________________
પછી આચાર્યપદે આવેલા તથા ભદ્રબાહુસ્વામીના સમકાલીન એવા સ્થૂલભદ્રસ્વામીની બહેને, મુનિ થયેલા પિતાના બીજા ભાઈ શ્રીયકથી ઉપવાસ ન થઈ શકતા હેવાથી, પર્યુષણ પર્વ વખતે તેને દિવસના ચોથા ભાગ (પૌરુષી) જેટલે ઉપવાસ કરવાને સમજાવ્યું. તે કબૂલ પણ થયું. પછી તેટલે સમય પૂરો થતાં તેની બહેને તેને બીજે ચે ભાગ પણું ખેંચી કાઢવા સમજાવ્યું, કારણ કે, “પર્યુષણ એ બહુ દુર્લભ પર્વ છે.” એમ કરતાં કરતાં તેની બહેને તેને આખો દિવસ પૂરે કરાવ્યો અને “રાત તે ઊંઘમાં ચાલી જશે એમ કહી રાત્રે પણ ઉપવાસ ચાલુ રખાવ્યા. પરંતુ પેલો તે સુધાની વેદનાથી રાત દરમ્યાન જ મરણ પામ્યા. આ જોઈ તેની બહેન ચમકી, અને પિતે ઋષિહત્યાનું પાપ કર્યું એમ માની બેઠી. સંઘે તે તેની ભાવના શુદ્ધ હોવાથી તેને નિર્દોષ ઠરાવી; પરંતુ તેના મનને સંદેહ દૂર ન થયું. તેણે જણાવ્યું કે, જિનેશ્વર ભગવાન પોતે તેને સ્વમુખે નિર્દોષ કહે તેને સંદેહ દૂર થાય. પરંતુ આ કાળમાં, આ ક્ષેત્રમાં કોઈ જિન હેય નહીં; તેથી મહાવિદેહક્ષેત્રમાં વિચરતા તીર્થંકર પાસેથી નિર્ણય મેળવવા માટે આ સંધ ધ્યાન લગાવીને બેઠે. ત્યારે શાસનદેવતા આવીને પ્રગટ થઈ. તેની દ્વારા સંઘે પેલી યક્ષા સાધ્વીને મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે (આકાશમાર્ગે) મોકલી. ત્યાં તેમણે તેને સ્વમુખે નિર્દોષ કહી, એટલું જ નહીં પણ “ભાવના', “વિમુક્તિ”, “રતિક૯૫ અને “વિચિત્રચર્યા” એ ચાર અધ્યયને તેને શીખવ્યાં. પેલી આર્યાએ પાછાં આવી ચાર અધ્યયન સંઘને અર્પણ કર્યા. સંઘે તેમાંથી પહેલાં બેને આચારાંગસૂત્રની ચૂડારૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org