Book Title: Samru Pal Pal Survrat Nam
Author(s): Shilchandrasuri
Publisher: Bhadrankaroday Shikshan Trust

Previous | Next

Page 10
________________ રૂડો જંબુદ્રીપ છે. અગણિત દ્વીપો અને સાગરોથી વીંટળાયેલો આ દ્વીપ, ધરતી માતાના લલાટે મનમોહક તિલક જેવો ચમકી રહ્યો છે. શિવકેતુ અનેક નદીઓ અને નદો, દ્રહો અને ઝરાઓ, પર્વતો અને કુંડોથી આ જંબુદ્વીપ ભારે સોહામણો દીસે છે. આ દ્વીપમાં ઘણાંઘણાં ક્ષેત્રો સમાાં છે. આવું જ એક ક્ષેત્ર છે : ઐરવત ક્ષેત્ર. ક્ષેત્ર એટલે ધરતીનો એક વિશાળ પ્રખંડ. જંબૂટ્ટીપની પાસે એ એક નાનકડો ભૂખંડ જ લાગે. પરંતુ એ ભૂખંડને એક સ્વતંત્ર પ્રદેશ તરીકે કલ્પી શકાય. આ પ્રદેશમાં છ છ ખંડ હોય આપણા આજના એશિયાખંડ અને આફ્રિકા ખંડ જેવા. આ ખંડો અને તેના વડે બનેલો એ ભૂખંડ એટલાં તો મોટાં હોય કે આજની આપણી દેખાતી દુનિયા એની આગળ એક નાનકડું શહેર જ લાગે ! આ છ ખંડોને ચક્રવર્તી રાજા જીતી લે. - Jain Education International જ્યારે ચક્રવર્તી ન હોય ત્યારે તે ખંડોમાં જુદાંજુદાં નગરો અને દેશોમાં જુદાજુદા હજારો રાજાઓ રાજ કરતાં હોય. કોઈ નાનો રાજા તો કોઈ વળી મોટો રાજા. રાજાઓ માંહોમાંહે લડાઈ કરતા રહે. જે જીતે તે હારેલા રાજાના પ્રદેશનો માલિક. - હારે તે ખંડિયો રજા. જીતે તે વિી રાજા. વિજ્યી પરાજિતને ગળી જાય. ક્યારેક વળી પરાજિતનું જોર વધે, તો તે વિજેતાને પાછો મારી ભગાડે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 321