Book Title: Sangrahani Sootra
Author(s): Ambalal Ratanchand Jain Dharmik Trust
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 8
________________ પૂ. આચાર્ય ભ ગ વં ત શ્રી કલ્યાણબોધિસૂરિજી મ. ના શિષ્યરત્ન મુનિશ્રી ભક્તિવર્ધનવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી હર્ષપ્રેમવિજયજી મ. ના શિષ્ય મુનિશ્રી ધર્મપ્રેમ-વિજયજી મ. અત્રે પ્રસ્તુત અંગ્રેજી અનુવાદના કર્તા છે. પુસ્તક પ્રકાશન અંગેનો તેઓશ્રીનો આ પ્રથમ પ્રયાસ છે, જે સુંદર થયો છે. આ અનુવાદ જોતા તેઓ અંગ્રેજી માધ્યમ તરફ વળેલ યુવાઓને પૂર્વાચાર્યો દ્વારા અનેક વિષયો ઉપર રચેલ અણમોલ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટેના દ્વારા ખોલી આપશે તેમાં કોઇ શંકા નથી. આમ પૂજ્યશ્રી ભવિષ્યમાં શ્રુતજ્ઞાનની ભક્તિદ્વારા પ્રભુ શાસનની ખૂબ સુંદર સેવા કરશે એમ સ્પષ્ટ જણાય છે. પ્રબળ પુરુષાર્થ કરી તૈયાર કરેલ આ અંગ્રેજી અનુવાદ યુક્ત શ્રીસંગ્રહણિસૂત્રના પ્રકાશનનો લાભ અમને આપવા બદલ અમે પૂજયશ્રીના ઋણી છીએ. શ્રુતભક્તિનો લાભ મળતો જ રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા ભગવતી શ્રી સરસ્વતીદેવીને પુનઃ પુનઃ પ્રાર્થના. સૌ ભવ્યાત્માઓ આ પ્રકાશનનો લાભ લઇ પોતાની શ્રુતજ્ઞાનની સમૃદ્ધિને વિસ્તૃત કરે એ જ શુભેચ્છા.. લિ. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130