________________
૫૪
આ સંમૂચ્છિમ તિર્યંચો ભવનપતિ અને વ્યન્તરમાં જાય છે, જ્યોતિષ વગેરેમાં નહીં, કેમકે તેમની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે. (૧૪૯)
Sammurchhima Tiryancās (i.e. animals not taking birth from mother's womb) can take birth only in Bhavanapati and Vyantara. They can't take birth in Jyotisha or Vaimānika because they are liable for taking birth among those deities who are having the lifespan of innumerable part of a palyopama (i.e. unit of time). 149 બાલવે પડિબદ્ધા, ઉજ્જડરોસા તવેણ ગારવિયા વેરેણ ય પડિબદ્ધા, મરિઉં અસુરે સુ જાયંતિ ૧૫૦
બાલતપ કરનારા, ઉત્કટ રોષવાળા, તપના અભિમાનવાળા, વિરવાળા જીવો મરીને અસુરકુમાર દેવોમાં ઉત્પન્ન થાય છે. (૧૫)
Those who practice unrightful penance, those who have intense anger, those who practice penance with pride and those who bear extreme enemity may take birth in Asurkumāra (Bhavanapati). 150 રજુગ્રહ-વિસભષ્મણ-જલ-જલણ-પવેસ-તહ-છૂહ-દુઓ ! ગિરિસિરપડખાઉ મયા, સુહભાવા હુતિ વંતરિયા ૧૫૧/.
દોરડાનો ફાંસો ખાવાથી, વિષ ખાવાથી, પાણી કે અગ્નિમાં પ્રવેશ કરવાથી, તરસ કે ભૂખના દુઃખથી, પર્વતના શિખર પરથી પડવાથી મરેલા જીવો શુભભાવથી વ્યન્તર થાય છે. (૧૫૧).
He who has good (auspicious) thoughts at the last moment of his unnatural deaths like suiciding by strangulation of cord, taking deadly poison, sinking himself in water, burning himself by blazing fire, suffering unberable agony of hunger or thirst, jumping down from high mountain etc. may take birth in Vyantara. 151