Book Title: Sansar Setu
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 43
________________ મધ ઝરે એમ લોહી ઝરી રહ્યું છે. એનો અશ્વ ઘવાયો છે; વસ્ત્રોની દશા તો વિચિત્ર છે : છતાં એક ગર્વોન્નત મસ્તકે હાથમાં મોટો ભાલો લઈ એ પડકાર કરી રહ્યો છે. - “ખબરદાર, એક ડગલું પણ આગળ વધ્યા છો તો ! ધન કાંચન જોઈએ તેટલું લઈ જાઓ, પણ મહારાજ મગધનાથની કીર્તિ પર હાથ નાખ્યો છે તો જીવતા પાછા નહિ વળો ! ધીરગંભીર શંખનાદ જેવો ઘેરો અવાજ ! આ અવાજ કોનો ? માતંગને પિછાણતાં વાર ન લાગી. એ જ ! એ જ ! વિરૂપાનો લાલ ! કુમાર મેતાર્ય ! એ શ્રેષ્ઠીકુમારે પોતાની ધનદોલત સગે હાથે લૂંટારાઓને સોંપી હતી. સોંપતાં સોંપતાં એણે કહ્યું હતું : હોય, સહુને લક્ષ્મીપતિ થવાની ઇચ્છા હોય. લઈ જાઓ, લેવાય તેટલું લઈ જાઓ ! રાજ ગૃહીની તમારી યાત્રા નિષ્ફળ ન થવી ઘટે. અમે એમ જાણશું કે મગધરાજને આંગણે એક દહાડો વહાણ નહોતાં લાંગર્યા !” ધનદત્ત શેઠના ભંડારો ખુલ્લા મુકાયા હતા, લૂંટારાઓએ હાથ પડવું તેટલું ધન લીધું પણ એકલા લક્ષ્મીપતિ થવાની ઇચ્છા ન હોય એમ જણાયું. તેઓ તો આટલા કાંચનથી ને ધરાતાં મગધરાજનો વૈભવશાળી ને અભેદ્ય રાજ મહેલ લૂંટી અંતઃપુરમાં ખળભળાટ મચાવી, મગધની કીર્તિ પણે લૂંટવા માગતા હતા, પણ પ્રત્યેક રાજ ગૃહવાસીન મગધરાજની કીર્તિ પોતાના પ્રાણ કરતાંય વહાલી હતી... કુમારને સેવકને જાણ કરી કે લૂંટારાઓ રાજમહેલ તરફ આગળ વધી રહ્યા છે, કે તરત એણે શસ્ત્રો સજ્યાં. વણિક સ્વભાવનો, દયામૂર્તિ લાગતો કુમાર એકદમ વીરના સ્વાંગમાં હાકોટા દેવા લાગ્યો. ધનદત્ત શ્રેષ્ઠી વચ્ચે પડ્યા. શેઠાણીએ ખોળો પાથર્યો : પણ કુમાર બધાને હડસેલીને ચાલ્યો ગયો. એણે એકેની વાત ન સાંભળી. જતાં જતાં માત્ર એટલું જ કહ્યું : “આપણી આબરૂ અને લક્ષ્મી જીવનભર જાળવનાર ધણીની આબરૂ આમ એની ગેરહાજરીમાં, આપણી નજરે ઘડી બે ઘડીમાં રોળાઈ જાય તો તો જીવવું જ નિરર્થક લાગે ને !” અને રાજમહેલના દ્વાર પર ખરી ઝપાઝપી ચાલી. કાંચનના ઢગલે ઢગલા આપતાં લેશમાત્ર ને થડકનાર, ન દેખાતી એવી કીર્તિ માટે મરવા સજ્જ થઈને ઊભો. ધનદત્ત શ્રેષ્ઠીના કુળનો આ એકનો એક દીપક આમ હથેળીમાં જીવ લઈને ઝૂઝે : એ જોઈ સામાન્ય સૈનિકોને પણ શૂર જાગ્યું. લૂંટારાઓએ થોડી વારમાં પારખું કરી લીધું કે રુદ્રસ્વરૂપનો આ અવતાર, જેવો તેવો યોદ્ધો નથી, અને એને આગળ આવેલો જોઈ નગરજનો પણ તેની સરદારી નીચે એકઠાં થઈ રહ્યાં છે, હાથોહાથની લડાઈમાં પોતાના માણસો પણ ઓછા થતા જાય છે, એટલે તેઓએ વ્યુહ બદલ્યો. 68 સંસારસેતુ થોડાક પાછા ખસ્યા અને મોરચો બનાવ્યો. છતાં ઘવાયેલો મેતાર્ય એક તસુ પણ પાછો ન ખસ્યો, એક હાથમાં ભયંકર ભાલો તોળીને એ પહાડ શો નિર્ભય ખડો હતો. એના બીજા હાથની વિશાળ ઢોલ નરમ પડેલા શત્રુદળમાંથી આવતાં તીરોને નિરર્થક બનાવી રહી હતી. ધીરે ધીરે મામલો તંગ બનતો જતો હતો. લૂંટારાઓ એક સામટો હલ્લો કરવાની તૈયારીમાં હતા. અચાનક માતંગ વચ્ચે કૂદી આવ્યો. એણે હાકલ કરી : “રોહિણેય, વીરધર્મ અંગીકાર કરતાં શીખ ! મર્દોના બાવડે મોત બાંધ્યું હોય છે, પછી આવી નામર્દાઈ ! તારા સૈનિકો જો તારા માટે મરી ખૂટવા તૈયાર હશે, તો શું રાજગૃહીના ધણીને સાચા સેવકો જ નહિ હોય ? રોહિણેય, એકલો મેદાનમાં આવી જા ! પંજે પંજા લડાવી જોઈએ ! નિર્દોષ પલ્લીવાસી વીરોનો સંહાર શા માટે કરે છે ?” માતંગ, એમાં સાર નહિ કાઢે. પંજે પંજા લડાવીશું તો દુનિયા મારી ને તારી હાંસી કરશે. હું ને તું કોણ ? કૃપા કરીને મારો માર્ગ છાંડી દે !” લૂંટારાઓના ટોળામાંથી એક જુવાન આગળ આવ્યો. ઊંચા ઘોડા પર પડછંદ કાયનો એ પુરુષ અક્કડ બેઠો હતો. એના આખા શરીર પર લોઢાની ગુંથેલી સાંકળોનું બખ્તર હતું ને કમરને વીંટાતી વિષધર તીકણા છરાઓની હારમાળા હતી, એની વિશાળ પીઠ પર તીરોનું મોટું ભાથું હતું. અડધાં તીરો વપરાઈ ચૂક્યાં હતાં, ને એ એક એક તીરે એક એક જીવને ધરાશાયી બનાવ્યા હતા. એના એક હાથમાં લોહીનાંગળતી પરશુ હતી. ઠેકઠેકાણે એ ઘવાયો હતો પણ વેદનાની એક પણ રેખા એના મુખ પર દેખાતી નહોતી. “રોહિણેય માર્ગ છોડતાં પહેલાં તો માતંગને અહીં માટીમાં મળી જવું પડે. તું કોને લૂણહરામ થતાં શીખવે છે.” માતંગ, આ બધા કોણ ? એમને લૂંટવા, હેરાન કરવા એ તો આપણો કુળધર્મ * રોહિણેય, કુળધર્મની વાતો આજે નહિ. પાછો ફરી જા ! નગરને લૂંટી તેં તારી બહાદુરી બતાવી છે. હવે આટલેથી સંતોષ ધર ! મગધરાજની કીર્તિ સાથે બાથ ભીડ મા !” “એ બાથ ભીડવા માટે તો વર્ષોથી ચૂપચાપ બેઠો હતો. ભોળાભલા નગરવાસીઓને લૂંટવામાં શી બહાદુરી ? બહાદુરી તો હવે બતાવવાની છે. આજે કોઈનું નહિ માનું. માતંગ ! માર્ગ મૂકી દે, નહિ તો હમણાં તું વીંધાઈ જઈશ.” માતંગ માર્ગ નહિ મૂકે ! માર્ગ મુકે એ માતંગ નહિ.” કીર્તિ ને કાંચન E 69

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122