________________
ડોલી રહ્યાં હતાં.
મિષ્ટાનના થાળોમાંથી સૂર્યનો તાપ સુગંધ વહાવી રહ્યો હતો. નવી આવેલી વધુઓ ઘરમાં ધોળેલા કેસૂડામાં કૂંડાઓનો વિચાર કરી રહી હતી. અચાનક સૌએ મોઢેથી ઝીણો સિસકારો કર્યો....
અરે !સાવધાન !સ્મશાનના રાહ પરથી પેલા યોગી આવતા હતા ! સ્મશાન ! કેવું મીઠું વાસસ્થાન ! કેવું સુંદર વિશ્રામસ્થાન !
પાતાલને ભેદવા મથતી હોય એવી નીચી નજર સાથે યોગી નજીક આવતો ગયો. કેવાં ધીરાં પગલાં ! કેવી તપશ કાયા ! આત્માના તેજનો કેવો ભવ્ય પ્રકાશ ! લોકોએ માર્ગમાં ફૂલ વેર્યાં. યોગી જરા આઘો ખસ્યો. એણે મુખ જરા ઊંચું કર્યું. બધ એક નજર નાખી.
પણ એ નજરે તો જાદુ કર્યું. હાથના ફૂલના હાર અને મિષ્ટાન્નના થાળ થંભી ગયા ને સૌ એની સામે તાકી રહ્યાં. બેપરવા યોગી આગળ વધ્યો.
કેટલાય સામે થાળ ને માળ ધરી ઊભા.
કેટલાય પાદપૂજન કરવા ધસી આવ્યા.
પણ કોઈની સામે ધ્યાન નહિ ! એ રાજમહેલ તરફ આગળ વધ્યો. “નક્કી આજ એ રાજમહેલના અતિથિ બનશે !” લોકોએ વિચાર્યું.
પણ આ શું ? રાજમહેલ પણ વટાવી ગયા ! બિચારાં રાણી રડી પડ્યાં, છતાં કોઈ ન ખસ્યું, ચંપાની માળાઓ અને પારિજાતની ગુલછડીઓ પર સૂરજ નિર્દય રીતે તપવા લાગ્યો; છતાં કોઈ ન હાલ્યું.
“હમણાં પાછા ફરતી વખતે માર્ગ રૂંધી અને અન્ન આરોગાવીશું.” સહુએ રાજરાણીને આશ્વાસન આપ્યું.
યોગી જ્ઞાતપુત્ર તો આગળ જ ચાલ્યા; આગળ જ વધ્યે જાય છે. કૌશામ્બીની મદભરી શેરીઓ વટાવ્યે જ જાય છે.
“અરેરે ! આ સત્તા આટલી ભૂંડી કે અમારું અન્ન પણ યોગી ન આરોગે ? હા, હા, અનેક નિર્દોષોનાં ખૂનથી તરબતર આ વૈભવ ત૨ફ એ દયાની મૂર્તિ નજર પણ કેમ નાખે ?” રાજાએ નિઃશ્વાસ નાખ્યો.
આટઆટલા ધનની શી સાર્થકતા ? કૌશાંબીના કોટીધ્વજો વિચારવા લાગ્યા : “પણ હા, પચાસના રોટલા ઝૂંટવી મેળવેલા દ્રવ્યના સ્પર્શવાળું અન્ન એ પવિત્ર પુરુષ કેમ આરોગે ?" હજારો ધર્મશાસ્ત્રોએ જે સ્થિતિનું ભાન નહોતું કરાવ્યું, એ આ કલ્યાણમયી દૃષ્ટિએ એક નજરે કરાવ્યું.
આગળ ને આગળ ચાલ્યા જતા જ્ઞાતપુત્ર એક ઘરને આંગણે થોભ્યા. સૌની 100 D સંસારસેતુ
નજર ત્યાં ચોંટી રહી. જ્ઞાતપુત્ર એ ઘરની પરસાળમાં આવી ઊભા રહ્યા.
જુવાનવયની એક દુઃખિયારી બાળા હાથેપગે જકડાયેલી ઉંબરમાં બેઠી હતી. એની આંખોમાં અનન્ત યાતનાના પડછાયા ઊભરાતા હતા. વદન પર ક્ષુધાની હજારો જોગણીઓ હીંચ લઈ રહી હતી. હાથમાં તૂટેલટેલ એક સૂપડાના ખૂણામાં મૂઠીભર અડદના બાકળા પડ્યા હતા. એ બાકળા ક્ષુધાની મહાન ગર્તામાં સમાવી દેવા પેટ તલપાપડ થતું હતું. જીભમાં પાણી છૂટી રહ્યું હતું. હાથ એ કાર્ય કરવાને તૈયાર થતા હતા ત્યાં યોગી પરસાળમાં આવી ઊભા.
દુઃખિયારી બાળાએ યોગી તરફ જોયું. એણે બાકળા આપવા હાથ લંબાવેલા હાથ એણે ટૂંકા કર્યા. અરેરે ! યોગી લોભાયો ત્યારે બાકળામાં ! અને એમાંય પાછો હઠે ચડ્યો ! હાથ લંબાવીને પાછો ફર્યો.
રાજમાતા યોગીના વર્તન ૫૨ ચીડે બળ્યાં ને રડી પડ્યાં.
પણ પેલી બાળાનું શું ? અરેરે ! એના કમભાગ્યની તો અવિધ આવી ! પોતાના જીવનસર્વસ્વ સમા આટલા બાકળા આપવા માંડ્યા તોય ન લીધા. એમને શી ખબર કે અત્યારે જીવન ધરી દેવું સફળ હતું, બાકળા ધરવા મુશ્કેલ હતા.
બાળાનાં બે મોટાં કાળાં નયનોમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યા. યોગીએ એ નિહાળ્યું ને પાછો ફર્યો. બાળાના બાકળા લઈ ફાક્યા, અને એક નજર બાલાના આંસુભર્યા મુખ પર ફેંકી. જોતજોતામાં એ એક જ દૃષ્ટિએ આંસુ છુપાવી દીધાં ને બાલિકાના મુખ પર ચાંદની રાતનો પૂર્ણ ચંદ્ર ખીલી નીકળ્યો.
એક જ નજર, એક જ દૃષ્ટિએ અને બાલાના દિલમાંથી કંગાલિયત, દુઃખ ને દર્દ નાસી ગયાં. એનું હૈયું હલકું બની જતું લાગ્યું. કેટલીક વાર ભાષા કરતાં મૌન અને શબ્દો કરતાં દૃષ્ટિ જીતી જાય છે. એવું જ આજે બન્યું.
યોગી ક્ષણવાર થંભ્યો અને પાછો ફર્યો. પણ એટલી વારમાં રાજમાર્ગ ઠાઠથી ભરાઈ ગયા હતા. રાજા, રાજમાતા અને રાજરાણી દોડી આવ્યાં. નગરજનો ગામ ગજવી રહ્યા હતા.
દીર્ઘતપસ્વી નિગ્રંથ જ્ઞાતપુત્રનો જય હો !”
સ્તબ્ધ બની ઊભેલા કુમાર મેતાર્ય, રાજા શતાનિક અને રાણી મૃગાવતીના મુખમાંથી સ્વયં બોલાઈ ગયું.
આ શબ્દો પણ જાતે વાતાવરણની મૌનશાન્તિને અણછાજતા લાગ્યા. માનવી સ્તબ્ધ બનીને જોયા કરે એવો આ પ્રસંગ હતો. મૌનની વાચા ગુંજતી હતી, અને ત્યાગનું અશ્રાવ્ય સંગીત સહુના મનને ડોલાયમાન કરી રહ્યું હતું. મનોમન વિચારમંથન જાગ્યું હતું.
ધરતી અને મેઘ – 101