Book Title: Sanghpragati Mahamantra
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 52
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧), સ્ટ થવાનું એમ નક્કી જાણવું. જે ધાર્મિક કેમમાં અનેક જાતને સડે પેસે છે અને લઘુ લઘુ વર્તેલમાં વહેંચાઈ જઈને પરસ્પર એકબીજાનું અશુભ કરવા પ્રયત્ન કરે છે તે કેમને યાદવાસ્થલી પેઠે સવયમેવ નાશ થાય છે અને તે કેમ વિશ્વમાં પિતાનું અસ્તિત્વ સંરક્ષવા શક્તિમાન થતી નથી. પરસ્પર સંઘાડાએ, ગચ્છ આદિના પ્રમુખે જેઓ ક્ષેત્રાદિની સુવ્યવસ્થા પૂર્વક રહે છે અને પરસ્પર એક બીજાના ગચ્છમંતવ્યને વા અન્યગરછીય સાધુઓને તેડી પાડવા માટે અને અન્યગછીય શ્રાવકોને અનેક યુકિતથી પિતાના રાગી કરવા માટે દાંભિક ધર્મોપદેશદ્વારા પ્રયત્ન કરે છે, તેઓ અંતે પરસ્પર સ્વયમેવ વિનાશ પામે છે. અએવ ઉપર્યુકત વાતને લક્ષ્યમાં લેઈ આ સુધરતા જમાનામાં પિતાની દશાને ખ્યાલ કરીને એકતા કરવાને માટે સંકુચિતદષ્ટિ, વિરોધદષ્ટિ, મમત્વદૃષ્ટિ અને વૈરદષ્ટિને ત્યાગ નહિ કરે તે તેઓના લુખ્ખા આચારનું કાંઈ જેર ચાલશે નહિ અને ગુણ વિનાના ઉપરઉપરના આચારોથી તેઓ વિશ્વસમાજને આકર્ષણ કરી શકશે નહિ. યતિકેમ પરસ્પરની ખેદણી, કુસંપ, શૈથિલ્યાચાર અને પ્રમાદને વશ પડી ગેરછની અવસ્થાને પામી. તેઓના તરફ શ્રાવકે રાગ ઉતરી જવા છતાં પૂર્વજોની સત્તાથી હજીસુધી સ્વાસ્તિત્વ સંરક્ષી શકી છે. પણ હવે જૈન કેમને સાધુઓ પરથી પરસ્પરની બેદણ, કુસંપ, એક બીજાની નિંદાના છાપાં છપાવવા અને પરસ્પર વિર-ઇત્યાદિ કારણથી તેઓના પરને રોગ પ્રતિદિન ઘટતું જાય છે અને ભવિષ્યમાં આ પ્રમાણે ચાલશે તે સારા મનુષ્ય સાધુઓ થશે જ નહિ અને અકેળવાયેલ દુઃખી મનુષ્ય સાધુઓ થશે, તેઓ જૈન કેમનું શું શ્રેય કરી શકશે? For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117