોરડાં ફરીથી કસીને બાંધી લીધાં. રખેને આ રીતે તોફાન મચાવી બંદીવાનો નાસી છૂટે. મહાઅમાત્ય અભયે સાથે ચાલતા સૈન્યને ચાર ભાગમાં વિભક્ત કરી નાખ્યું. આ યોજનથી સૈનિકોની જીવતી ચાર દીવાલ રચાઈ ગઈ, પણ આશ્ચર્યની વાત એ હતી કે બધા કરતાં પેલો કીમતી ઉષ્ણીષ ને હીરાજડિત પટ્ટાવાળો જોરજોરથી બૂમો પાડતો હતો.
“મહારાજ રોહિણેયની જય !”
“વાહ, વાહ રે, મહારાજ રોહિણેય ! તમારો જયજયકાર ઉચ્ચારનાર બીજા કોઈ ન રહ્યા તે હવે તમે સ્વમુખે જયજયકાર કરી રહ્યા છો ?” મહાઅમાત્ય અભયે વિજયની ખુમારીમાં મૂછે તાવ દેતાં કહ્યું :
“મૂંઝાશો મા, મહારાજ રોહિણેય, મગધની શેરીએ તમારા જયજયકારની વ્યવસ્થા યોજી છે. આવા વેશમાં ખૂબ રૂપાળા લાગશો, હો ! બંદીવાનનો દોરદમામ શોભે છે ખરો, હો મહારાજ રોહિણેય !” મહાઅમાત્ય “મહારાજ રોહિણેય’ના સંબોધનને બેવડાવ્યું.
12 D સંસારસેતુ
ક્યાં છે મહારાજ રોહિોય ? મગધના મહામંત્રી, શું તમે મારું સ્વાગત મહારાજ રોહિણેય તરીકે કરો છો ? વાહ, વાહ !” અને તે પલ્લીવાસી ખડખડાટ હસી પડ્યો.
“તારી લુચ્ચાઈ જાણું છું, ચાલાક લૂંટારા ! મગધના મહામંત્રીને બનાવવો સહેલું નથી. એ બહાને તારે છટકી જવું છે ?" મહાઅમાત્યે શાંતિથી જવાબ વાળ્યો.
ના, ના, મહામંત્રી ! છટકવાની લેશમાત્ર મારી ઇચ્છા નથી. મગધનો ન્યાય જે શિક્ષા કરે, અને તે ગમે તેવી ક્રૂર હોય તોપણ તેમાંથી છૂટવા હું ઇચ્છતો નથી. મહારાજ રોહિણેય અમર તપો. એ છૂટયા એટલે અમારાં હજાર જીવન-મૃત્યુ કુરબાન છે !”
“શું તું રોહિણેય નથી ?" “ના, હું તો એનો દાસાનુદાસ ચંદન છું.” શી ખાતરી ?"
ખાતરી ? ખાતરી મારા દેદાર ! બુદ્ધિનિધાન મહામંત્રી, શું તમે એમ કહ્યો છો કે મારા જેવા જ રૂપગુણવાળા મહારાજ રોહિણીય હશે ?” બંદીવાને જરા હસીને કહ્યું. જાણે એને સામે ઊભેલા મગધના પ્રચંડ પુરુષાર્થી મહાઅમાત્યની કોઈ પરવા જ ન હતી. એનું રોમેરોમ મહારાજ રોહિણેય સલામત સ્થળે પહોંચી ગયાના આનંદમાં નાચી રહ્યું હતું.
‘ત્યારે ક્યાં છે તારો રોહિણેય ?"
મહારાજ રોહિણેય ક્યાં છે એમ પૂછો છો ને મહામંત્રી ?”
તોછડા નામને સુધારતો હોય એમ પલ્લીવાસી બોલ્યો : “હવે ભેદ કહેવામાં વિન નથી. મગધના સમર્થ મંત્રીરાજ , જુઓ, પણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ચડી રહ્યા ને ! દેખાય છે !”
“હા, હા ! શું મુલક આખાનો ચોર ત્યાં છુપાયો છે ?' મહામત્રીએ અધીરાઈમાં વચ્ચે પ્રશ્ન કર્યો.
ના, ના, ત્યાં નથી છુપાયો. બાકી ચોર તો આપણે સહુ છીએ. તમે કરો એ લીલા, અમે કરીએ એ ચોરી !” ફરીથી શિક્ષકની અદાથી મહામંત્રીની તોછડી ભાષાને એણે સુધારી : “એ તો સલામતીની નિશાની માત્ર છે. એ ધુમાડાના ગોટેગોટા એમ કહી રહ્યા છે કે યમરાજને પણ શોધવું દુર્લભ બને એવા સ્થળે એ પહોંચી ગયા !”
“હું ગમે ત્યાંથી પકડી પાડીશ.” મંત્રીરાજ, પેલા ઊંચે ઊંચે આકાશમાં ચડતા ધુમાડાના ગોટાઓને પકડી
હાથતાળી | Il3