________________
૧૦૫
તિરિ-નર આગામિભવલેસ્સાએ, અઈગયે સુરા નિરયા । પુત્વભવલેસ્સસેસે, અંતમુહુત્તે મરણમિતિ ॥૨૮૫
તિર્યંચો અને મનુષ્યો આગામી ભવની લેશ્યાનું અંતર્મુહૂર્ત ગયે છતે અને દેવ-નારકો પૂર્વભવની લેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી હોતે છતે મરણ પામે છે. (૨૮૫)
Human beings and tiryancas die after completing an antarmuhurta of next birth's Leshyā. Deities and helldwellers die when an antarmuhurta of the leshya of the present birth is remaining (i.e. leshya of present birth continues upto an antarmuhurta in the next birth). 285 અંતમુહુત્તઈિઓ, તિરિયનરાણું હવન્તિ લેસ્સાઓ । રિમા નરાણ પુણ, નવવાસૂણા પુર્વીકોડી વિ ॥૨૮૬॥
તિર્યંચો-મનુષ્યોની લેશ્યાઓ અંતર્મુહુર્ત સ્થિતિવાળી હોય છે. મનુષ્યોની છેલ્લી (શુક્લ) લેશ્યા ૯ વર્ષ ન્યૂન ૧ પૂર્વક્રોડ વર્ષની પણ હોય. (૨૮૬)
The maximum duration of a single leshyā for tiryancas and human beings is antarmuhurta, but the last Shukla leshyā can remain upto 9 years less in one crore poorva years. 286
તિરિયાણ વિ ઠિઇપમું, ભણિયમસેસં પિ સંપર્યં વુચ્છે । અભિહિયદારભંહિયં, ચઉગઈજીવાણ સામત્રં ॥૨૮૭
તિર્યંચોનું પણ સ્થિતિ વગેરે બધુ ય કહ્યું. હવે કહેલા દ્વારથી અધિક ચારે ગતિના જીવોને વિષે સામાન્યથી કહીશ. (૨૮૭)
Completing the aspects of tiryancās, I shall describe something different from the above said aspects which is common for all the living beings of the four gatis. 287