________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૧) સંઘની સેવા અર્થેજ છે એમ અભેદ ભાવના ધારણ કરીને અને આવી અભેદ દષ્ટિએ દેશસેવા, વિશ્વસેવા, વિશ્વવર્તિ સર્વ જીવ સેવા, ગુરુદેવ સેવા, ધર્મ સેવા રાજ્ય સેવા, અને ચતુર્વિધ સંઘની સેવામાં સર્વ સ્વાર્પણ કરીને પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા વિના આવી અભેદ ભાવનાને અંકુર પ્રગટી શકે નહિ. માટે સર્વે મનુષ્યોએ સર્વ પ્રકારની સેવા નિમિત્તે અધ્યાત્મજ્ઞાન મેળવવું જોઈએ. સદગુરુસેવા પૂર્વક સદ્દગુરુગમથી જે પુરૂષે અધ્યાત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે, તેઓ અભેદ ભાવને અમુક દષ્ટિએ અમુકાશે ધારણ કરીને દેશસેવા, સર્વ જનપદ સેવા, સમસ્ત બ્રહ્માંડવર્તિ જનસેવા, અને ચતુર્વિધ સંઘની સેવા કરી શકે છે. સંકુચિત અને ભેદભાવના દષ્ટિવાળા જીવોના સદ્દવિચારે અને ધર્માચારોપણ મર્યાદિત હોય છે અને તેથી તેઓ સામાન્ય લઘુવર્તુળમાં પડયા રહે છે. સંકુચિત પણું અને ભેદભાવનાને નાશ કર્યા વિના અને અભેદ ભાવના પૂર્વક ઉદારભાવ, હદયમાં ધારણ કર્યા વિના મહાસંઘની ઉન્નતિના ઉદાર ઉપગમાં ભાગ લઈ શકાતો નથી. અને તેથી આત્માનું મહત્વ વિકસી શકતું નથી. માટે પ્રત્યેક જૈને અભેદ ભાવનાને ખીલવવા પૂવક ચતુર્વિધ મહાસંઘની સેવામાં સર્વસ્વાર્પણ કરવા તૈયાર થવું જોઈએ.
શ્રી ચતુર્વિધ સંઘની મહાસેવામાં તત્પર થએલ દરેક જેને મનમાં એમ અનુભવ કરે કે શ્રી ચતુર્વિધ સંઘ પિકી કોઈની નિંદા કરવી વા બુરૂ ઈચ્છવું એ મહારીજ નિદા અને મહાકુંજ ભૂરું ઈરછવા બરેબર છે, એમ જ્યારે સર્વ મહાસંઘની સાથે સ્વકીય અભેદ ભાવે વર્તવામાં આવશે, ત્યારે સંઘન્નતિ અવગત થયા વિના નહિ રહે. શ્રી ચતુર્વિધ મહાસંઘની સાથે
For Private And Personal Use Only