________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૮). વર્ગની સુવ્યવસ્થાપૂર્વક ચારિત્રાદિ માર્ગ દ્વારા જૈન શાસનની પ્રગતિ કરવી તેજ છે અને તે પ્રગતિરૂપ સાધ્યને લક્ષમાં લઈ જૈન વગે સદા પ્રત્યેક અંગમાં સુધારા વધારા કરવા જોઈએ. જે આચાર્ય જે જે સુધારા વધારાની જનતાને જૈનકેમ ધર્મની પ્રગતિ અર્થે જણાવે છે તેને જે જૈનસંધ વધાવી લેઈ તે પ્રમાણે આજ્ઞાને પ્રભુરૂપ માની વર્તે તે જૈન શાસનની અનેકમાર્ગે ઉન્નતિ કરી શકાય ને પેલીયનના પાટે યુરેપ પર વિજય મેળવ્યું હતો તે પિતાની આજ્ઞાને પ્રભુરૂપ માની તે પ્રમાણે પ્રવર્તવામાં આત્મભોગ આપનાર સ્વસૈન્યને અવધવું. શિવાજીએ હિંદુએનું અસ્તિત્વ સંરક્યું તેનું કારણ પણ એ છે કે તેની સેના–તેની આજ્ઞાને પ્રભુરૂપ માની તે આજ્ઞા પ્રમાણે પ્રવર્તવામાં સ્વછંદગીને હમ આપતી હતી. તેમ સ્વકીય આચાર્યની આજ્ઞાના ઝુંડાને વળગી રહી જેને સ્વકીય ફરજો અદા કરે તે સવલપ કાળમાં જાપાનની પેઠે કોમની વ્યવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં આગળ વધી શકે. એક સરખી રીતે અમુક ગચ્છમાં વા સંજમાં અમુક આચાર્યની આજ્ઞા પ્રમાણે સુધારા વધારા થતા હોય અને તેને ગરછાચાર્યની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાનું પાતંત્ર્ય અંગીકાર કરી સનાથકતા, સુસંપતા, સુવ્યવસ્થાના બંધારણે વડે પ્રવર્તી અને શ્રાવકો તથા શ્રાવિકાઓને તેમના અધિકાર પ્રમાણે ધર્મ માં પ્રવર્તાવવા પ્રગતિ–શૈલીના ઉપદેશને ગ્રહણ કરશે તે જૈનસંઘની ઉન્નતિમાં આત્મ-ફરજરૂપ સ્વજીવન ભેગ સમર્પવા સૂરિ શક્તિમાન થશે. સંકુચિત વિચારે અને જમાનાને અનુસરી જૈન કેમના ઉપર કોઈ મહા આચાર્યની રાજવતું આજ્ઞા ન પ્રવર્તવાથી, અને તેવા બંધારણની યોજનાઓ વર્તમાનમાં ન પ્રવર્તવાથી જૈન મહાસંઘ અને જૈન ધર્મની પ્રગતિના સ્થાને
For Private And Personal Use Only