________________
સ્થામાં અને છેલ્લાં બેને દશવૈકાલિકસૂત્રની ચૂડારૂપે સ્થાપ્યાં.
પરંતુ, હરિભદ્રસૂરિ એ બે ચૂડાઓ ઉપરની પિતાની ટીકામાં પહેલી ચૂડા માટે તે આવી કશી દંતકથા આપતા જ નથી. માત્ર બીજી ચૂડામાં મૂળ સૂત્રમાં જ, કેવલીએ કહેલ જ્ઞાનરૂપ ચૂડા હવે હું કહું છું એવો ઉલ્લેખ હોવાથી, તેની ટીકામાં હરિભદ્ર બીજા કોઈનું નામ લીધા વિના માત્ર નીચેની ટૂંક કથા આપે છે: “કઈ અસહિષ્ણુ સંયત – મુનિ - ને આર્યાએ ચાતુર્માસ વખતે એક ઉપવાસ કરાવ્ય; પણ તે તો તે ઉપવાસ પૂરો કરતાં મરણ જ પા. પછી પિતે વિહત્યા કરી એમ માની તે આય ખિન્ન થઈ ગઈ (મને દોષ લાગે કે નહીં) એ હું તીર્થકરને પૂછું એ તેને વિચાર આવ્યો. તેની ભક્તિથી પ્રસન્ન થયેલી દેવતા તેને શ્રી સીમંધરસ્વામી પાસે લઈ ગઈ. ત્યાં જઈ તેમને પૂછયું, ‘તારા ચિત્તમાં તેને મારવાને ખ્યાલ નહોતે માટે તે તેને વધ કરનારી ન ગણાય” – એમ કહી તેમણે તેને આ ચૂડા શીખવી.” એટલે હરિભદ્રસૂરિ જાણે બીજી ચૂડા જ આ રીતે સીમંધરસ્વામી પાસેથી આવી હોય એમ માનતા લાગે છે.
ભદ્રબાહુ પણ પિતાની નિર્યક્તિમાં આ ચૂડાએ બાબત કશી દંતકથાને ઉલ્લેખ કર્યા વિના માત્ર એટલું જણાવે છે
૧. આ કથન, હરિભદ્રસૂરિની ટીકાવાળી દેવચંદ લાલભાઈવાળા દશવૈકાલિકસૂત્રની આવૃત્તિ મુજબ કરેલું છે. તેમાં નિયુક્તિની કુલ ૩૭૧ ગાથાઓ આપી છે. નિર્યુક્તિના બીજા કોઈ પાકમાં ૪૪૭ ગાથાઓ છે, અને તેમાં છેલ્લી ગાથામાં આ બંને ચૂડાએ સીમંધરસ્વામીએ આર્યોને શીખવી હતી તેમ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org