________________
“જ્ઞાતપુત્રના પવિત્ર નામ સાથે નિસાસો શા કાજે ?"
નિસાસો ન નાખું તો શું કરું ? સુધા ને તૃષા, ટાઢ ને તડકો વેઠી દેહ કેવો કરી નાખ્યો છે ! મેતાર્ય, જીવનની તો જાણે પરવા જ નહિ ! મેં ભિલાન આપવા મોકલેલી દાસીઓ હમણાં જ આવતી હશે. થોડી વાર થોભો તો વર્તમાન મળશે.”
“એમના વિશે મેં ઘણું સાંભળ્યું છે. એમના અપૂર્વ ઉપદેશો ઘણાને મુખે સાંભળી ધન્ય થયો છું. જન્મ કરતાં કર્મની મહત્તા આંકતા એ પરમ પવિત્ર સાતપુત્રનાં દર્શન કરી શકીશ તો મારી જાતને ધન્ય માનીશ.”
રાજા શતાનિક પણ મહેલમાં આવ્યા. ત્રણે જણાં રાજમાર્ગ પર જોઈ રહ્યા.
કૌશામ્બીના ઊંચા મિનારાઓ પર સંધ્યાની પચરંગી તડકી ઢોળાઈ રહી હતી, અને રાજસરોવરનાં પુષ્પો ધીરે ધીરે બિડાવા લાગ્યાં હતાં. રોઈ રોઈને રાતાં કરેલાં પ્રિયાના નયન સમો સૂર્ય અસ્તાચળ પાછળ હડસેલાતો હતો.
કૌશામ્બીના ધણી શતાનિકનો રાજમહેલ અત્યારે અલૌકિક વૈભવોમાં દીપી રહ્યો હતો. સહુ ઝરૂખે બેસી માર્ગ પર કંઈક નીરખી રહ્યાં હતાં. થોડી વારમાં એક ધમધમતો રથ આવીને દ્વાર પર ઊભો રહ્યો. એમાંથી દાસદાસીઓનું વૃંદ એકદમ રાણીજીના ખંડમાં ધસી આવ્યું.
- “બા સાહેબ ! એ યોગી તો કંઈ લેતો નથી ! કંઈ બોલતો પણ નથી ! કંઈ આપવા માગીએ તોયે હાથ લાંબો કરતો નથી !” દાસીઓએ મઘમઘતા મિષ્ટાન્નના થાળો નિરાશામાં નીચે પડતા મૂકતાં કહ્યું :
“કેવો અજબ યોગી !” રાજવધૂઓએ કંઈક મૂંઝવણમાં સુકોમળ હાથ ગાલીચા પર પછાડ્યા. એમનાં હીરાજડિત કંકણો ઘડીભર વાતાવરણમાં સંગીત પેદા કરી રહ્યાં.
‘બા ! એની પીઠ અને પાંસળીઓ જાણે એક થઈ છે ! બા ! એને ભોજન લીધા કાલે પાંચ માસ ને પચીસ પચીસ દિવસ પૂરા થશે ! એ માણસ નથી. માણસનું ગજું નથી. દેવ લાગે છે.” એક દાસીએ ઉમેર્યું.
- “પણ દાસી ! એનાં નયનોમાં કેવું મીઠું ઘેન છે ! અહા ! હજાર હજાર દીપમાળાઓ ઝંખવાય એવી જ્યોત એમાં ભરી છે. હું તો એને જોઉં છું ને આ મહેલ, આ અલંકારો, આ સાહ્યબી, બધું ભૂલી જાઉં છું. કેવી શાન્ત પ્રવૃત્તિ, પણ કેવી અજબ હઠ !” રાણીના ગૌર ગાલો પર આંખમાં અજાયું આવેલું એક આંસુ ભરાઈ રહ્યું.
“કેવો મૂંગો એ યોગી !” રાજા શતાનિકે ધીરેથી બધાની વાતને અનુમોદન આપ્યું : “જાણે વિધાતાએ જીભ જ દીધી નથી ! હું એનું મુખ જોઉં છું ને બકુલપુણ્યની કુમાશને પણ ભૂલી જાઉં છું. પ્રભાતના સૂરજ સમું એનું લલાટ વિસારીએ તોયે વીસરતું નથી. એની સામે યુદ્ધની કે દુન્યવી મોટાઈની વાત તો
કરતાંય શરમ આવે. પ્રેમમંદિર છે. આ સંસાર તો જાણે એને જોતાં વીસરી જવાય.”
“રાજસન્માન પણ સ્વીકારતાં નથી ?" મેતાર્યો વચ્ચે કહ્યું.
“ કંઈ પૂછો જ મા ! આવા પકવાન ને રાજમહેલની અધિષ્ઠાત્રીઓની મહેમાનીનો પણ તિરસ્કાર કરે છે ! બોલાવો તોયે બોલતો નથી. ભારે અડબૂથ !” મુખ્ય દાસીએ ચર્ચામાં છૂટ લીધી.
દાસી ! ચૂપ મર ! સંસારીઓને માપવાના ગજથી એ યોગીને માપવા ન બેસાય ! નથી લાગતું કે એને પગલે પગલે પ્રભુતા જન્મે છે ! એની નજરે નજરે #ણા પેદા થાય છે ! એની મૂક દૃષ્ટિમાં પણ કોઈ મહાન જાદુગરને ભુલાવે તેવું જાદુ તેં નથી ભાળ્યું ?” રાણી ભક્તના હૃદયને શોભાવે તેવા શબ્દો બોલી રહી હતી : “કાલે તો મારે જ્ઞાતપુત્રને આરોગાવીને જ આરોગવું છે, હું તો એને જેમ સંભારું છું એમ હૃદય પાણી પાણી થતું જાય છે.”
રાજરાણી મૃગાવતીએ વાતવાતમાં હઠ લઈ લીધી.
રાજા શતાનિકે કહ્યું : “ચતુર વ્યાવહારિક, એકાદ રાત્રિ કોશાંભીને વધુ આપો. કાલે જ્ઞાતપુત્રનાં દર્શનનો લહાવો લેતા જાઓ !”
“અવશ્ય, એવાં દર્શનોથી તો મારો પ્રવાસ સફળ થશે .”
કુમાર મેતાર્ય એ રાત્રિ ત્યાં જ રોકાયા. કૌશાંબીના ધણીએ એના સ્વાગતમાં મણી ન રાખી. મનમાં વિચાર્યું કે ભલે રાજગૃહીનો આ વ્યાવહારિક પણ એક વાર મારું સન્માન, મારો વૈભવ જોઈને વાહવાહ કરતો જાય.
મેતાર્થે જ્ઞાતપુત્રના માટે ઘણું સાંભળ્યું હતું. પિતાજી પાર્શ્વનાથના ધર્મના ઉપાસક હતા, અને જ્ઞાતપુત્રના ઘણા સાધુઓ એ રીતનો ઉપદેશ કરતા હતા. આજે અચાનક મળેલી આવી તકે શા માટે જવા દેવી ?
બીજો દિવસ ઊગ્યો. એ દિવસે કૌશાંબી માટે અત્યંત ઉત્સાહનો હતો. સૂર્ય જરા ઊંચે ચડ્યો કે બધાં યોગીની રાહમાં તૈયાર થઈ ઊભાં.
રાજદરવાજે ચોકીદારે મધ્યાહ્નકાળ દાખવતાં ઘડિયાળો ઠોક્યાં, અને સૌની ઉત્સુકતા વધતી ચાલી. - અંતઃપુરની રમણીઓ અને રાજવધૂઓ આજ તો વહેલી સ્નાનથી પરવારી ચૂકી હતી. લાંબા લાંબા કેશને ગૂંથી લીધા હતા. સેંથાઓમાં ઉતાવળે સિંદૂર પૂરી લીધો હતો. મોતીની સેરો ઉતાવળમાં આડીઅવળી લટકાવી દીધી હતી. તોય સૌંદર્ય જાણે બોલી ઊઠતું હતું.
હમણાં જ ખીલેલાં બધાં ચંપકપુષ્પો અને પારિજાત પુષ્પો ચૂંટાઈ ગયાં હતાં. રાજમાર્ગો રંગોળીઓથી ભરાઈ ગયા હતા. ઘેર ઘેર આસોપાલવના તોરણ હવામાં
98 D સંસારસેતુ
ધરતી અને મેઘ D 99,